For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદ ટેસ્ટ: પુજારા અને મુરલીએ તોડ્યો 65 વર્ષનો રેકોર્ડ

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદ, 4 માર્ચ: ભારતીય રન મશિન ચેતેશ્વર પુજારા અને મુરલી વિજયે સોમવારે બીજી વિકેટ માટે 370 રનની અતૂટ ભાગીદારી કરી ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર સર ડોન બ્રેડમેન અને સિડની બર્ન્સના 65 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્યો.

પુજારા અને વિજયની ભાગીદારી ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બીજી વિકેટ માટે નવો રેકોર્ડ છે. આ પહેલા બ્રેડમેન અને બર્ન્સે જાન્યુઆરી 1948માં એડિલેડમાં 236 રનની ભાગીદારી કરી હતી.

cheteshwar pujara
ભારત તરફથી ઓસ્ટ્રેલિયાની સામે બીજા વિકેટ માટે આ પહેલા રેકોર્ડ સુનિલ ગાવસ્કર અને મોહિન્દર અમરનાથના નામે હતો. જેમણે 1986માં સિડનીમાં 224 રન બનાવ્યા હતા.

વિજય અને પુજારાની 370 રનોની ભાગીદારી સાથે જ ઓસ્ટ્રેલિયાની સામે 300 અથવા તેનાથી વધારે રનોની ભાગીદારી કરનારી પાંચમી ભારતીય જોડી બની ગઇ છે. જોકે મુરલી વિજય બીજી વખત ઓસ્ટ્રેલિયાની સામે 300થી વધારે રનોની ભાગીદારી કરી છે.

આ પહેલા વિજયે 2010માં સચિન તેંડુલકર સાથે બેંગલોરમાં 308 રનોની ભાગીદારી કરી હતી. ભારત તરફથી ઓસ્ટ્રેલિયાની સામે 300થી વધારે રનોની ભાગીદારી નિભાવી. જ્યારે બાકી ત્રણેય ભાગીદારીઓમાં વીવીએસ લક્ષ્મણ સામેલ હતા. લક્ષ્મણે રાહુલ દ્રવિડની સાથે 2001ની કોલકાતાની ઐતિહાસિક ટેસ્ટમેચમાં પાંચમી વિકેટ માટે 376 અને દ્રવિડની સાથે જ ડિસેમ્બર 2003માં એડિલેડમાં 303 રનોની ભાગીદારી કરી હતી. લક્ષ્મણે આ ઉપરાંત તેંડુલકરની સાથે સિડનીમાં જાન્યુઆરી 2004માં 353 રનોની ભાગીદારી નિભાવી હતી.

જ્યાં સુધી ભારતનો સવાલ છે તો ભારત તરફથી બીજી વિકેટ માટે ત્રીજી સૌથી મોટી ભાગીદારી છે. રેકોર્ડ સુનિલ ગાવસ્કર અને દિલીપ વેંગસરકરના નામ પર છે જેમણે 1978માં કોલકાતામાં વેસ્ટઇન્ડીઝની સામે 344 રનોની અતૂટ ભાગીદારી કરી હતી. ત્યારબાદ ગૌતમ ગંભીર અને રાહુલ દ્રવિડની વચ્ચે ઇંગ્લેન્ડ સામે 2008માં મોહાલીમાં કરવામાં આવેલી 314 રનોની ભાગીદારીનો નંબર આવે છે.

ભારતની તરફ આ પહેલા આવો રેકોર્ડ 1999માં ન્યૂઝિલેન્ડ સામે હેમિલ્ટનમાં રાહુલ દ્રવિડ(અણનમ 103) અને સૌરવ ગાંગુલી (અણનમ 101) રમતના પાંચમાં દિવસે બનાવ્યો હતો.

ઓસ્ટ્રેલિયાની સામે 1985 બાદ આ પ્રથમ તક છે જ્યારે બે બેટ્સમેન સદી ફટકારીને અણનમ રહ્યા. ઇંગ્લેન્ડના ટિમ રોબિન્સન (140) અને ડેવિડ ગાવર અણનમ 169 બર્મિઘમમાં મેચના ત્રીજા દિવસે સદી ફટકારી અણનમ રહ્યા હતા.

English summary
Hyderabad test: cheteshwar pujara and Murali vijay broke 65 year's record.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X