For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીલંકાને હરાવીને ભારત ફાઇનલમાં

|
Google Oneindia Gujarati News

પોર્ટ ઓફ સ્પેન, 10 જુલાઇઃ મેન ઓફ ધ મેચ ભુવનેશ્વર કુમારની ઘાતક બોલિંગના જોરે ભારતે ટ્રાઇ સિરિઝની અંતિમ લીગ મેચમાં શ્રીલંકાને 81 રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. ભારતે આ મેચ બોનસ પોઇન્ટ સાથે જીતી, જેના કારણે ટૂર્નામેન્ટની ત્રીજી ટીમ વેસ્ટ ઇન્ડિઝ ફાઇનલની રેસમાંથી બહાર નીકળી ગઇ છે. ફાઇનલ મેચ હવે ગુરુવારે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે.

લીગ મેચોમાં શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ મળેલી જીતથી કુલ એક-એક બોનસ પોઇન્ટની મદદથી કુલ 10 અંક મેળવીને ભારત ટોપ પર આવી ગયું છે. શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ નવ-નવ અંક પર રહ્યાં પરંતુ શ્રીલંકાનું નેટ રનરેટ વેસ્ટ ઇન્ડિઝ કરતા સારું હોવાના કારણે તે ફાઇનલમાં પહોંચી ગયું છે. મેચ જીત્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું છે કે, મને મારી ટીમ પર ગર્વ છે. બે હાર બાદ સતત બે મેચમાં વિજય મેળવીને શ્રેણીમાં પુનરાગમન કરવાથી ટીમના જુસ્સાની ખબર પડી જાય છે. તેણે વધુમાં કહ્યું કે, જ્યારે શ્રેણીમાં ત્રણ સારી ટીમ રમી રહી હોય છે ત્યારે કંઇપણ થઇ શકે છે. તો ચાલો આ મેચ સાથે જોડાયેલી વધુ બાબતો પર તસવીરો થકી પ્રકાશ નાંખીએ.

ડકવર્થ લુઇસના નિયમથી જીત

ડકવર્થ લુઇસના નિયમથી જીત

વરસાદના કારણે ડકવર્થ લુઇસના નિયમથી જીત માટે 26 ઓવરમાં મળેલા 178 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 24.4 ઓવરમાં માત્ર 96 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ. ભારત માટે ભુવનેશ્વર કુમારે સૌથી વધારે 4 વિકેટ, જ્યારે જાડેજા અને ઇશાંત શર્માએ 2-2 વિકેટ મેળવ્યા હતા.

શ્રીલંકાના બેટ્સમેનો થયા નિષ્ફળ

શ્રીલંકાના બેટ્સમેનો થયા નિષ્ફળ

શ્રીલંકાનો એક પણ બેટ્સમેન પીચ પર લાંબો સમય સુધી રોકાઇ શક્યો નહીં. શ્રીલંકા તરફથી દિનેશ ચાંદીમલે સૌથી વધારે 26 રન બનાવ્યા, જ્યારે અન્ય બેટ્સમેનની વાત કરવામાં આવે તો થરંગા 6, સંગાકારા 0, જયવર્ધને 11, થિરિમાને 0, મેથ્યુઝ 10, હેરાથ 4, દિલહારા 6 અને મલિંગા 10 રન બનાવી આઉટ થયા હતા.

મેચ 4 કલાક માટે સ્થિગત

મેચ 4 કલાક માટે સ્થિગત

આ પહેલા ટોસ હારીને ટીમ ઇન્ડિયા પ્રથમ બેટિંગ કરવા માટે આવી હતી. ટીમ ઇન્ડિયાએ હજુ 29 ઓવર રમી હતી ત્યાંજ વરસાદ આવતા મેચ 4 કલાક માટે સ્થિગત કરી દેવામાં આવી હતી.

 26 ઓવરમાં 178 રનનો લક્ષ્યાંક

26 ઓવરમાં 178 રનનો લક્ષ્યાંક

વરસાદના કારણે બરબાદ થયેલા સમયના લીધે ભારતની ઇનિંગ સમાપ્ત કરી દેવામાં આવી અને શ્રીલંકાને 26 ઓવરમાં 178 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો.

શ્રીલંકાને રોકવાનું હતું 177 રન પર

શ્રીલંકાને રોકવાનું હતું 177 રન પર

ભારતે ફાઇનલમાં પહોંચવા માટે શ્રીલંકાને 177 રન પર રોકવાનું હતું. જેના જવાબમાં ભારતે શાનદાર રીતે શ્રીલંકાને 96 રનમાં જ ઓલઆઉટ કરી દીધું હતું.

ભારતીય બેટિંગની વાત

ભારતીય બેટિંગની વાત

ભારતીય બેટિંગની વાત કરવામાં આવે તો શિખર ધવન 15, કોહલી 31 અને દિનેશ કાર્તિકે 12 રન બનાવ્યા હતા.

રોહિત શર્માના 48 રન

રોહિત શર્માના 48 રન

રોહિત શર્મા 48 અને સુરેશ રૈના 4 રન સાથે અણનમ રહ્યાં હતા. શ્રીલંકા તરફથી હેરાથે બે અને મેથ્યુઝે એક વિકેટ ઝડપી હતી.

English summary
Bhuvneshwar carries India to final. India 119 for 3 (Rohit 48) beat Sri Lanka 96 (Bhuvneshwar 4,8) by 81 runs (D/L method)
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X