For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એશિયન ગેમ્સમાં જીત્યો બ્રોન્ઝ, ઘરે આવતા જ સંભાળી ચા ની દુકાન

એશિયન ગેમ્સમાં ભારતના શાનદાર પ્રદર્શનના સમાચારો ઘણા છવાયા. પરંતુ હવે ખેલાડીઓની સાચી સ્થિતિ અને લાચારી ધીમે ધીમે સામે આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

એશિયન ગેમ્સમાં ભારતના શાનદાર પ્રદર્શનના સમાચારો ઘણા છવાયા. પરંતુ હવે ખેલાડીઓની સાચી સ્થિતિ અને લાચારી ધીમે ધીમે સામે આવી રહી છે. દેશના નેતા ખેલાડીઓના સંઘર્ષ દરમિયાન મદદ માટે આગળ નથી આવતા પરંતુ જીત બાદ ઈનામોનો વરસાદ કરે છે. દેશમાં ખેલ પ્રત્યે કેવુ વલણ છે તે તો જગ જાહેર છે. દેશમાં અમુક રમતના ખેલાડીઓને બાદ કરતા અન્ય રમતના ખેલાડીઓની ગરીબ પરિસ્થિતિનું વધુ એક ઉદાહરણ સામે આવ્યુ છે. એશિયન ગેમ્સમાં સેપક ટકરામાં પહેલી વાર મેડલ અપાવનાર ખેલાડી ઘરે પાછો આવીને પોતાની ચા ની દુકાન પર કામ કરવા લાગ્યો છે.

harish

દિલ્હીનો એક કેસ છે. દિલ્હીના મજનૂના ટિલામાં ચા ની દુકાન લગાવનાર હરીશે ટીમના સભ્યો સાથે દેશ માટે પહેલી વાર મેડલ જીત્યો. હરીશ કુમાર ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. તેમનો પરિવાર ચાની દુકાન ચલાવે છે અને તેમના પિતા ઓટો ચલાવીને ઘરનો ખર્ચ સંભાળે છે. આવા પડકારો સામે લડીને ભારત માટે મેડલ લાવનાર હરીશની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. હરીશની બહેન નેત્રહીન છે. પરિવાર લાંબો છે. ઘરનો ખર્ચ વધી જતા તેમના પિતાએ કહ્યુ કે દુકાનના કામમાં મદદ કરવાનું શરૂ કરો. રમત ધ્યાન ઓછુ આપો. હરીશ જણાવે છે કે તે નાનપણમાં ટાયર કાપીને તેનો બોલ બનાવીને બાળપણના દોસ્તો સાથે રમતા હતા. તે પગેથી ટાયરના એ બોલને ઉપર ઉછાળતા હતા. આવુ કરતા એક દિવસ તેમના કોચે તેમને જોઈ લીધા હતા ત્યારબાદ તેમને સેપક ટકરા રમવા માટે પ્રભાવિત કર્યા અને પછી આ રમત પ્રત્યે હરીશનો રસ વધતો ગયો.

આ પણ વાંચોઃ રંગ લાવી સિદ્ધુની ઝપ્પી, પાકિસ્તાન કરતારપુર સાહિબ કોરીડોર ખોલવા પર રાજી!આ પણ વાંચોઃ રંગ લાવી સિદ્ધુની ઝપ્પી, પાકિસ્તાન કરતારપુર સાહિબ કોરીડોર ખોલવા પર રાજી!

શું કહે છે હરીશ

હરીશનું કહેવુ છે કે તેમના ઘરે કમાનારા લોકો ઓછા છે અને ખાવાવાળા વધુ. એટલા માટે હું ચા વેચવાનું કામ કરુ છુ. હવે હું નોકરી કરવા ઈચ્છુ છુ જેથી પોતાના પરિવારને સંભાળી શકુ. હરીશના મા ઈન્દિરા દેવીનું કહેવુ છે કે હરીશના પિતા ઓટો ચલાવે છે અને અમે હરીશની મદદથી ચા ની દુકાન સંભાળીએ છીએ. અમે ગરીબ છીએ પરંતુ અમે હરીશને ક્યારેય નિરુત્સાહ નથી થવા દીધો. અમે સરકાર અને હરીશના કોચને તેમના સમર્થમ માટે આભાર વ્યક્ત કરવા ઈચ્છીએ છીએ. હરીશના ભાઈનું કહેવુ છે કે હું હરીશનો આભાર વ્યક્ત કરવા ઈચ્છુ છુ કે તેણે મેડલ જીતીને દેશનું માન વધાર્યુ. આપણા કોચ હેમરાજ સરે અમારી પ્રતિભા ઓળખી અને અમને રમવા માટે બોલાવ્યા. SAI એ અમારી ખૂબ મદદ કરી. હું સીએમ અરવિંદ કેજરીવાલનો પણ આભાર માનવા ઈચ્છુ છુ જેમણે અમને 50 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યુ છે. આ સાથે અમે રમત મંત્રાલયનો પણ આભાર માનીએ છીએ જેમણે અમને 5 લાખ રૂપિયા આપ્યા.

આ પણ વાંચોઃ Video: પાકિસ્તાન આર્મી ચીફે બદલ્યા સૂર, 'લોહીના દરેક ટીપાનો હિસાબ લઈશુ'આ પણ વાંચોઃ Video: પાકિસ્તાન આર્મી ચીફે બદલ્યા સૂર, 'લોહીના દરેક ટીપાનો હિસાબ લઈશુ'

શું છે સેપક ટકરા

સેપક ટકરા મલય અને થાઈ ભાષાના બે શબ્દો છે. સેપકનો અર્થ કિક લગાવવો છે અને ટકરાનો અર્થ હળવો બોલ છે. વોલીબોલની જેમ જ આ રમતમાં બોલને નેટની બીજી બાજુ મોકલવાની હોય છે. પરંતુ પગ, ઘૂંટણ, છાતી અને માથાનો જ ઉપયોગ કરવાનો હોય છે. હાથેથી બોલ અડવા પર ટીમને નુકશાન થાય છે. તમને જણાવી દઈએ કે આ વખતે એશિયન ગેમ્સમાં ભારતે 15 સુવર્ણ, 24 રજત અને 30 કાંસ્ય પદક જીત્યા છે. આ ભારતનું શાનદાર પ્રદર્શન રહ્યુ છે. આ પહેલા ભારતે 1951 માં 15 ગોલ્ડ મેડલ જીત્યા હતા.

English summary
asian games bronze medalist sells tea living
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X