• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કાંગારુઓને સ્પિન રમતા નથી આવડતું: ગાંગુલી

|

મોહાલી, 19 માર્ચઃ મોહાલીમાં ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને મળેલી હાર અંગે સૌથી પહેલા ભારતના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું છે કે, કાંગારુઓ પાસે એવો બેટ્સમેન નથી જે સ્પિનરની સામે રમી શકે અને એવો સ્પિનર નથી જે વિકેટ અપાવી શકે. સાથે જ ગાંગુલીએ એમપણ કહ્યું કે, જો ટીમ ઇન્ડિયા પહેલા બેટિંગ કરે તો ત્રણ દિવસમાં પણ મેચનું પરિણામ આવી શકે છે.

નોંધનીય છે કે ત્રીજી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવીને શ્રેણી 3-0થી કબજે કરી લીધી છે. ગાંગુલીએ કહ્યું કે તે ઓસ્ટ્રેલિયા ટીમની રેટિંગ નથી કરી રહ્યાં પરંતુ 1996થી અત્યારસુધીમાં આ ઓસ્ટ્રેલિયાની સૌથી ખરાબ ટીમ છે જેણે ભારતનો પ્રવાસ કર્યો છે.

ગાંગુલીએ ઓસ્ટ્રેલિયાની અનુશાસનહીનતાને તેના માટે જવાબદાર નથી ઠેરવી. તેમનું કહેવું હતું કે મેદાન પર તમે ગમે તેટલા અનુશાસિત હોવ રમતની કળા આવડવી જોઇએ ત્યારે જ અનુશાસનનો મતલબ રહે છે. મે પૂર્વ કોચ જોન બુકનાનનું નિવેદન વાંચ્યુ. તેમણે 4 ખેલાડીઓને બહાર કરવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યું હતું. તેના પર મન વિશ્વાસ ના થયો. ગાંગુલીએ એમ પણ કહ્યું કે જો ટીમ ઇન્ડિયા પહેલા બેટિંગ કરે છે તો ત્રણ દિવસમાં જ મેચનું પરિણામ આવી શકે છે.

English summary
They don't have the batsmen to play spinners and spinners to take wickets here, says former India skipper Sourav Ganguly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X