For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1st T20, AUS vs IND: ગૌતમ ગંભીરે જણાવ્યું, ભારતીય ટીમ માટે કોણ બનશે ગેમચેન્જર

1st T20, AUS vs IND: ગૌતમ ગંભીરે જણાવ્યું, ભારતીય ટીમ માટે કોણ બનશે ગેમચેન્જર

|
Google Oneindia Gujarati News

વનડે સીરીઝમાં 2-1થી ઓસ્ટ્રેલિયા સામે પરાસ્ત થયા બાદ હવે ભારતીય ટીમ આજથી કૈનબરાના માનુકા ઓવલ મેદાનમાં 3 મેચની ટી20 સીરીઝ રમવા ઉતરશે. સરીઝમાં ભારતીય ટીમ વનડે સીરીઝ હારનો બદલો લેવા ઉતરશે, જ્યારે ઓસ્ટ્રેલિયાઈ ટીમ સીરીઝમાં જીતનો દબદબો યથાવત રાખવા માંગશે. વનડે સીરીઝની આખરી મેચમાં ભારતીય ટીમે શાનદાર વાપસી કરતાં જીત હાંસલ કરી.

ind vs aus 2020-21

અગાઉ 2 મેચમાં ભારતીય ટીમની બોલિંગ બહુ ખરાબ રહી હતી જેને પગલે ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેનોએ ધુંધાર રન બનાવ્યા હતા. આ દરમ્યાન ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરે આ ટી20 માટે ગેમચેન્જર સાબિત થનાર ખેલાડી વિશે જણાવ્યું.

સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતાં ગૌતમ ગંભીરે કહ્યું, 'જસપ્રીત બુમરાહ પાસે ક્લાસ છે અને તેના જેવો બીજો કોઈ બોલર ના જોઈ શકું. તેઓ ટીમ માટે એક્સ ફેક્ટર છે અને હંમેશા રહેશે, તેઓ પણ માત્ર ટી20માં નહિ બલકે ત્રણેય ફોર્મેટમાં. આમ તો ભારતીય ટીમ પાસે કેપ્ટન વિરાટ કોહલી અને કેએલ રાહુલ પણ છે, પરંતુ જસપ્રીત બુમરાહ પાસે શુદ્ધ ક્લાસ છે. મેં હંમેશા કહ્યું છે કે બોલર જ મેચ જીતાવે છે અને એ બોલર જસપ્રીત બુમરાહ છે.'

આ ઉપરાંત ગૌતમ ગંભીરે ભારતીય ટીમ સામે પડકાર વિશે વાત કરતા કહ્યું કે વિરાટ કોહલીએ સીરીઝમાં જીતવા માટે છઠ્ઠા બોલરના રૂપમાં કોઈ બોલરનો વિકલ્પ શોધવો પડે, જો હાર્દિક પંડ્યા ફિટ નથી તો જોવું પડશે કે છઠ્ઠા બોલરના રૂપમાં કોની પાસે બોલિંગ કરાવાશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
1st T20, AUS vs IND: Gautam Gambhir says who will be the game changer for the Indian team
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X