IPL-7: માટે કિંગ્સ ઇલેવન પંજાબનું સુકાન બેલેના હાથમાં
નવી દિલ્હી, 18 માર્ચઃ ઇન્ડિયન પ્રીમીયર લીગ(આઇપીએલ)ની સાતમી શ્રેણી માટે ફ્રેન્ચાઇઝી ટીમ કિંગ્સ ઇલેવન પંજાબે સુકાની પદે ઓસ્ટ્રેલિયાની ટી20 ટીમના સુકાની જ્યોર્જ બેલેની નિયુક્તિ કરી છે.

કિંગ્સ ઇલેવને બેલે માટે 3.25 કરોડ રૂપિયા ચુકવ્યા હતા જે વિરેન્દ્ર સહેવાગ જેવા દિગ્ગજ ખેલાડીને મળેલા 3.20 કરોડ રૂપિયાની બોલી કરતા વધારે છે. કિંગ્સ ઇલેવનના કોચ સંજય બાંગરે કહ્યું કે ફ્રેન્ચાઇઝી માલિકો અને તેમણે માત્ર બેલેને જ સુકાની પદ આપવા અંગે વિચાર્યું હતું.
બાંગર અનુસાર બેલેમાં નેતૃત્વની નૈસર્ગિક સમજ અને ક્રિકેટનું સારું એવું જ્ઞાન છે. બેલે આ પહેલા ત્રણ સત્રોમાં ચેન્નાઇ સુપર કિંગ્સ માટે રમી ચૂક્યા છીએ. 2012માં સુપર કિંગ્સે બેલેને મુક્ત કરી દીધા હતા. બેલેએ 24 મેચોમાં ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ કર્યું છે, જેમાં 13માં ઓસ્ટ્રેલિયાને જીત મળી છે.












Click it and Unblock the Notifications
