For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌરભે એશિયન ગેમ્સમાં જીત્યો ગોલ્ડ, યોગી સરકારનું 50 લાખ, નોકરીનું એલાન

ઉત્તરપ્રદેશ સરકારે સૌરભના પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી છે અને તેના માટે ઈનામની ઘોષણા કરી છે.

|
Google Oneindia Gujarati News

ઈન્ડોનેશિયામાં ચાલી રહેલા 18 માં એશિયન ગેમ્સમાં 16 વર્ષના સૌરભ ચૌધરીએ શાનદાર પ્રદર્શન કરતા ભારતની ઝોળીમાં વધુ એક ગોલ્ડ આવી ગયો છે. સૌરભે 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ગોલ્ડ પર નિશાન લગાવ્યુ અને ભારતને આ સ્પર્ધામાં ત્રીજુ સ્થાન અપાવ્યુ. સૌરભની આ ઉપલબ્ધિ પર દેશમાં ખુશીનો માહોલ છે. વળી, ઉત્તરપ્રદેશ સરકારે પણ સૌરભના આ પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી છે અને તેના માટે ઈનામની ઘોષણા કરી છે.

50 લાખનું ઈનામ

50 લાખનું ઈનામ

ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લાનો રહેવાસી સૌરભના શાનદાર પ્રદર્શન પર યુપીના સીએમે અભિનંદન પાઠવ્યા છે અને તેને 50 લાખનું ઈનામ આપવાની ઘોષણા કરી છે. એશિયન ગેમ્સમાં ગોલ્ડ લાવનાર સૌરભ હજુ માત્ર 16 વર્ષનો જ છે અને તેના આ શાનદાર પ્રદર્શન પર આખા મેરઠમાં ઉત્સવનો માહોલ છે. સૌરભે ક્વોલિફાઈંગ રાઉન્ડ દરમિયાન 10 મીટર એર પિસ્ટલ ક્વોલિફાઈંગમાં 586 પોઈન્ટ્સ સાથે ટોપ પોઝિશન મેળવી હતી.

આ પણ વાંચોઃ Asian Games 2018: 16 વર્ષના સૌરભે ગોલ્ડ જીત્યોઆ પણ વાંચોઃ Asian Games 2018: 16 વર્ષના સૌરભે ગોલ્ડ જીત્યો

પરિવારમાં ખુશીનો માહોલ

યોગી સરકારે સૌરભને ગોલ્ડ જીતવા પર યુપી સરકાર તરફથી નોકરી આપવાનું એલાન પણ કર્યુ છે. સૌરભને ગેઝેટેડ ઓફિસરન નોકરી મળશે. સૌરભને જીતુ રાયની જગ્યાએ એશિયન ગેમ્સમાં મોકલવામાં આવ્યો હતો. તેણે બાગપતમાં શૂટિંગની ટ્રેનિંગ લીધી છે. સૌરભનો જન્મ મેરઠના કલીનામાં વર્ષ 2002 માં થયો હતો. તેના શાનદાર પ્રદર્શન બાદ પરિવારમાં ખુશીનો માહોલ છે અને મોટી સંખ્યામાં લોકો અભિનંદન આપવા પહોંચી રહ્યા છે.

નિશાનેબાજીમાં અત્યાર સુધીમાં ત્રણ મેડલ

તમને જણાવી દઈએ કે એશિયન ગેમ્સમાં ભારત નિશાનેબાજીમાં અત્યાર સુધીમાં ત્રણ મેડલ મેળવી ચૂક્યુ હતુ અને આ ભારતનો ચોથો મેડલ છે. એશિયન ગેમ્સમાં બીજા દિવસે ભારતને બે મેડલ મળ્યા હતા. નિશાનેબાજ લક્ષ્યએ સોમવારે પુરુષોની ટ્રેપ સ્પર્ધાના ફાઈનલમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. લક્ષ્યે બીજુ સ્થાન મેળવીને મેડલ પોતાના નામે કર્યો હતો.

આ પણ વાંચોઃ વિનેશ ફોગાટે ગોલ્ડ જીત્યા બાદ આમિર ખાનઃ 'મ્હારી છોરિયાં છોરો સે કમ હે કે'આ પણ વાંચોઃ વિનેશ ફોગાટે ગોલ્ડ જીત્યા બાદ આમિર ખાનઃ 'મ્હારી છોરિયાં છોરો સે કમ હે કે'

English summary
Asian Games2018 up CM Yogi Adityanath announced Rs 50 lakh award for gold medalist Saurabh Chaudhary
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X