• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અઘરા સમયે ધોનીના ઘરે પહોંચ્યો ઋષભ, પંતના આ 4 રેકોર્ડ ધોની પણ નહોતા બનાવી શક્યા

|

નવી દિલ્હીઃ ઋષભ પંત હાલ પોતાના કરિયરના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. વર્લ્ડ કપ બાદ ત્રણેય ફોર્મેટના પહેલી પસંદના વિકેટકીપર માનવામાં આવતા ઋષભ પંતને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચમાં અંતિમ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા આપવામાં આવી નથી અને હવે બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સીરિઝ માટે સંજૂ સેમસનને ટીમમાં લેવામાં આવ્યો છે. સેમસન એક વિકેટકીપર પણ છે. એવામાં એક નાની એવી ચૂકથી પંતનું કરિયર મુશ્કેલીમાં ફસાઈ શકે છે. આ બદા ટેન્શનથી દૂર જઈ પંત ફરી એકવાર પોતાના ગુરુ માહીના શરણમાં ગયો છે જ્યાં નિશ્ચિત રૂપે ધોનીએ તેમના કરિયરના આ વળાંક પર ઉચિત માર્ગદર્શન આપ્યું હશે. ધોનીના ઘરે પંતને તેના પાળતુ કુતરા સાથે રમતો જોઈ શકાય છે.

મુશ્કેલ સમયે પંતને ગુડ વાઈબ્સ મળ્યા

મુશ્કેલ સમયે પંતને ગુડ વાઈબ્સ મળ્યા

આ તસવીરો શેર કરતા પંતે ખુશી અને સકૂન વ્યક્ત કર્યાં અને પોતાના તમામ મોટા સોશિયલ અકાઉન્ટ પર આને શેર કર્યા છે. બંને ખેલાડી ઘરના બાહરના ગાર્ડમાં કંઈક સારો સમય વિતાવતા જોઈ શકાય છે. જેમાં કોઈ શક નથી કે પંતમાં શઆનદાર પ્રતિભા છે અને જેની સાબિતી તેમના ચાર મોટા ટેસ્ટ રેકોર્ડ પણ છે જે ધોની પણ નહોતા બનાવી શક્યા. એવામાં જ્યારે બાંગ્લાદેશ વિરુદ્ધ સીરિઝમાં પંત પાસે પોતાના બેટથી કમાલ દેખાડવાનો મોકો છે તો અમે આ ચાર ટેસ્ટ રેક્રોડ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ જેને ધ્યાનમાં રાખી પંત પોતાના કરિયરના પડકારજનક સમયનો સામનો વધ આત્મવિસ્વાસ સાથે કરી શકે છે.

ઈંગ્લેન્ડમાં સદી

ઈંગ્લેન્ડમાં સદી

જ્યાં સુધી ટેસ્ટ ફોર્મેટની વાત છે તો મહેન્દ્ર સિંહ ધોની માટે વિદેશોમાં સદી બનાવવી હંમેશાથી એક સપનું રહ્યું જેને પંતે પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆતમાં જ હાંસલ કરી લીધું. ઋષભ પંતે પોતાના પહેલા વિદેશી પ્રવાસમાં સદી ફટકારી, જે ઈંગ્લેન્ડના આકરા મુકાબલા સામે હતી. ઋષભ પંત પોતાની ત્રીજી ટેસ્ટ મેચ રમી રહ્યો હતો અને તેમણે મુશ્કેલ સીરિઝના અંતિમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારત માટે શાનદાર સદી બનાવી. ઋષભ પંતે આ મેચમાં 114 રનની ઈનિંગ રમી.

ઑસ્ટ્રેલિયામાં પણ સદી

ઑસ્ટ્રેલિયામાં પણ સદી

ઋષભ પંતે ઈંગ્લેન્ડમાં એક શાનદાર સદી લગાવ્યા બાદ ફરીથી ટીમ માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સદી લગાવી એ પણ એવા સમયે જ્યારે કાંગારૂ ટીમમાં મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને પેટ કમિન્સ સામેલ હતા. બીજી તરફ એમએસ ધોનીનું ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય પરિસ્થિતિઓ અને વિદેશોમાં શાનદાર પ્રદર્શન રહ્યું પરંતુ તે સફેદ બોલના ફોર્મેટમાં નહોતું. પરંતુ દુર્ભાગ્યથી લાલ બોલની રમતમાં ઓસ્ટ્રેલિયાઈ પરિસ્થિતિમાં માહી આ પૂનરાવર્તિત ન કરી શક્યા.

સૌથી તેજ 50 શિકાર

સૌથી તેજ 50 શિકાર

મહેન્દ્ર સિંહ ધોનીની કીપિંગ કાબિલિયત સામે પંત હજુ બાળક છે. ધોનીએ ઝાહીર ખાન, અનિલ કુંબલે, હરભજન સિંહ જેવા મહાન બોલર્સને વિકેટ અપાવવામાં મદદ કરી. ધોનીએ આ છતાં ટેસ્ટ ફોર્મેટમાં પોતાના 50 શિકાર આઉટ કરવા માટે 15 ટેસ્ટ મેચ રમી. આ દરમિયાન ઋષભ પંતે માત્ર 11 ટેસ્ટ મેચમાં 50 આઉટ કરવાનો રેકોર્ડ બનાવી લીધો. જો કે આ બોલર્સનું શાનદાર પ્રદર્શન છે, પરંતુ એમાં કોઈ શક નથી કે પંતે પોતાના કરિયરની શરૂઆતમાં ધોનીની સરખામણીએ વિકેટ પછી વિકેટ ચટકાવવામાં ભૂમિકા નિભાવી.

BCCIએ નક્કી કર્યો ધોનીનો એક્ઝિટ પ્લાન, આ ટીમ સામે હોય શકે આખરી મેચ

એક સીરિઝમાં સૌથી વધ કેચ

એક સીરિઝમાં સૌથી વધ કેચ

ઋષભ પંતે બેટિંગ સિવાય વિકેટ પાછળ શાનદાર પ્રદર્શન કર્યં છે અને પૂર્વ કેપ્ટનના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. આટલી નાની ઉંમરે પંત માટે આ સૌથી મોટી ઉપલબ્ધી છે જે ભવિષ્યમાં વધુ આત્મવિશ્વાસ અને લક્ષ્યને વધારવામાં મદદ કરી શકે છે. તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક ટેસ્ટ સીરિઝમાં 20 કેચ પકડ્યા જે એક ભારતીય વિકેટકીપર દ્વારા સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ રહ્યો. આ કંઈક એવું છે જે પોતાના શાનદાર કરિયરમાં ધોની ન કરી શક્યા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
4 record of rishabh pant that dhoni could not archive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more