For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ક્રિકેટના ભગવાન' પણ નહોતા બચ્યા કોન્ટ્રોવર્સીથી

By Super
|
Google Oneindia Gujarati News

નામ હોય ત્યા વિવાદ હોય એ વાત સ્વાભાવિક છે. જો તમારું નામ વિશ્વ ફલક પર ચમકશે તો ચોક્કસપણે તમારી સાથે જોડાયેલી નાનામા નાની વિવાદિત ઘટના પણ પ્રકાશમાં આવ્યા વગર રહેતી નથી. પછી તે ફિલ્મ જગત હોય, રાજકારણ હોય કે પછી રમત જગત. જો કે, આજે વાત અન્ય કોઇ ક્ષેત્રની નહીં કરીને સીધી જ ક્રિકેટની કરવા જઇ રહ્યાં છીએ. ભારતીય માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેંડુલકરે આજે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. સચિને બીસીસીઆઇને પાઠવેલા પત્રમાં લખ્યું છે કે, તે 200મી ટેસ્ટ મેચ રમ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેશે.

ત્યારે આજે જ્યારે સચિન તેંડુલકરે આ પ્રકારની જાહેરાત કરી છે, ત્યારે કેવી રીતે તેમની સાથે જોડાયેલી એ બધી બાબતો ભૂલી શકાય છે. જેમાં તેમની સિદ્ધિઓ પણ છે, તેમની યાદગાર પળો પણ છે અને સાથોસાથ તેમની સાથે જોડાયેલા વિવાદો પણ છે. આજે અમે અહીં તસવીરો થકી સચિન તેંડુલકર સાથે જોડાયેલા એવા જ 10 વિવાદ અંગે જણાવી રહ્યાં છીએ. તો ચાલો ક્યા હતા આ વિવાદ તેના પર એક નજર ફેરવીએ.

બોલ ટેમ્પરિંગ

બોલ ટેમ્પરિંગ

દક્ષિણ આફ્રિકા સામેની નવેમ્બર 2001ના રોજ રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન સચિન પર બોલ ટેમ્પરિંગનો આરોપ લાગ્યો હતો. જેમાં મેચ રેફરી માઇક ડેન્નેસે સચિનને દોષી પુરવાર કર્યો હતો અને સચિન પર એક ટેસ્ટ મેચનો પ્રતિબંધ લાદ્યો હતો.

ફેરારીની કસ્ટમ ડ્યૂટી

ફેરારીની કસ્ટમ ડ્યૂટી

ફેરારી દ્વારા 2002માં સચિનને ફેરારી ગિફ્ટ કરવામાં આવી હતી. આ ભેટ એ સમયે આપવામાં આવી હતી જ્યારે સચિને 29મી ટેસ્ટ સદી ફટકારવાના ડોન બ્રેડમેનના રેકોર્ડની બરાબરી કરી હતી. જો કે, ત્યારબાદ નાણામંત્રી જસવંત સિંહે સચિનને કસ્ટમ ડ્યૂટી ભરવા કહ્યું હતું. જો કે, એ સમયે એવો નિયમ હતો, કસ્ટમ ડ્યૂટી માત્ર એ જ ઓટોમોબાઇલ પર ભરી શકાય જે ખરીદી હોય ના કે ગિફ્ટ મળી હોય. જેનો સામાજિક કાર્યકર્તાઓ દ્વારા ખાસ્સો વિરોધ કરવામાં આવ્યો હતો, જો કે, સચિને કસ્ટમ ડ્યૂટી ભરવા અંગે જણાવ્યું હતું.

હું પહેલા ભારતીય છું

હું પહેલા ભારતીય છું

સચિને નવેમ્બર 2009માં એક નિવેદન આપ્યું હતું, જેને લઇને મોટો વિવાદ ચગ્યો હતો. તેણે કહ્યું હતું કે, મુંબઇ ભારતમાં છે. હું મહારાષ્ટ્રિયન છુ અને તેનો મને ગર્વ છે, પરંતુ હું પહેલા ભારતીય છું. ત્યારબાદ શિવસેના સુપ્રિમો બાળાસાહેબ ઠાકરેએ સામનામાં તંત્રી લેખ લખ્યો હતો અને કહ્યું હતું કે તે કહ્યું કે કે તને ગર્વ છે કે તું મરાઠી છે પરંતુ પહેલા ભારતીય છે, તેનાથી મરાઠી લોકોને દુઃખ પહોંચ્યું છે. હવે તું ક્રિકેટની પીચ પરથી રાજકારણની પીચ પર ઝંપલાવી રહ્યો છું.

ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા એવોર્ડ

ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા એવોર્ડ

પોતાના ભારત પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને જુલિયન ગિલાર્ડે કહ્યું હતું કે સચિનને નવેમ્બર 2012માં ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા એવોર્ડથી નવાજવામાં આવશે. જેને લઇને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ નાખૂશ થયા હતા. મેથ્યુ હેડને કહ્યું હતું કે, મારું માનવું છે કે આ એવોર્ડ ઓસ્ટ્રેલિયન્સને જ મળવો જોઇતો હતો.

સચિનના પુત્રની પસંદગી

સચિનના પુત્રની પસંદગી

જ્યારે સચિન તેંડુલકરના પુત્ર આર્જુન તેંડુલકરની મુંબઇ અન્ડર 14 ટીમમાં વેસ્ટ ઝોન લિગ મેચો માટે પસંદગી કરવામાં આવી હતી ત્યારે ખાસો વિવાદ ચગ્યો હતો અને કહેવાયું હતું કે, તેની પાછળ સચિનનું નામ કામ કરી ગયું છે.

કેક કોન્ટ્રોવર્સી

કેક કોન્ટ્રોવર્સી

2007માં વેસ્ટ ઇન્ડિઝમાં ભારતીય ટીમ હતી ત્યારે એક વિવાદનો સામનો સચિને કરવો પડ્યો હતો, એવું કહેવાય છે કે, સચિને ભારતીય તિંરગાવાળી કેકને કાપીને ભારતીયોનું અપમાન કર્યું હતું.

મંકીગેટ

મંકીગેટ

2008માં હરભજન સિંહ, મેથ્યુ હેડન અને સાયમન્ડ્સને લઇને સર્જાયેલા એક ‘મંકી' વિવાદમાં સચિન તેંડુલકરનું નામ પણ જોડાયું હતું. જ્યારે આ રિમાર્ક કરવામાં આવી હતી ત્યારે સચિન હરભજન સિંહ સાથે મેદાન પર ઉપસ્થિત હતો. જે સમયે સાયમન્ડ્સે આરોપ લગાવ્યો હતો કે હરભજન સિંહે તેને મંકી કહીને સંબોધ્યો હતો અને આ કેસમાં સચિન સહિતના ખેલાડી સાક્ષી હતા, જે સમયે સચિને કહ્યું હતું કે હરભજન હિન્દીમાં કંઇક બોલ્યો હતો જે અંગ્રેજીમાં મંકી જેવું સંભળાય છે. જેને લઇને ખાસો વિવાદ ઉભો થયો હતો.

કાંબલી-સચિન

કાંબલી-સચિન

એક રિયાલિટી શો દરમિયાન વિનોદ કાંબલીએ તેના ખાસ મિત્ર સચિન પર એવો આરોપ મુક્યો હતો કે સચિને ક્યારેય તેને મદદ કરી નથી. જોકે, બાદમાં તેણે ફેરવી તોળ્યું હતું અને કહ્યું હતું કે તેણે આવી કોઇ કોમેન્ટ કરી નથી.

વિવાદિત જાહેરાત

વિવાદિત જાહેરાત

ભારતીય ક્રિકેટર્સ દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી જેને લઇને પણ ખાસો વિવાદ થયો હતો. જોકે, સચિને કહ્યું કે આ જાહેરાતને અલગ રીતે પ્રસારિત કરવામાં આવશે. આ જાહેરાતમાં સચિને અંતિમક્રિયા કરતો દર્શાવવામાં આવ્યો હતો.

નવા ઘરને લઇને વિવાદ

નવા ઘરને લઇને વિવાદ

બાંદ્રા ખાતે 79 એકર જમીનમાં સચિને ઓસી(ઓક્યુપેન્સી સર્ટિફિકેટ) વગર જ પોતાના નવા ઘરનું નિર્માણ કર્યું હતું, અને બીએમસી દ્વારા સચિનને 4.75 લાખ ચુકવવા અંગે જણાવ્યું હતું, જેને લઇને વિવાદ થયો હતો, બાદમાં સચિને આ રકમ ચુકવી દીધી હતી.

English summary
Here are some controversies that hit Sachin's career.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X