For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેડમિંટન ખેલાડી જ્વાલા ગુટ્ટા પર આજીવન પ્રતિબંધ!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 ઓક્ટોબરઃ આંતરરાષ્ટ્રીય સ્તરની બેડમિંટન ખેલાડી જ્વાલા ગુટ્ટા પર ભારતીય બેડમિંટન સંઘે આજીવન પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી છે. બીએઆઇની અનુશાસન સમિતિએ ઇન્ડિયન બેડમિંટન લીગ(આઇબીએલ) દરમિયાન 25 ઑગસ્ટે બેંગ્લોરમાં જ્વાલાના ખરાબ આચરણ પર આ નિર્ણય લીધો છે.

jwala-gutta
જ્વાલા ગુટ્ટા ભારતની ટોચની મહિલા યુગલ બેડમિંટન ખેલાડી છે. જ્વાલા જો કે, બીએઆઇન અધ્યક્ષ અખિલેશ દાસગુપ્તા સમક્ષ માફીનામુ રજૂ કરે તો તેને આજીવન પ્રતબિંધમાંથી થોડી રાહત મળી શકે છે. બીએઆઇની અનુશાસન સમિતિના અધ્યક્ષ એસ મુરલીધરને જણાવ્યું કે, ક્રિશ દિલ્હી સ્મેશર્સ વિરુદ્ધ બાંગા બીટ્સ વચ્ચે થયેલા મુકાબલામાં આચરણ માટે અમે જ્વાલા પર આજીવન પ્રતિબંધ લગાવવાની ભલામળ કરી છે. જ્વાલાએ અમને મોકલેલા જવાબમાં તેમણે માફી માંગી નથી. તેથી અમે પ્રતિબંધની ભલામણ કરી છે.

તેમણે કહ્યું કે, કોઇપણ શરત વગર અધ્યક્ષ સમક્ષ માફીનામું રજૂ કરે છે, તો તેમને માફ કરી શકાય છે. હવે આ નિર્ણય અધ્યક્ષના વિવેક પર નિર્ભર કરે છે.

English summary
badminton association recommends life time ban on jwala gutta
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X