For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્લ્ડ ટૂર ફિનાલે: ભૂપતિ-બોપન્નાનો ફાઇનલમાં પ્રવેશ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

bhupathi-bopanna
લંડન, 12 નવેમ્બર: મહેશ ભૂપતિ અને રોહન બોપન્નાએ રવિવારે લિયાન્ડર પેસ અને રાદેક સ્ટેપનેકને સુપર ટાઇબ્રેકરમાં હરાવી એટીપી વર્લ્ડ ટૂર ટેનિસ ફિનાલેના યુગલના ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. પાંચમુ સ્થાન મેળવનાર ભારતની આ જોડીએ પ્વાઇટ પણ બચાવ્યો હતો. તેમને ભારતીય પેસ અને ચેક ગણરાજ્યના તેમના જોડીદાર સ્ટેપનેકને 4-6, 6-1, 12-10, થી હરાવ્યા હતા.

આ પ્રમાણે તેમને ગત મહિને શંધાઇ માસ્ટર્સની હારનો બદલો પણ લીધો હતો. પેસ અને સ્ટેપનેકની જોડી એકમાત્ર એવી ટીમ છે જે સેમીફાઇનલ સુધી નિરંતર અજય રહી છે. તે ગ્રુપ એ માં ત્રણ મેચ જીતીને ટોચ પર રહી હતી. મહેશ ભૂપતિ અને રોહન બોપન્ના પ્રથમવાર આ ટૂર્નામેન્ટમાં રમી રહ્યાં છે. આ બંને પાસે આ વર્ષની અંતિમ ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચવાની તક છે.

1977માં વિજય અમૃતરાજ ભારત તરફથી આ ચેમ્પિયનશિપ જીત્યા હતા. ભારતીય જોડી ફાઇનલમાં ઇગ્લેંડના જોનાથન ર્મે અને ડેનમાર્કના ફ્રેડરિક નીલસન તથા માર્સેલ ગ્રનોલર્સ અને માર્ક લોપેજની સ્પેનિશ જોડી વચ્ચે રમાવનાર બીજી સેમીફાઇનલના વિજેતા સામે ટકરાશે.

English summary
Bhupathi and Bopanna saved a match point to breeze into the title clash of the ATP World Tour finale on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X