For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટી20માં 5000 રનઃ રૈના વિશ્વનો સાતમો બેટ્સમેન

|
Google Oneindia Gujarati News

સુરેશ રૈનાની તોફાની અડધી સદી અને મોહિત શર્માની શાનદાર બોલિંગના જોરે ચેન્નાઇ સુપર કિંગ્સે ચેમ્પિયન્સ લીગ ટી20ની ગ્રુપ એ મેચમાં દક્ષિણ આફ્રિકાની નાશુઆ ડોલ્ફિંસને 54 રને આસાન પરાજય આપ્યો છે. સુપરકિંગ્સે રૈના(43 બોલમાં 90 રન) અને બ્રેંડન મેક્કુલમ(29 બોલમાં 49 ન)ની મદદથી છ વિકેટ ગુમાવીને 242 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ડોલ્ફિંસ 188 રન જ બનાવી શક્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છેકે, ચેન્નાઇ સુપર કિંગ્સે 242 રન બનાવીને ટૂર્નામેન્ટના ઇતિહાસના સર્વાધિક સ્કોરની બરોબરી કરી લીધી છે. ન્યુઝીલેન્ડની ઓટૈગોએ પણ આ પહેલા ગયા વર્ષે 25 સપ્ટેમ્બરના રોજ જયપુરમાં પર્થ સ્કોરચર્સ વિરુદ્ધ ચાર વિકેટ ગુમાવીને 242 રન બનાવ્યા હતા. આ મેચ દરમિયાન સુરેશ રૈનાએ ટી20 ક્રિકેટની એક સિદ્ધિ પોતાના નામે કરી દીધી છે. તે ટી20ની તમામ મેચોમાં 5000 કે તેથી વધુ રન બનાવનાર વિશ્વનો સાતમો બેટ્સમેન બની ગયો છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે તેના પહેલા કોણ કોણ આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. આ ઉપરાંત રૈનાએ કઇ કઇ સિદ્ધિ પોતાના નામે કરી છે એ જાણીએ.

આ પણ વાંચોઃ- વિશ્વકપમાં રન ચેઝ કરતી વખતે રમાયેલી શાનદાર ઇનિંગ્સ
આ પણ વાંચોઃ- જૂનિયર તેંડુલકરની ધમાલ, 42 બોલમાં બનાવ્યા 118 રન
આ પણ વાંચોઃ- બેટ્સમેનો ઓઢશે ‘ભયની ચાદર' આવી રહ્યો છે અદ્ભૂત ભારતીય બોલર

કોઇ એક ટીમ માટે 4000 કરતા વધુ રન

કોઇ એક ટીમ માટે 4000 કરતા વધુ રન

રૈના એવો પહેલો બેટ્સમેન બની ગયો છેકે જેણે કોઇ એક ટીમ માટે 4000 કરતા વધારે રન બનાવ્યા છે. સુરેશ રૈનાએ ચેન્નાઇ સુપર કિંગ્સ માટે 4000 પ્લસ રન બનાવ્યા છે.

ટી20માં સૌથી વધુ મેન ઓફ ધ મેચ

ટી20માં સૌથી વધુ મેન ઓફ ધ મેચ

ટી20માં સૌથી વધુ મેન ઓફ ધ મેચ મેળવનાર ભારતીય બની ગયો છે. તેને અત્યારસુધીમાં 17 મેન ઓફ ધ મેચ મળ્યા છે.

ચેમ્પિયન્સ લીગના ઇતિહાસમાં લીડિંગ રન સ્કોરર

ચેમ્પિયન્સ લીગના ઇતિહાસમાં લીડિંગ રન સ્કોરર

સુરૈશ રૈના ચેમ્પિયન્સ લીગ ટી20ના ઇતિહાસમાં 726 રન સાથે લીડિંગ રન સ્કોરર બની ગયો છે.

સૌથી વધુ છગ્ગા

સૌથી વધુ છગ્ગા

ટી20માં સૌથી વધુ 199 છગ્ગા ફટકારનાર ભારતીય બની ગયો છે.

ચેમ્પિયન્સ લીગમાં બીજો સર્વાધિક સ્કોર ભારતીય દ્વારા

ચેમ્પિયન્સ લીગમાં બીજો સર્વાધિક સ્કોર ભારતીય દ્વારા

ચેમ્પિયન્સ લીગમાં બીજો સર્વાધિક સ્કોર કરનાર ભારતીય બની ગયો છે. આ મેચમાં તેણે 90 રન બનાવ્યા છે, જ્યારે 2010માં તેણે 94 રન બનાવ્યા હતા અને આ જ વર્ષે તેણે 87 રનની ઇનિંગ પણ રમી હતી.

ક્રિસ ગેઇલ

ક્રિસ ગેઇલ

દેશઃ- વેસ્ટ ઇન્ડિઝ
ઇનિંગ્સ: 181
રન: 6,551
એવરેજ: 41.72
સ્ટ્રાઇક રેટ: 146.03

બ્રાડ હોઝ

બ્રાડ હોઝ

દેશઃ- ઓસ્ટ્રેલિયા
ઇનિંગ્સ: 208
રન: 6,085
એવરેજ: 36.65
સ્ટ્રાઇક રેટ: 130.71

ડેવિડ હસ્સી

ડેવિડ હસ્સી

દેશઃ- ઓસ્ટ્રેલિયા
ઇનિંગ્સ: 232
રન: 5785
એવરેજ: 30.93
સ્ટ્રાઇક રેટ: 133.20

બ્રેન્ડન મેક્કુલમ

બ્રેન્ડન મેક્કુલમ

દેશઃ- ન્યુઝીલેન્ડ
ઇનિંગ્સ: 191
રન: 5514
એવરેજ: 32.24
સ્ટ્રાઇક રેટ: 134.03

ડેવિડ વોર્નર

ડેવિડ વોર્નર

દેશઃ- ઓસ્ટ્રેલિયા
ઇનિંગ્સ: 178
રન: 5216
એવરેજ: 32.39
સ્ટ્રાઇક રેટ: 141.24

ઓવિએશ શાહ

ઓવિએશ શાહ

દેશઃ- ઇંગ્લેન્ડ
ઇનિંગ્સ: 200
રન: 5,096
એવરેજ: 33.52
સ્ટ્રાઇક રેટ: 125.33

સુરેશ રૈના

સુરેશ રૈના

દેશઃ- ભારત
ઇનિંગ્સ: 173
રન: 5023
એવરેજ: 34.88
સ્ટ્રાઇક રેટ: 141.41

English summary
Chennai Super Kings batsman Suresh Raina scored a blistering 90 off 43 and on the way set few records in Twenty20 cricket at the M Chinnaswamy Stadium here last night
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X