For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓલિમ્પિકમાં ક્રિકેટની એન્ટ્રી હવે દુર નહીં, ICC ના આ કદમ સાથે 100 વર્ષની રાહનો અંત આવશે!

આઈસીસી ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવા માટે ઘણા સમયથી પ્રયાસ કરી રહી છે. 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ થઈ શકે છે. તેની અપેક્ષા પણ વધી છે, કારણ કે આ પહેલા અમેરિકાને ICC ઈવેન્ટની જવાબદારી મળી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

આઈસીસી ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવા માટે ઘણા સમયથી પ્રયાસ કરી રહી છે. 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ થઈ શકે છે. તેની અપેક્ષા પણ વધી છે, કારણ કે આ પહેલા અમેરિકાને ICC ઈવેન્ટની જવાબદારી મળી છે. 2024માં યોજાનાર T20 વર્લ્ડ કપનું આયોજન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં સંયુક્ત રીતે કરવામાં આવશે. અમેરિકા હાલમાં ICCનું સહયોગી સભ્ય છે.

olympic

અમેરિકામાં ક્રિકેટ સતત વધી રહ્યું છે. ત્યાંના ક્રિકેટરો પણ વિશ્વભરની T20 લીગમાં રમી રહ્યા છે. ઘણા મોટા દેશોના ખેલાડીઓ પણ અમેરિકા તરફ વળ્યા છે. તેમાં ભારતના ઉન્મુક્ત ચંદનો પણ સમાવેશ થાય છે. T20 વર્લ્ડ કપનું આયોજન કરીને ICC ત્યાંના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જાણી શકશે. આ સિવાય ત્યાંના ચાહકોને પણ મોટી ઈવેન્ટ જોવાનો મોકો મળશે. આ પહેલા ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટી-20 મેચો સિવાય અમેરિકામાં ઘણી ઈન્ટરનેશનલ મેચ રમાઈ ચૂકી છે.

ઓલમ્પિકમાં T10 લીગને ઓલિમ્પિકમાં સામેલ કરી શકાય છે. જો કે હજુ સુધી તેને આંતરરાષ્ટ્રીય સ્તરનો દરજ્જો મળ્યો નથી. પરંતુ છેલ્લા ઘણા સમયથી UAEમાં સફળ T10 લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેને આઈસીસી દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે. હાલમાં ICC માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે ટેસ્ટ, ODI અને T20નું આયોજન કરે છે. પરંતુ ઓલિમ્પિકને જોતા તે T10ને મંજૂરી આપી શકે છે.

1900 ના પેરિસ ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ આમાં માત્ર 2 ટીમોને જ તક મળી હતી. બ્રિટને ફ્રેન્ચ એથ્લેટિક ક્લબ યુનિયનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યાર બાદ ક્રિકેટને ક્યારેય ઓલિમ્પિકમાં સ્થાન મળ્યું નથી. 2022માં બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા T20નો સમાવેશ કરવામાં આવ્યો છે. આને ક્રિકેટની વધતી લોકપ્રિયતા તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

English summary
Cricket's entry into the Olympics is not far off
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X