For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિનના સન્માન પર ઓસ્ટ્રેલિયાઈ સાંસદે ઉઠાવ્યા સવાલ

|
Google Oneindia Gujarati News

sachin tendulkar
મેલબોર્ન, 17 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયાના એક સાંસદે ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરને ક્રિકેટમાં મુલ્યવાન યોગદાન આપવા બદલ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાથી સમ્માનિત કરવા પ્રધાનમંત્રી જૂલિયા ગિલાર્ડના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે.

મીડિયા અહેવાલો અનુસાર અપક્ષીય રોબ ઓકશાટે આ સ્ટાર ક્રિકેટર પ્રત્યે પોતાની સહાનુભુતિ દર્શાવી છે, પરંતુ સાથે સાથે ખેદ પણ વ્યક્ત કર્યો હતો કે વિશેષ સમ્માનનો ઉપયોગ રાજનૈતિક લાભ ખાટવા ના કરવો જોઇએ.

તેમણે જણાવ્યું કે 'હું સચિન તેંડુલકરને પસંદ કરુ છું, મને પણ ક્રિકેટ ગમે છે, પરંતુ આપ આને નરમ કૂટનીતિ કહી શકાય. જેની સામે મને વાંધો છે કે આવું કરવા ઓસ્ટ્રેલિયાઇ સમ્માનનો ઉપયોગ કરાયો છે.'

ઓકશાટે જણાવ્યું કે 'આર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા માત્ર સામુદાયિક કાર્યોમાં યોગદાન આપનાર ઓસ્ટ્રેલિયાઇ નાગરિકોને આપવું જોઇએ. હું આના માટે હાયહાય નથી કરી રહ્યો, પરંતુ સમ્માનિતોની સૂચિમાં માત્ર ઓસ્ટ્રેલિયાઇ નાગરિકોનું નામ હોવું જોઇએ, કારણ કે આ તેમની અખંડતા સાથે જોડાયેલ મુદ્દો છે.'

English summary
An Australian politician has questioned Prime Minister Julia Gillard's decision to award an Order of Australia to iconic Indian cricketer Sachin Tendulkar for his contribution to sport.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X