For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિરાટ-શિખરના ચોગ્ગાથી ચિંતિત ધોની!

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની નાગપુરમાં ઓસ્ટ્રેલિયન ટીમ વિરુદ્ધ મળેલી જીતથી ખુશ છે, પરંતુ આ સાથે જ તેમની ચિંત વધી ગઇ છે. આ ચિંતાનું કારણ આટલા મોટા લક્ષ્યનો પીછો કરતા વધુ રન બાઉન્ડ્રીથી બનાવવાનું છે. ધોનીએ માન્યું કે, લાંબા સમયમાં ક્રિકેટ માટે તે સારું નથી. નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી શ્રેણીની છઠ્ઠી મેચમાં ભારતને 351 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે ભારતે ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી વિરાટ કોહલીએ અને શિખર ધવને વિસ્ફોટક બેટિંગ કરી હતી અને શાનદાર સદી ફટકારી ટીમના વિજયમાં મહત્વનો ફાળો આપ્યો હતો.

આ દરમિયાન વિરાટ કોહલીએ વિસ્ફોટક બેટિંગ કરી હતી. વિરાટ કોહલીએ 66 બોલમાં 18 ચોગ્ગાની મદદથી 115 રન બનાવ્યા હતા, જ્યારે શિખર ધવને 100 રનની ઇનિંગમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ રોહિત શર્માએ 79 રન બનાવ્યા હતા અને આ દરમિયાન તેના બેટમાંથી 7 ચોગ્ગા લાગ્યા હતા. આ પહેલા ટીમ ઇન્ડિયાએ જયપુરમાં બીજી વનડેમાં 360 રનનું લક્ષ્ય 44 ઓવરમાં જ હાંસલ કરી લીધું હતું. મેચ જીત્યા બાદ ધોનીએ શું-શું કહ્યું તે વાંચવા માટે તસવીરો પર ક્લીક કરો.

સાત કલાક માત્ર ચોગ્ગા-છગ્ગા જોવા મળ્યા

સાત કલાક માત્ર ચોગ્ગા-છગ્ગા જોવા મળ્યા

ધોનીએ મેચ બાદ કહ્યું કે, નિયમોમાં બદલાવ બાદ બોલર્સ વિરુદ્ધ અનેક રન બની રહ્યાં છે. એક ખેલાડી અંદર હોય છે, જેનાથી બેટ્સમેનોને રન બનાવવા સહેલા થઇ જાય છે. એવું લાગે છે 350 રન પહેલાના 280, 290 અથવા તો 300 જેવા થઇ ગયા છે. ઝડપી બોલર પણ થર્ડ મેન અને ફાઇન લેગને અંદર રાખીને બોલિંગ કરી રહ્યાં છે. મને નથી સમજાતું કે રમત કઇ દિશામાં જઇ રહી છે. તેનાથી મનોરંજન થઇ રહ્યું છે, પરંતુ જો અમે આ રીતે લક્ષ્યને હાંસલ કરીશું તો લાંબા સમયમાં આ રમતના સ્વાસ્થ્ય માટે સારું નહીં રહે. અમે આજે સાત કલાક સુધી માત્ર ચોગ્ગા અને છગ્ગા જ જોવા મળ્યા.

વિરાટ, શિખર અને રોહિત ત્રણેયને જીતનો શ્રેય

વિરાટ, શિખર અને રોહિત ત્રણેયને જીતનો શ્રેય

લક્ષ્યનો પીછો કરવા અંગે રણનીતિ અંગે પૂછવામાં આવતા ધોનીએ કહ્યું કે, અમે 30 ઓવરના અંતરાલને પહેલા પસંદ કર્યું અને એ આધારે રણનીતિ બનાવી. અમે આ યોજના બનાવી કે જો અમે 30 ઓવરમાં 180 રન બનાવી લઇએ છીએ તો પછીની 20 ઓવરમાં બાકીના રન બનાવી શકીશુ, કારણ કે તેમાં પાવર પ્લે પણ હોય છે. ધોનીએ જીતને શ્રેય કોહલી ઉપરાંત ધવન અને રોહિત શર્માને આપ્યો, જેમણે પહેલી વિકેટ માટે 178 રનની રેકોર્ડ ભાગીદારી કરીને ભારતને શાનદાર શરૂઆત આપી.

વિરાટે અન્ય બેટ્સમેનોનું દબાણ ઓછું કર્યુ

વિરાટે અન્ય બેટ્સમેનોનું દબાણ ઓછું કર્યુ

ભારતીય સુકાનીએ કહ્યું કે મને લાગે છે કે, શિખર અને રોહિતે શાનદાર બેટિંગ કરી, શિખરે સદી બનાવી પરંતુ રોહિતને પરેશાની થઇ રહી હતી અને તે ગેપ શોધી શકતો નહોતો, પરંતુ તે દબાણને સહન કરવામાં સફળ રહ્યો અને તેણે સારી ઇનિંગ રમી. વિરાટ કોહલીએ ફરી એકવાર શાનદાર ઇનિંગ રમી. બોલ જૂનો થઇ ગયો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયનની બોલિંગ ઘણી સારી છે અને તેણે તેના પર વળતો પ્રહાર કર્યો. તેણે બેટિંગને સહેલી કરી નાંખી. તેણે જે રીતે બાકીના બેટ્સમેન પરનું દબાણ હટાવ્યું તે શાનદાર હતું.

બેંગ્લોરમાં પણ થશે રનનો વરસાદ

બેંગ્લોરમાં પણ થશે રનનો વરસાદ

શ્રેણીની સાતમી અને નિર્ણાયક મેચ બે નવેમ્બરે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે અને ધોનીએ કહ્યું કે, ફરી એકવાર મોટા સ્કોરની આશા રાખી શકાય છે. તેમણે કહ્યું કે, બેંગ્લોર મોટા સ્કોરની મેચ માટે જાણીતું છે. ત્યાં ટી-20 મેચોમાં 180ની આસપાસ રન બને છે તેથી કહીં શકાય નહીં કે ત્યાં લક્ષ્ય આપવામાં કે હાંસલ કરવામાં કેટલા રન જરૂરી નીવડશે.

શિખર અને રોહિતે ઓછું કર્યું દબાણ

શિખર અને રોહિતે ઓછું કર્યું દબાણ

મેન ઓફ ધ મેચ રહેલા કોહલીએ કહ્યું કે, રોહિત અને શિખરે સારી શરૂઆત કરીને દબાણ ઘણું ઓછું કરી નાંખ્યું હતું, કોહલીએ કહ્યું કે, મને લાગે છે કે અમારી આ રણનીતિ હતી, રોહિત અને શિખરે અમને સારુ સ્ટેજ આપ્યું. શિખરની માસપેશિઓમાં ખેંચ આવી ગઇ હતી અને એ મહત્વનું હતું કે અમારા બન્નેમાંથી કોઇ એક અંત સુધી રહે. મે શરૂઆતમાં કેટલાક જોખમ ઉઠાવ્યા અને હું સફળ રહ્યો. મે વિચાર્યું કે મારે શિખરને અંત સુધી બેટિંગ કરવા દેવી જોઇએ, પરંતુ તે આઉટ થતાં મે વિચાર્યું કે હવે મારે મેચ પૂર્ણ કરવી પડશે.

English summary
Indian skipper MS Dhoni said that chasing such big scores isn't good for the health of cricket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X