
રેસલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં નહીં રમી શકે બજરંગ પુનિયા
નવી દિલ્હી : ટોક્યો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયા ઓક્ટોબર યોજાનારી રેસલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી બહાર થઈ જશે. બજરંગને લીગામેન્ટ ટિયરને સુધારવા માટે 6 અઠવાડિયા માટે રિહેબિલિટેશનની સલાહ આપવામાં આવી હતી.
રશિયામાં અલી એલાઇવ ટુર્નામેન્ટમાં બજરંગ ઉજાગ્રસ્ત થયો હતો અને તેના કારણે તેને એક મેચ ગુમાવવી પડી હતી. જ્યાં સુધી રિહેબ પૂર્ણ ન થાય ત્યાં સુધી બજરંગ તાલીમ શરૂ કરશે નહીં. વર્લ્ડ ચેમ્પિયનશિપ 2થી 10 ઓક્ટોબર દરમિયાન નોર્વેના ઓસ્લોમાં યોજાશે.
પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ બજરંગે ઈજાની તપાસ કરાવવા માટે તાજેતરમાં એમઆરઆઈ સ્કેન કરાવ્યું હતું અને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સેન્ટર ફોર સ્પોર્ટ્સ મેડિસિનના વડા ડો. દિનશો પારડીવાલાની સલાહ લીધી હતી.
બજરંગે આ અંગે માહિતી આપતા કહ્યું કે, હું લીગામેન્ટથી પીડાઇ રહ્યો છું, અને મને ડો. દિનશોએ છ અઠવાડિયા સુધી રિહેબ કાર્યક્રમનું પાલન કરવાનું કહ્યું હતું. હું વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકું તેવી હાલતમાં નથી. વર્લ્ડ ચેમ્પિયનશિપ આ વર્ષના કેલેન્ડરમાં એકમાત્ર મુખ્ય ચેમ્પિયનશિપ હતી. હું આ સિઝનમાં અન્ય કોઇ ટુર્નામેન્ટમાં ભાગ લઇ શકું તેમ નથી.
ટોક્યો ઓલિમ્પિક વિશે વાત કરતા પુનિયાએ જણાવ્યું કે, આ પ્રથમ ઓલિમ્પિક્સ હતી અને ઓલિમ્પિક મેડલ જીતવાનું મારું સ્વપ્ન હતું, તેથી મેં ટોક્યોમાં દુઃખનો સામનો કરવો પડ્યો. હું જાતે સોનીપતમાં રિહેબ કરું છું. ડો. દિનશોએ કેટલીક ટ્રેનિંગ સૂચવી છે, જે હું હવે દરરોજ જીમમાં કરું છું. મે ટ્રોનિંગનો સમય પણ રિહેબમાં જ જશે.
27 વર્ષીય રેસલરે જણાવ્યું કે, હું મારા જ્યોર્જિયન કોચ શાકો બેન્ટિનીડિસ સાથે કામ કરવાનું ચાલુ રાખવા માંગું છું, જેમને હવે કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ) એ તેની સાથે નવો કરાર કરવાનો બાકી છે. ડબલ્યુએફઆઈ કુસ્તીબાજો સાથે એક બેઠક યોજીને તેમના નવા કોન્ટ્રાક્ટ નક્કી કરતા પહેલા ભારતીય કુસ્તીબાજો સાથે સંકળાયેલા તમામ વિદેશી કોચ પાસેથી પ્રતિસાદ મેળવે છે.