For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી એ બી ડિવિલિયર્સનો સંન્યાસ

દક્ષિણ આફ્રિકાના ધુરંધર બેટ્સમેન એબી ડિવિલિયર્સે અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરીને તમામ લોકોને ચોંકાવી દીધા છે.

|
Google Oneindia Gujarati News

દક્ષિણ આફ્રિકાના ધુરંધર બેટ્સમેન એબી ડિવિલિયર્સે અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરીને તમામ લોકોને ચોંકાવી દીધા છે. 34 વર્ષીય વિસ્ફોટક બેટ્સમેને બુધવારે પોતાની ઓફિશિયલ એપ પર એક વીડિયો પોસ્ટ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી. ડીવિલિયર્સના આ નિર્ણયથી તેમના ફેન્સમાં નિરાશા છવાઈ છે. ડિવિલિયર્સે લખ્યું, '’આ નિર્ણય લેવો ખૂબ જ મુશ્કેલ રહ્યો છે. મેં આ વિશે ખાસ્સુ વિચાર્યું છે. પરંતુ મારુ માનવું છે કે આ નિર્ણય લેવાનો આ યોગ્ય સમય છે.'’

હાલ દક્ષિણ આફ્રિકાની ટીમ 2019ના ક્રિકેટ વર્લ્ડકપની તૈયારી કરી રહી છે, ત્યારે જ ડિવિલિયર્સે નિવૃત્તિ જાહેર કરી છે. ડિવિલિયર્સના આ નિર્ણયને આફ્રિકન ક્રિકેટ માટે આંચકો મનાઈ રહ્યો છે. ખુદ ડિવિલિયર્સ પોતે પણ વિશ્વકપ જીતવાનું સપનુ હોવાની વાત સ્વીકારી ચૂક્યા છે. ડિવિલિયર્સ દક્ષિણ આફ્રિકન ક્રિકેટનું પ્રતિનિધિત્વ કરનાર મહાન ખેલાડીઓમાંના એક છે. તે 114 ટેસ્ટ, 228 વનડે ઈન્ટરનેશનલ અને 78 ટી 20 મેચ રમી ચૂક્યા છે. ડિવિલિયર્સને તેમની પાવર હિટિંગ માટે મિ.360 પણ કહેવામાં આવે છે.

હું થાકી ગયો છું.

હું થાકી ગયો છું.

ડિવિલિયર્સે પોતાની નિવૃત્તિની જાહેરાત એક વીડિયો દ્વારા કરી. ડિવિલિયર્સે કહ્યું કે તે ખૂબ જ થાકી ચૂક્યા છે, અને આ સાચો સમય છે, જ્યારે તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરી દેવું જોઈએ, જેથી યુવા ખેલાડીઓને તક મળે. ડિવિલિયર્સે ઉમેર્યું કે ‘'114 ટેસ્ટ, 228 વન ડે 78 ટી 20ની આંતરરાષ્ટ્રીય મેચ બાદ આ નિર્ણય કરવાનો યગ્ય સમય છે. મારો વારો છે, અને સાચું કહું તો હું થાકી ચૂક્યો છું. આ કપરો નિર્ણય છે. મેં આ વિશે ખૂબ જ વિચાર્યું છે. હું હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત થવા માંગુ છું. ભારત અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝ જીત્યા બાદ આ નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય છે.''

સાચા અર્થમાં એથ્લીટ- ડિવિલિયર્સ

સાચા અર્થમાં એથ્લીટ- ડિવિલિયર્સ

17 ફેબ્રુઆરી 1984માં જન્મેલા ડિવિલિયર્સનું આખુ નામ અબ્રાહમ બેન્જામિન ડિવિલિયર્સ છે. એક સાચો એથ્લીટ એ જ હોય છે જે દરેક ફોર્મેટમાં સારું પ્રદર્શન કરે. ડિવિલિયર્સે ક્રિકેટ જ નહીં પરંતુ બીજી રમતોમાં પણ પોતાની મહાનતા સાબિત કરી છે. ડિવિલિયર્સના નામે વન ડેમાં સૌથી ફાસ્ટ સદી બનાવવાનો રેકોર્ડ છે. ડિવિલિયર્સ માત્ર 31 બોલમાં 11 છક્કા અને 7 ચોક્કાની મદદથી સદી બનાવી ચૂક્યા છે. વિન્ડિઝ વિરુદ્ધ ડરબનમાં રમાયેલા બીજા વન ડેમાં ડિવિલિયર્સે આ રેકોર્ડ નોંધાવ્યો હતો. ડિવિલિયર્સે ન્યૂઝીલેન્ડના બેટ્સમેન કોરી એન્ડરસનનો રેકોર્ડ તોડ્યો હતો.

આ કારણે બન્યા હતા ક્રિકેટર

આ કારણે બન્યા હતા ક્રિકેટર

આજે ભલે ડિવિલિયર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે અજાયબી સમાન ગણાય, પરંતુ તે ક્રિકેટર બનવા નહોતા ઈચ્છતા. ડિવિલિયર્સ ક્રિકેટ જ નહીં ગોલ્ફ, રગ્બી, બેડમિન્ટન, સ્વિમિંગ અને ટેનિસમાં પણ જબરજસ્ત ખેલાડી રહી ચૂક્યા છે. ICC ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન માત્ર 64 બોલમાં 150 રન બનાવ્યા બાદ એક ઈન્ટરવ્યુમાં એબી ડિવિલિયર્સે કહ્યું હતુ કે ક્રિકેટને તેમણે બાય ચાન્સ જ અપનાવ્યું હતું. એક કિસ્સો વર્ણવતા ડિવિલિયર્સે કહ્યું હતુ કે, ‘'હું 1992નો વર્લ્ડકપ જોઈ રહ્યો હતો, ત્યારે મેં જોન્ટી રોડ્સને રન આઉટ કરતા જોયા હતા. બસ આ સમયે મને આ ગેમ શાંતિપ્રિય લાગી. મને લાગ્યું કે મારે આમાં કરિયર બનાવી જોઈએ. "

એબી છે રૉકસ્ટાર, રીલીઝ થઈ ચુક્ય છે આલ્બમ

એબી છે રૉકસ્ટાર, રીલીઝ થઈ ચુક્ય છે આલ્બમ

એબી ડિવિલિયર્સ સિંગર અને મ્યુઝિશિયન પણ છે. વર્ષ 2010માં તેમનું એક મ્યુઝિક આલ્બમ પણ લોન્ચ થઈ ચુક્યુ છે. આ ઉપરાંત ડિવિલિયર્સનું એક બેન્ડ પણ છે, જેના માટે તે ગીત લખવા ઉપરાંત ગાય પણ છે. આ ઉપરાંત તે ગિટાર પણ વગાડે છે.

ટેસ્ટ-વન ડે ક્રિકેટમાં પણ લેજન્ડ છે એબી

ડિવિલિયર્સની ગણતરી હાલના સમયના મહાન ખેલાડીઓમાં થાય છે. તે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. ડિવિલિયર્સ આફ્રિકા માટે 114 ટેસ્ટ મેટમાં 50.66ની એવરેજથી 8765 રન બનાવી ચૂક્યા છે, જેમાં 22 સદી, 46 અડધી સદી સામેલ છે. ટેસ્ટમાં એબીનો સર્વોચ્ચ સ્કોર 278 રન છે.

ડિવિલિયર્સ 228 વન ડે રમ્યા છે, જેમાં 53.50ની એવરેજથી 9,577 રન બનાવી ચૂક્યા છે. વન ડેમાં તેમના નામે 25 સેન્ચ્યુરી, 53 હાફ સેન્ચ્યુરી છે. વન ડેમાં એબીનો સર્વોચ્ચ સ્કોર 176 રન છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Ab divilliers said bye bye to international cricket
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X