વિશ્વ ચેમ્પિયનશીપઃ બજરંગને સિલ્વરથી માનવો પડ્યો સંતોષ, બનાવ્યો રેકોર્ડ
ભારતના સ્ટાર રેસલર બજરંગ પુનિયા વિશ્વ ચેમ્પિયનશીપમાં ફ્રીસ્ટાઈલ કુસ્તીના ખિતાબી મુકાબલામાં હારી ગયા છે. પુરુષોના 65 કિલોગ્રામ વેટ કેટેગરીના ફાઈનલમાં તેમને જાપાનના તાકુટો ઓટુગુરોએ 16-9 ના અંતરથી હરાવી દીધા છે. આ વિશ્વ કુશ્તી ચેમ્પિયનશીપમાં તેમનું બીજુ પદક છે અને આ કારનામુ કરનાર તે પહેલા ભારતીય બન્યા છે. બજરંગ હારી ગયા બાદ પણ રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યા છે. આ પહેલા તેઓ 2013 માં વિશ્વ કુશ્તી ચેમ્પિયનશીપમાં કાંસ્ય પદક જીતી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ ત્રિપુરામાં મોટો રોડ અકસ્માત, 29 જવાન ઘાયલ, બે ની હાલત ગંભીર
રેસલર સુશીલ કુમાર એક માત્ર ભારતીય છે જેમણે વિશ્વ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. બજરંગ પુનિયા માટે વર્ષ 2018 ઘણુ શાનદાર રહ્યુ છે. પુનિયાએ આ વર્ષે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં થયેલા કોમનવેલ્થ ગેમ્સ અને ઈન્ડોનેશિયામાં થયેલા એશિયાડ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જો વાત આ મુકાબલાની કરીએ તો હંગરીની રાજધાની બુડાપેસ્ટમાં રમાયેલ આ ખિતાબી મુકાલબામાં બજરંગ પુનિયા શરૂઆતમાં જ દબાણમાં જોવા મળ્યા. મુકાબલના પહેલા જ રાઉન્ડની શરૂઆતમાં તાકુટોએ 5 પોઈન્ટથી આગળ રહી પુનિયા પર દબાણ વધારી દીધુ. જો કે બજરંગે મુકાબલામાં કમબેક કર્યુ અને 4 પોઈન્ટ મેળવ્યા. સ્કોર 4-5 પર પહોંચી ગયો. ત્યારબાદ તાકુટોએ બે પોઈન્ટ બીજા લીધા જેનાથી તેની પાસે 3 પોઈન્ટ વધી ગયા. જો કે બજરંગે જબરદસ્ત ફાઈટ આપીને બીજા 2 પોઈન્ટ બનાવ્યા અને સ્કોર 6-7 કરી દીધો.
આ પણ વાંચોઃ કોંગ્રેસનું 2019 માં પોતાના દમ પર સત્તામાં આવવુ મુશ્કેલઃ સલમાન ખુર્શીદ
બ્રેક બાદ જ્યારે મુકાબલો શરૂ થયો તો બજરંગ પોતાના જ દાવમાં ઉલઝી ગયો. તાકુટોને 4 પોઈન્ટનો ફાયદો આપી દીધો. ત્યારબાદ સ્કોર 10-6 થઈ ગયો. પહેલેથી જ દબાણમાં રમી રહેલ બજરંગે કમબેકની પૂરી કોશિશ કરી પરંતુ તે સફળ થઈ શક્યા નહિ. આ પહેલા બજરંગે સેમીફાઈનલમાં ક્યૂબાના એલેંજાંડ્રો વાલ્દેસ તોબિએલ સાથે મુકાબલો કર્યો હતો. બજરંગે એલેંજાંડ્રો વાલ્દેસને આ મુકાબલામાં 4-2 થી હાર આપી હતી.