For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાન રોયલ્સની ઘરેલું મેદાન પર 10મી જીત

|
Google Oneindia Gujarati News

જયપુર, 26 સપ્ટેમ્બરઃ ટી20 ચેમ્પિયન્સ લીગના એક મુકાબલામાં કાલે રાજસ્થાન રોયલ્સે હાઇવેલ્ડ લાયન્સને 30 રને હરાવ્યું. આ સાથે જ રાજસ્થાનની ટીમનો જીતનો ક્રમ યથાવત રહ્યો. લીગમાં રમાયેલા બન્ને મુકાબલા અને આઇપીએલની આઠ મેચોમાં પણ ઘરેલુ મેદાન પર રાજસ્થાન રોયલ્સે જીતનો ક્રમ જાળવી રાખ્યો છે.

રાજસ્થાને પહેલી બેટિંગ કરતા 183 રન બનાવ્યા અને ત્યારબાદ હાઇવેલ્ડ લાયન્સની ટીમને 153 રન સુધી જ સીમિત રાખી. રોયલ્સના સુકાની રાહુલ દ્રવિડે ઓપનિંગ બેટિંગ કરતા 30 બોલમાં 31 રનની શાનદાર ઇનિંગ રમી. દ્રવિડે પાંચ ચોગ્ગા ફટકાર્યા. બ્રેડ હોજે અણનમ 46 રન સાથે રોયલ્સ માટે સર્વાધિક રનનું યોગદાન આપનાર ખેલાડી બન્યો. હોજે 23 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા.

rahul-dravid-champions-league
આ ઉપરાંત શેન વોટ્સન(33) અને સ્ટૂઅર્ટ બિન્ની(38)એ મહત્વપૂર્ણ ઇનિંગ રમી. વોટ્સને ચાર ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા જ્યારે બિન્નીએ પાંચ ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો. લાયન્સ માટે ડ્વેન પ્રિટોરિયસ અને લોનવાબો સોતસોબેએ બે-બે વિકેટ હાંસલ કરી.

બન્ને ટીમની આ બીજી મેચ છે. રોયલ્સે આ પહેલા આઇપીએલ ચેમ્પિયન્સ મુંબઇ ઇન્ડિયન્સને હરાવ્યું હતું, જ્યારે લાયન્સને પોતાની પહેલી મેચમાં પર્ત સ્કાચર્સ સાથે બે-બે અંક ભાગીદારીમાં વેચવા પડ્યા હતા. આ મેચ વરસાદના કારણે રમાઇ શકી નહોતી.

English summary
Rajasthan Royals extended their winning streak to 10 at the Sawai Mansingh Stadium on Wednesday night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X