For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લક્ષ્ય સેને રચ્યો ઈતિહાસ, એશિયા જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં 53 વર્ષ બાદ ભારતને ગોલ્ડ

ભારતના ઉભરતા સિતારા લક્ષ્ય સેને રવિવારે એશિયા જુનિયર ચેમ્પિયનશીપમાં ભારતની વર્ષોની આતુરતાનો અંત લાવીને ઈતિહાસ રચી દીધો છે.

|
Google Oneindia Gujarati News

ભારતના ઉભરતા સિતારા લક્ષ્ય સેને રવિવારે એશિયા જુનિયર ચેમ્પિયનશીપમાં ભારતની વર્ષોની આતુરતાનો અંત લાવીને ઈતિહાસ રચી દીધો છે. લક્ષ્યે દુનિયાના મોટા જુનિયર બેડમિન્ટન ખેલાડી હાલના જુનિયર વિશ્વ ચેમ્પિયન થાઈલેન્ડના કુનલાવુત વિતિદસર્નને સીધા સેટમાં હરાવીને છ વર્ષ બાદ ભારતને પહેલો ગોલ્ડ અને 53 વર્ષો બાદ પુરુષ વર્ગને ગોલ્ડ અપાવ્યો. લક્ષ્યે ઘરેલુ ખેલાડીને 21-19, 21-18 ના સીધા સેટોમાં હરાવીને ગૌરવ ઠક્કર (1965) અને પીવી સિંધુ (2012) બાદ આ ટુર્નામેન્ટમાં ગોલ્ડ જીતનાર ત્રીજા ભારતીય ખેલાડી બની ગયા છે.

lakshya sen

આવો રહ્યો મુકાબલો

ઉલ્લેખનીય છે કે પૂર્વ નંબર એક લક્ષ્ય અને વિતિદસર્ન પહેલી વાર સામસામે આવ્યા હતા. મુકાબલાની શરૂઆતમાં મેચ સ્લો હતી પરંતુ બાદમાં ભારતીય શટલરે મુવમેન્ટ વધારી અને પોતાના નર્વસનેસ એક તરફ રાખીને સામા ખેલાડી પર હાવી થઈ ગયા. અપેક્ષા મુજબ જુનિયર વિશ્વ નંબર એક વિતિદસર્ને પહેલા ગેમની શરૂઆત કેટલાક એટિકંગ મુવ્ઝ સાથે કરી અને બે પોઈન્ટનો વધારો મેળવી લીધો પરંતુ સેને કમબેક કરીને ઝડપથી બે પોઈન્ટ મેળવી લીધા અને સ્કોર 7-7 થી બરાબર કરી દીધો. બંને વચ્ચે ટક્કર બરાબર ચાલી રહી હતી, કોઈ પણ બીજાને આગળ વધવાની તક આપતુ નહોતુ અને આ જ રીતે પહેલા ગેમનો સ્કોર 19-19 સુધી પહોંચી ગયો અને અહીં ભારતીય ખેલાડીએ બે પોઈન્ટ મેળવીને પહેલી ગેમ જીતી લીધી.

બીજી ગેમ પણ પહેલી ગેમની જેમ જ શરૂ થઈ. પહેલા સ્કોર 4-4 થી બરાબર હતો અને બાદમાં 17-17 થી બરાબર થયો. સેને 18 મો પોઈન્ટ મેળવીને સામે કોઈ પોઈન્ટ લેવાનો કોઈ તક આપી નહિ અને ગેમ જીતી લીધી 16 વર્ષના આ ભારતીય શટલરે ઈતિહાસ રચી દીધો. આ ટુર્નામેન્ટમાં પોતાના ગોલ્ડ મેડલ સુધીની સફરમાં ક્વાર્ટર ફાઈનલમાં બીજા રેંકિંગના ખેલાડી લી શીફેન્ડને, સેમી ફાઈનલમાં ચોથા ક્રમાંકના ખેલાડી રુમબેને હરાવ્યો હતો. બે વર્ષ સેને આ ઈવેન્ટમાં 14 વર્ષની ઉંમરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

English summary
badminton lakshay sen won gold badminton championship
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X