For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીસીસીઆઇના કરારમાં અશ્વિનને 'એ' અને ભજ્જીને 'બી' ગ્રેડ

By Super
|
Google Oneindia Gujarati News

r-ashwin
મુંબઇ, 27 ઑક્ટોબરઃ 2012-13 સત્ર માટે ક્રિકેટરોના ગ્રેડ બીસીસીઆઇ દ્વારા જાહેર કરવામાં આવ્યાં છે. સારુ પ્રદર્શન કરનાર ઓફ સ્પિનર આર અશ્વિનને ગ્રેડ 'એ'માં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે ખરાબ પ્રદર્શનના કારણે લગભગ એક વર્ષથી ટીમની બહાર રહેલા હરભજનને ગ્રેડ 'બી'માં સ્થાન આપવામાં આવ્યું છે.

બીસીસીઆઇ દ્વારા કરવામાં આવેલા કરારમાં 37 ખેલાડીઓના કરાર કરવામાં આવ્યા છે. ગ્રેડ 'એ'ના ખેલાડીઓને પ્રતિવર્ષ એક કરોડ, 'બી' ગ્રેડના ખેલાડીઓને 50 લાખ અને 'સી' ગ્રેડના ખેલાડીઓને વાર્ષિક 25 લાખ રૂપિયા આપવામાં આવશે.

ગ્રેડ 'એ'માં સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, યુવરાજ સિંહ, સુરેશ રૈના, વિરાટ કોહલી, ઝહીર ખાન અને આર અશ્વિન.

ગ્રેડ 'બી'માં હરભજન સિંહ, ઇશાંત શર્મા, ઇરફાન પઠાણ, ચેતેશ્વર પુજારા, પ્રજ્ઞાન ઓઝા, રોહિત શર્મા, આજિંક્ય રહાણે અને ઉમેશ યાદવ.

ગ્રેડ 'સી'માં રવિન્દ્ર જાડેજા, અમિત મિશ્રા, વિનય કુમાર, મુનાફ પટેલ, અભિમન્યુ મિથુન, મુરલી વિજય, શિખર ધવન, રિદ્ધિમાન સાહા, પાર્થિવ પટેલ, મનોજ તિવારી, એસ બદ્રીનાથ, પીયૂષ ચાવલા, દિનેશ કાર્તિક, રાહુલ શર્મા, વરુણ આરોન, અભિનવ મુકુંદ, અશોક ડિંડા, યૂસુફ પઠાણ, પ્રવીણ કુમાર અને લક્ષ્મીપતિ બાલાજી.

English summary
The BCCI awarded off spinner R Ashwin Grade A contract for 2012-13 while veteran offspinner Harbhajan Singh has been demoted to Grade B.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X