• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સેહવાગની આંધીના અંતના એઘાણઃ ચેમ્પિયન્સ ટ્રોફીમાં 'No entry'

By Super
|

મુંબઇ, 6 એપ્રિલઃ ઓલ ઇન્ડિયા સીનિયર સિલેક્શન કમિટીએ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2013 માટે 30 સંભવિત ખેલાડીઓની ઘોષણા કરી દીધી છે. જેમાં વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ, ટર્બનેટર હરભજન સિંહ અને ઝહીર ખાનનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેના પરથી એવું લાગી રહ્યું છે કે, વિરેન્દ્ર સેહવાગ અને હરભજન સિંહની ક્રિકેટ કારકિર્દીનો અંત નજીક આવી ગયો છે.

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ઇંગ્લેન્ડમાં 6 જૂનથી 23 જૂન સુધી રમાવાની છે. 30 સંભવિત ખેલાડીઓમાં ઉન્મુક્ત ચંદ, પરવેજ રસુલનું નામ સામેલ કરવામાં આવ્યું છે. આ બન્ને ઉપરાંત સંભવિત ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. ટૂર્નામેન્ટ શરૂ કરતા પહેલા સંભવિત 30માંથી 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે.

સંભવિત ટીમ આ પ્રકારે છેઃ

મુરલી વિજય, શિખર ઘવન, ગૌતમ ગંભીર, ઉન્મુક્ત ચંદ, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, સુરેશ રૈના, રોહિત શર્મા, મનોજ તિવારી, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, કેદાર જાધવ, એમ એસ ધોની, રિદ્ધિમાન સાહા, દિનેશ કાર્તિક, આર અશ્વિન, અમિત મિશ્રા, રવિન્દ્ર જાડેજા, જલજ સક્સેના, પરવેજ રસૂલ, ઇશાંત શર્મા, ભુવનેશ્વર કુમાર, અશોક ડિંડા, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, ઇરફાન પઠાણ, વિનય કુમાર, પ્રવિણ કુમાર, આઇસી પાન્ડે, સિદ્ધાર્થ કૌલ.

English summary
Opening batsman Virender Sehwag and spinners Harbhajan Singh do not figure in the list of 30 probables announced for the ICC Champions Trophy to be played in England from June 6 to 23.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X