For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેરીકોમના આંસુ, નોર્થ ઇસ્ટ સાથેના ભેદભાવની કહાની

|
Google Oneindia Gujarati News

દેશની આન બાન અને શાન સમાન મેરીકોમ જીવનના એ પડાવ પર છે, જ્યાં તેને કોઇ ઓળખની જરૂર નથી. પરંતુ દેશના લાખો લોકોના આદર્શ સમાન મેરીકોમ આજે પણ પક્ષપાત અને નજરઅંદાજ થવાનો ડંખ સહન કરી રહી છે. તેવી તેની વ્યથા છે.

જી હા, આ વાત થોડી તો આપ પણ પ્રિયંકા ચોપરા અભિનીત ફિલ્મ મેરીકોમમાં જોઇ જ ચૂક્યા હશો. વેલ સમાચારોમાં પણ સમયાંતરે નોર્થઇસ્ટના લોકોને અન્યાય થવાની વાત અને તેમની સાથે ગેરવર્તણુંકના અનેક કિસ્સા વાંચવામાં આવે છે.

પણ જ્યારે દેશના ગૌરવ સમાન મેરીકોમ કોઇ ઇવેન્ટમાં રડી પડે તે માત્ર ત્યાં ઉપસ્થિત લોકો માટે જ નહીં પરંતુ દરેક માટે શરમજનક વાત છે. આખરે શા માટે મેરીકોમની આંખ છલકાઇ આવો જાણીએ નીચેની સ્લાઇડર દ્વારા.......

મેરીકોમની આંખમાં આંસુ

મેરીકોમની આંખમાં આંસુ

ખેદની વાત છેકે ગુરૂવારે એક ઇવેન્ટ દરમ્યાન મેરીકોમની આંખોના આંસુ મણીપુરી લોકો સાથે પક્ષપાત થતો હોવાની વાતની ચાડી ખાઇ ગયા.

દુખ: નોર્થઇસ્ટના લોકોને કેટલાક લોકો ભારતીય નથી માનતા

દુખ: નોર્થઇસ્ટના લોકોને કેટલાક લોકો ભારતીય નથી માનતા

મેરીકોમના આંસુએ ફરી એકવખત સવાલ ઉભો કરી દીધો છેકે આખરે કેમ કેટલાક લોકો નોર્થઇસ્ટના લોકોને ભારતીય નથી માનતા. અને જાણે અજાણે ભેદભાવ કરી બેસે છે.

હંમેશા મણીપુરી હોવાની સજા મળે છે

હંમેશા મણીપુરી હોવાની સજા મળે છે

ઓલમ્પીક કાંસ્ય પદક વિજેતા MC મેરીકોમે રડતા રડતા ભારતીય સિલેક્શન કમિટી પર બોક્સીંગ પસંદગી અને ટ્રાયલ્સ દરમ્યાન પ્રદેશ આધારિત ભેદભાવ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. મેરીકોમે કહ્યું કે મારી સાથે આ હંમેશાથી થતુ આવ્યું છે. અને આજે પણ થઇ રહ્યું છે. કેટલાક રેફરી અને જજ મારો પક્ષ એટલા માટે નથી લેતા કારણ કે હું મણીપુરી છું.

2014માં સિલેક્શન નહીં

2014માં સિલેક્શન નહીં

મહત્વપૂર્ણ છે કે લંડન ઓલમ્પીક પદક વિજેતા મેરીકોમની વર્ષ 2014માં કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદગી ન હોતી કરવામાં આવી. તેની જગ્યાએ હરિયાણાની પીંકી ઝાંગડાની પસંદગી કરવામાં આવી હતી.મેરીકોમે કહ્યું કે કેટલાક પસંદગીકર્તા અને રેફરી જાણી જોઇને પીંકી ઝાંગડાને આગળ કરી રહ્યાં છે.

જજોએ કર્યો હતો પક્ષપાત

મહત્વપૂર્ણ છેકે હરીયાણાની પીંકીએ કોમનવેલ્થ ગેમ્સ પહેલા 51 કિગ્રા વર્ગના ટ્રાયલ્સમાં મેરીકોમને હરાવી હતી. પરંતુ મણીપુરી બોક્સર મેરીકોમનો આક્ષેપ છેકે ત્યાં પણ જજોએ પક્ષપાત કર્યો હતો.

English summary
Five-time World Amateur Boxing champion and Olympic bronze medallist MC Mary Kom broke down during a public event in Mumbai on Thursday, alleging regional bias against her during boxing selections and trials.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X