• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પર્થની આ સદીએ બદલી નાંખી હતી સચિનની કારકિર્દી

|

મુંબઇ, 24 જુલાઇઃ આપણા માટે ગોડ ઓફ ક્રિકેટ ગણાતા સચિન તેંડુલકરની દરેક સદી ખાસ હોય છે, પરંતુ સચિન તેંડુલકરે જણાવ્યું છેકે તેમના માટે કઇ સદી ખાસ છે અને તેના કારણે તેમની કારકિર્દી બદલાઇ ગઇ. સચિને કહ્યું કે, 1992માં પર્થ ખાતે બાઉન્સી વાકા ટ્રેકમાં ઓસ્ટ્રેલિયાની વેધક બોલિંગ સામે ફટકારેલી સદી(114 રન)એ તેમની કારકિર્દીમાં વણાંક લાવી દીધો અને તેમનામાં આત્મવિશ્વાસ વધ્યો.

એક શાળાના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતી વેળા સચિને કહ્યું કે, 1992માં એક ઇનિંગે મારી કારકિર્દી બદલી નાંખી અથવા તો મારી કારકિર્દીને નવો શેપ આપ્યો. પર્થની પીચ એ સમયે ફાસ્ટેસ્ટ વિકેટ માટે જાણીતી હતી, અને એ પીચ પર ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર્સને હેન્ડલ કરવા મુશ્કેલ હતા. ત્યારે હું 19 વર્ષનો હતો અને હું 100 રન બનાવી શક્યો હતો.

આ પણ વાંચોઃ- ટીકાકારો અને મજાક ઉડાડનારાઓને ઇશાંતનો જડબાતોડ જવાબ

આ પણ વાંચોઃ- શારાપોવાની કોમેન્ટ પર સચિને આપ્યો આવો જવાબ

તેમણે કહ્યું કે, આ પહેલામે બે સદી સિડનીમાં ફટકારી હતી, પરંતુ તે બન્ને અલગ પ્રકારની પીચ હતી. હું જાણતો હતો કે પર્થની વિકેટ એવી હતી કે તેના જેવી પીચ પર હું વિશ્વમાં ક્યાંય રમ્યો નહોતો. જો હું પર્થમાં બેટિંગ કરી શકું અને રન બનાવી શકું તો શક્યતા હતી કે હું વિશ્વની કોઇપણ ફાસ્ટ અને બાઉન્સી વિકેટ પર સ્કોર બનાવી શકીશ.

આ પણ વાંચોઃ- લોર્ડ્સ ટેસ્ટ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ સિદ્ધિ

આ પણ વાંચોઃ- લોર્ડ્સના 5 દિવસમાં વિશ્વ ક્રિકેટે જોયા ટીમ ઇન્ડિયાના પાંચ રત્નો

તેમણે ઉમેર્યું કે, મારી કારકિર્દી માત્ર શરૂ થઇ હતી. ત્યારબાદ મે ઘણા વર્ષો સુધી સારું પ્રદર્શન કર્યું પરંતુ ખરા અર્થમાં પર્થ ઇનિંગે મને વેગ આપ્યો કારણ કે એ મેચ બાદ હું અનુભવવા લાગ્યો હતો કે હું વિશ્વના દરેક ટ્રેક માટે રેડી છું. એનો અર્થ એ નથી કે હું ઓવર કોન્ફિડેન્ટ થઇ ગયો પરંતુ હું એક આત્મવિશ્વાસથી સભર ક્રિકેટર બની ગયો કે મારી સામે જે પડકાર આવશે તેનો હું સામનો કરી શકીશ.

એક વિદ્યાર્થીના પ્રશ્નનો આપ્યો હતો જવાબ

એક વિદ્યાર્થીના પ્રશ્નનો આપ્યો હતો જવાબ

કેસ્પરસ્કાય કિડ્સ અવેરનેસ પ્રોગ્રામમાં સચિને નોર્થ વેસ્ટર્ન મલાડ ખાતે રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો સાથે સારો સમય ગાળ્યો હતો. સચિને આ વાત ત્યારે કરી હતી, જ્યારે પૂછ્યું કે 24 વર્ષની કારકિર્દીમાં તમે 100 સદી જેમાં 49 વનડે સદી અને 51 ટેસ્ટ સદી ફટકારી છે, તેમાંથી કઇ સદીને તમે બેસ્ટ સદી કહો છો.

પિતાને ક્રિકેટમાં નહોતો રસ

પિતાને ક્રિકેટમાં નહોતો રસ

સચિને પોતાના અંગત જીવન અને ક્રિકેટ અંગે વાત કરતા જણાવ્યું હતું કે તેમના પિતાને ક્રિકેટમાં જરા પણ રસ નહોતો, પરંતુ જ્યારે મે ક્રિકેટને મારી કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું ત્યારથી તેઓ મને સપોર્ટ કરવા લાગ્યા અને ક્રિકેટમાં રસ પણ દાખવ્યો.

માતાએ ઘણી મદદ કરી

માતાએ ઘણી મદદ કરી

મારા કેસમાં મારા પિતા એ વાત માનવા તૈયાર નહોતા કે મારે ક્રિકેટ રમવું જોઇએ. તેમ છતાં તેમણે મારી જાતને વ્યક્ત કરવાની પૂરી છૂટ આપી હતી. જ્યારે મને ક્રિકેટમાં રસ છે એ વાતની મારા માતાને ખબર પડી તો તેમણે મને ઘણી મદદ કરી હતી. મારા પુત્ર સાથે પણ તેવું જ છે. અર્જૂન ક્રિકેટને માણી રહ્યો છે, આ પહેલા તેને ફૂટબોલ અને પછી ચેસમાં રસ હતો, હવે તેને ક્રિકેટમાં રસ વધારે છે.

અર્જૂનને તેના જીવનમાં જે બનવું હોય તેની છૂટ

અર્જૂનને તેના જીવનમાં જે બનવું હોય તેની છૂટ

મે તેને કહ્યું છેકે તારે તારા જીવનમાં જે બનવું હોય તે બની શકે છે, પરંતુ તેને લઇને તું પ્રામાણિક અને નિષ્ઠાવાન રહેજે. તું જીવનમાં જે બનવા માગીશ તેમાં હું તને મદદ કરીશ અને તને ગાઇડ કરીશ. મારી પુત્રીની વાત કરું તો તે તેની માતા જેવી બનવા માગે છે. તે ડોક્ટર અથવા તો મેડિકલ સાથે જોડાવા માગે છે અને તેને પૂરતો સપોર્ટ છે.

English summary
Once again terming it his best Test ton, batting legend Sachin Tendulkar today said his career took flight following the knock of 114 on a bouncy WACA track in 1992, adding that the innings against a hostile Australian attack in Perth gave him immense confidence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more