ફાઇનલમાં જીત મેળવવા માટે ધોની સામે 5 પડકાર

Posted By:
Subscribe to Oneindia News

આજે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઇનલ મેચ રમાવાની છે. ત્યારે ફાઇનલ મેચ જીતવા માટે બંને ટીમે કમર કસી લીધી છે. પાંચ મેચની વન ડે સિરીઝમાં બંને ટીમ 2-2ની બરાબરી પર છે. તેવામાં આજની વાનખેડે મેચ નિર્ણાયક સાબિત થશે. એક તરફ ફાઇનલ મેચના ઠીક પહેલા જ વિરાટ કોહલી પોતાના ફોર્મમાં પાછો આવી ગયો છે, ત્યાં જ બીજી તરફ ટીમ ઇન્ડિયા માટે એવા ઘણાં પડકારો છે, જે ટીમ ઇન્ડિયા માટે જીતમાં રોડા સમાન બની શકે છે.

 

વાનખેડેમાં બંને ટીમની વચ્ચે રમાઇ ગયેલી મેચની વાત કરીએ તો ત્રણ મેચમાં દક્ષિણ આફ્રિકાએ જીત મેળવી છે. પરંતુ ટીમ ઇન્ડિયાના કેપ્ટન ધોની સામે જીત માટે મહત્વના ત્રણ પડકાર છે, જેને જીત માટે ધોનીએ પાર કરવા પડશે.

ઓપનર શિખર ધવન
  

ઓપનર શિખર ધવન

પાછલી ચાર મેચમાં ઠીકઠાક શરૂઆત કરનાર શિખર ધવન સારી બેટીંગ નથી કરી શક્યા. પાછલી ચાર મેચમાં કુલ 66 રન જ બનાવી શક્યા છે.

ભુવનેશ્વર અને ઉમેશની બેટીંગ
  

ભુવનેશ્વર અને ઉમેશની બેટીંગ

આખી સિરીઝમાં આ બંને બોલર ટીમને મોંઘા પડ્યા. બંને બોલર્સની એવરેજ માત્ર 6 છે.

કેગીસો રબાદા
  

કેગીસો રબાદા

દક્ષિણ આફ્રિકાના યુવા બોલર કેગીસો રબાદા હજી પણ ટીમ ઇન્ડિયા માટે પડકાર બનેલા છે. મહત્વના સમયે ટીમ ઇન્ડિયાની મોટી વિકેટ્સ ઝડપનાર રબાદા ટીમ ઇન્ડિયા માટે પડકાર છે.

ટોસ
  
 

ટોસ

ભારત યાત્રા દરમ્યાન અત્યારસુધી 6માંથી 4 ટોસ કેપ્ટન ધોની હારી ચૂક્યા છે. ફાઇનલ મેચમાં ટોસની ભૂમિકા મહત્વની સાબિત થશે.

મધ્યક્રમ
  

મધ્યક્રમ

અત્યારસુધી ટીમ ઇન્ડિયાનો મધ્યક્રમ સારૂં પ્રદર્શન નથી કરી શક્યો. જેનાથી
સિરીઝમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

English summary
5 obstacle for Mahendra Singh Dhoni ahead of final match against South Africa. Dhoni will have to come over these hurdles to win the final.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.