For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક નજર આઇપીએલ-07ની Best moments પર

|
Google Oneindia Gujarati News

ગ્લેમર, વિવાદો અને ચોગ્ગા છગ્ગાની રમઝટથી ભરેલી આઇપીએલ-07 પૂર્ણ થઇ ગઇ છે. ફાઇનલ મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સે કિંગ્સ ઇલેવન પંજાબને ત્રણ વિકેટે વિજય અપાવીને ખિતાબ પોતાના નામે કરી લીધો છે. આઇપીએલ ઇતિહાસમાં આ પહેલીવાર બન્યુ છેકે કોઇ એક ટીમ બે વાર વિજયી થઇ છે તો યુસુફ પઠાણ એવો ખેલાડી બની ગયો છેકે જેને ત્રણ વખત આઇપીએલ ટ્રોફી ઉચકવાનું સૌભાગ્ય મળ્યું છે.

જો કે, આઇપીએલ 2014 દરમિયાન ઘણી બધી એવી ઘટનાઓ બની કે જે યાદગાર બની જાય તેવી હતી, જેમાં પોલાર્ડ અને રોયલ ચેલેન્જર્સની ટીમ વચ્ચે થયેલો વિવાદ પણ છે, પરંતુ આજે અમે અહી કેટલીક એવી યાદો લઇને આવ્યા છે જે નિર્વિવાદિત છે અને જે ઘણા લાંબા સમય સુધી ક્રિકેટ રસીકોના માનસપટલ પર રહેશે, તો ચાલો તસવીરો થકી આ યાદોને નિહાળીએ.

પ્રવિણ તાંબેની હેટ્રિક

પ્રવિણ તાંબેની હેટ્રિક

આઇપીએલ-7માં પ્રથમ હેટ્રિક રાજસ્થાન રોયલ્સના પ્રવિણ તાંબેએ નોંધાવી હતી. પ્રવિણ તાંબેએ કોલકતાના મનિષ પાંડે, યુસુફ પઠાણ અને રાયન ટેન ડોસોટેની વિકેટ લીધી હતી.

વિરેન્દ્ર સેહવાગની સદી

વિરેન્દ્ર સેહવાગની સદી

ખરાબ ફોર્મના કારણે ટીમ ઇન્ડિયામાંથી બહાર ચાલી રહેલા વિરેન્દ્ર સેહવાગે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે 58 બોલમાં 122 રન ફટકાર્યા હતા. આ મેચ જીતતાની સાથે જ કિંગ્સ ઇલેવન પંજાબ ફાઇનલમાં પહોંચી ગયું હતું.

યુસુફ પઠાણની વિસ્ફોટક ઇનિંગ

યુસુફ પઠાણની વિસ્ફોટક ઇનિંગ

સનરાઇઝર્સ હૈદરબાદ સામે યુસુફ પઠાણે માત્ર 22 બોલમાં 72 રન ફટકારીને કોલકતાને વિજયી બનાવ્યું હતું અને પોઇન્ટ ટેબલમાં કોલકતા નાઇટ રાઇડર્સને બીજા ક્રમાંકે લાવી દીધું હતું. આ મેચમાં પઠાણે સાત છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા.

17 બોલમાં 65 રની ભાગીદારી

17 બોલમાં 65 રની ભાગીદારી

સ્ટીવન સ્મિથ અને જેમ્સ ફોકનરની 17 બોલમાં 65 રનની ભાગીદારીથી રાજસ્થાન રોયલ્સનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પાંચ વિકેટથી વિજય થયો હતો. સ્મિથે 48 અને ફોકનરે 41 રન ફટકાર્યા હતા. તેઓ જ્યારે રમવા આવ્યા ત્યારે 14 ઓવરમાં રાજસ્થાને 106માં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ બાદમાં તેમણે શાનદાર બેટિંગ કરીને રાજસ્થાનને વિજયી બનાવ્યું હતું.

કેકેઆરનું કમબેક

કેકેઆરનું કમબેક

વિદેશમાં જ્યારે આઇપીએલ રમાઇ રહી હતી ત્યારે કોલકતા નાઇટ રાઇડર્સનું પ્રદર્શન કંગાળ હતું પરંતુ જેવી આઇપીએલ ભારત પહોંચી કે કોલકતા નાઇટ રાઇડર્સે શાનદાર કમબેક કર્યું હતું અને અંતમાં તે બીજીવાર આઇપીએલ ટ્રોફી જીતનારી ટીમ બની ગઇ હતી.

આઇપીએલ-7ની પ્રથમ સદી

આઇપીએલ-7ની પ્રથમ સદી

કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમી રહેલા લેન્ડલ સિમોન્સે 61 બોલમાં 100 રન ફટકાર્યા હતા. આઇપીએલ 7ની આ પહેલી સદી હતી.

ક્રિસ લાયને કર્યો શાનદાર કેચ

ક્રિસ લાયને કર્યો શાનદાર કેચ

કોલકતા નાઇટ રાઇડર્સના ક્રિસ લાયને 31 બોલમાં 45 રનની શાનદાર ઇનિંગ રમી હતી તેમજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના એબીડી વિલિયર્સનો અંતિમ ઓવરમાં જે કેચ પકડ્યો હતો તે આઇપીએલમાં કાયમ માટે યાદગાર બની ગયો છે. આ મેચમાં કોકલતાનો બે રનથી વિજય થયો હતો.

મેક્સવેલનો પાવર

મેક્સવેલનો પાવર

ઓસ્ટ્રેલિયાના ઓલ રાઉન્ડર ખેલાડી મેક્સવેલના શાનદાર પ્રદર્શનની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબ આઇપીએલ પોઇન્ટ ટેબલ પર પહેલા ક્રમાંકે પહોંચી ગઇ હતી. મેક્સવેલે પોતાની પ્રથમ ત્રણ મેચોમાં 95,89 અને 95ની શાનદાર ઇનિંગ રમી હતી.

પોલાર્ડનો શાનદાર કેચ

પોલાર્ડનો શાનદાર કેચ

કિરોન પોલાર્ડે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ માટે કેવોન કૂપરનો શાનદાર કેચ પકડ્યો હતો, જે ક્રિકેટ ઇતિહાસનો ગ્રેટેસ્ટ કેચ બની ગયો હતો.

રિદ્ધમાન સાહાની સદી

રિદ્ધમાન સાહાની સદી

રિદ્ધિમાન સાહાએ આઇપીએલ 7ની ફાઇનલ મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ સામે 49 બોલમાં સદી ફટકારી હતી, તે એકમાત્ર ખેલાડી બની ગયો હતો કે જેણે આઇપીએલની ફાઇનલમાં સદી ફટકારી હોય. જો કે આ મેચમાં પંજાબનો કોલકતા સામે પરાજય થયો હતો. પરંતુ સાહાની ઇનિંગ યાદગાર બની ગઇ.

એન્ડરસનની 95 રનની ઇનિંગ

એન્ડરસનની 95 રનની ઇનિંગ

પ્લે ઓફ માટે ક્વોલિફાય થવા મુંબઇ ઇન્ડિયન્સે માત્ર 14.3 ઓવરમાં 190 રન ફટકાર્યા હતા, જેમાં એન્ડરસને 44 બોલમાં 95 અને 10 બોલમાં 30 રન બનાવ્યા હતા. જેની મદદથી મુંબઇ ઇન્ડિયન્સનો પાંચ વિકેટે વિજય થયો હતો.

ચેમ્પિયન ઉથપ્પા

ચેમ્પિયન ઉથપ્પા

કિંગ્સ ઇલેવન પંજાબના ગ્લેન મેક્સવેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ કોલકતા નાઇટ રાઇડર્સના રોબિન ઉથપ્પાએ પણ અદભૂત પ્રદર્શન કરી આઇપીએલ-7માં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી તરીકેનું સ્થાન મેક્સવેલ પાસેથી આંચકી લીધું હતું.

ચોગ્ગાઓની સંખ્યાની મદદથી રાજસ્થાન વિજયી

ચોગ્ગાઓની સંખ્યાની મદદથી રાજસ્થાન વિજયી

શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં અજિંક્ય રહાણેએ 52 બોલમાં 72 રન બનાવી રાજસ્થાનને 152 સુધી પહોંચાડ્યું હતું. જેના જવાબમાં કોલકતા નાઇટ રાઇડર્સે પણ 152 રન બનાવ્યા હતા. સુપર ઓવરમાં પણ આ મેચનું પરિણામ આવ્યું નહોતું અને અંતમાં જે ટીમ દ્વારા સૌથી વધારે ચોગ્ગા ફટકારવામાં આવ્યા હતા તે ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સનો વિજય થયો હતો.

મનિષ પાંડેની 94 રનની ઇનિંગ

મનિષ પાંડેની 94 રનની ઇનિંગ

આઇપીએલ 7ની ફાઇનલ મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સે કિંગ્સ ઇલેવન પંજાબ સામે ત્રણ વિકેટથી વિજય મેળવ્યો હતો. આ મેચમાં મનિષ પાંડેએ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 50 બોલમાં 94 રન બનાવ્યા હતા.

English summary
Here is the list of Best moments of IPL-07
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X