CSK અને જાડેજા વચ્ચે ફરી વિવાદ? જાણો શું છે પુરો મામલો?

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટ સાથેનો વિવાદ ખતમ થતો જણાતો નથી. વાસ્તવમાં જાડેજા અને CSK મેનેજમેન્ટ વચ્ચેના ખટાશના સંબંધોમાં નવો વળાંક આવ્યો છે.

નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટ સાથેનો વિવાદ ખતમ થતો જણાતો નથી. વાસ્તવમાં જાડેજા અને CSK મેનેજમેન્ટ વચ્ચેના ખટાશના સંબંધોમાં નવો વળાંક આવ્યો છે. રવિન્દ્ર જાડેજાએ 4 ફેબ્રુઆરી 2022ના રોજની તેમની એક ટ્વિટ ડિલીટ કરી દીધી છે. જાડેજાએ આ ટ્વિટ ચેન્નાઈ સુપર કિંગ્સના ટ્વિટનો જવાબ આપતાં કર્યું હતું. CSKએ આ ટ્વિટ જાડેજા માટે ફ્રેન્ચાઈઝી સાથે 10 વર્ષ પૂરા થવાની ખુશીમાં કરી હતી. ત્યારબાદ જાડેજાએ આ ટ્વીટનો જવાબ આપ્યો હતો.

ravindra jadeja

તમને જણાવી દઈએ કે CSK મેનેજમેન્ટ સાથે રવિન્દ્ર જાડેજાના સંબંધો છેલ્લા કેટલાક મહિનાઓથી સારા નથી ચાલી રહ્યા. તાજેતરમાં તેણે તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાંથી CSK સંબંધિત તમામ પોસ્ટ પણ કાઢી નાખી હતી.

આ સિવાય તેણે ફ્રેન્ચાઈઝીને પણ અનફોલો કરી દીધી હતી, જેના પછી અફવાઓએ જોર પકડ્યું કે શું જડ્ડુ CSK છોડશે? જાડેજાએ જો કે મીડિયાના પ્રશ્નના જવાબમાં આ અફવાઓ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X