• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આખરે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે કેમ વિલન બન્યું બીસીસીઆઇ

|

મુંબઇ, 19 ફેબ્રુઆરી: બીસીસીઆઇએ ટીમ ઇન્ડિયાના કેટલાંક ખેલાડીઓની એ માંગને ઠુકરાવી દીધી છે જેમાં ખેલાડીઓએ તેમની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સને વર્લ્ડકપ દરમિયાન હોટેલમાં સાથે રોકાવાની પરવાનગી માંગી હતી. પાકિસ્તાન પર જીત મેળવ્યા બાદ ઉત્સાહીત ટીમ ઇન્ડિયાના કેટલાંક ખેલાડીઓએ બીસીસીઆઇ પાસે એ વાતની પરવાનગી માગી હતી કે તેમની પત્ની તથા ગર્લફ્રેન્ડને તેમની સાથે હોટેલમા રોકાવાની પરવાનગી આપવામાં આવે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બીસીસીઆઇએ ખેલાડીઓનો આગ્રહ એવું કહીને ઠુકરાવી દેવામાં આવ્યો કે પહેલા ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને બતાવે ત્યાર બાદ જ તેમના આ આગ્રહ પર વિચાર કરવામાં આવશે. જોકે ખેલાડીઓની પત્નીઓ અને પ્રેમીકાઓ વિશ્વકપની મેચ જોવા માંગતી હોય તો તેઓ જોઇ શકે છે પરંતુ તેઓ ખેલાડીઓની સાથે હોટલમાં રોકાઇ શકે નહીં. બીસીસીઆઇએ જણાવ્યું કે અમને એ વાત સામે વાંધો નથી પરંતુ અમે એ નથી ઇચ્છતા કે ખેલાડીઓનું ધ્યાન ભટકે.

અત્રે નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રીકા જેવી ટીમોનો હવાલો આપતા જણાવ્યું હતું કે તેમને સુવિધા મળેલી છે તો અમને કેમ નહીં. પરંતુ બીસીસીઆઇએ તેમની એક વાત પણ સાંભળી નહીં. નોંધનીય છે કે ભારતની હવે પછીની મેચ રવિવારે દક્ષિણ આફ્રિકાની સામે જ છે. બીસીસીઆઇએ વિશ્વકપ શરૂ થતા પહેલા જ નિયમ લાગુ કર્યા હતા પરંતુ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ આ માગને ઉઠાવી હતી.

English summary
No Wife and No girlfriends during world cup 2015 till India books ticket to quarter-final, says BCCI.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X