For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T20 વર્લ્ડ કપમાં એબી ડિવિલિયર્સ રમશે, આ શરતે ટીમમાં વાપસી થશે

T20 વર્લ્ડ કપમાં એબી ડિવિલિયર્સ રમશે, આ શરતે ટીમમાં વાપસી થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ખેલાડીઓનું ફોર્મ અને ક્રિકેટમાં પટકાયેલા સ્તરને ઠીક કરી વાપસીનો રસ્તો શોધી રહેલી સાઉથ આફ્રિકન ટીમે સ્પષ્ટ કરી દીધું કે ઓસ્ટ્રેલિયામાં રમાનાર 2020 ટી20 વર્લ્ડ કપ માટે પૂર્વ કેપ્ટન એબી ડિવિલિયર્સને ટીમમાં સામેલ કરી શકે છે. જો કે તેઓ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટને અલવિદા કહી સંન્યાસ લઈ ચૂક્યા છે પરંતુ દેશની જરૂરત અને યુવા ખેલાડીઓના માર્ગદર્શન માટે તેઓ સંન્યાસથી પરત ફરી ટીમમાં વાપસી કરી શકે છે. ખેલના ત્રણેય ફોર્મેટમાં ટીમની કપ્તાની કરી ચૂકેલા એબી ડિવિલિયર્સ હજી પણ ફેન્ચાઈજી આધારિત ટી20 ટૂર્નામેન્ટમાં સક્રિય છે.

આવી રીતે ટીમમાં વાપસી કરશે

આવી રીતે ટીમમાં વાપસી કરશે

એબી ડિવિલિયર્સની ટીમમાં વાપસીની પુષ્ટિ કરતા દક્ષિણ આફ્રિકન ટીમના મુખ્ય કોચ માર્ક બાઉચરે કહ્યું કે જો તેમનું ફોર્મ સારું રહે છે અને તેઓ ખુદને ટીમમાં પસંદગી માટે ઉપલબ્ધ જણાવે છે તો તેઓ સાઉથ આફ્રીકી ટીમ સાથે ટી20 વર્લ્ડ કપ રમી શકે છે.

વેબસાઈટ ઈએસપીએનક્રિકઈન્ફોએ બાઉચરના હવાલેથી લખ્યું કે, તેઓ મીડિયા અને પબ્લિકમાં ચર્ચાનો વિષય છે પરંતુ મારા માટે નથી. તેમની સાથે મેં વાત કરી હતી અને આગામી કેટલાક દિવસોમાં માલૂમ પડી જશે કે તેમને લઈને શું ફેસલો લેવામાં આવશે. મેં કોચ પદનો કાર્યભાર સંભાળ્યા બાદ પહેલા દિવસથી જ કહ્યું કે હું વર્લ્ડ કપમાં પોતાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓને લઈને જવા માંગું છું.

વર્લ્ડ કપમાં બેસ્ટ ટીમ મોકલવા માંગે છે

વર્લ્ડ કપમાં બેસ્ટ ટીમ મોકલવા માંગે છે

દક્ષિણ આફ્રિકી ટીમના મુખ્ય કોચે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય વર્લ્ડ કપ જીતવાનો છે, તેના માટે અમે જે કંઈપણ કરી શકીએ છીએ તે કરશું. વર્લ્ડ કપમાં અમે અમારી સર્વશ્રેષ્ઠ ટીમ મોકલવા ઈચ્છશું.

પૂર્વ વિકેટકીપરે કહ્યું કે જો ડિવિલિયર્સ સારા ફોર્મમાં રહે ચે અને જેટલો સમય અમે જણાવ્યો છે તેટલા સમયમાં જો તેઓ ખુદને સિલેક્શન માટે ઉપલબ્ધ ગણાવે છે તો તેમણે ટીમમાં જરૂર હોવું જોઈએ. આ મુખ્ય કે આવા પ્રકારની કોઈપણ વસ્તુની વાત નથી. આ વર્લ્ડ કપમાં પોતાની સર્વશ્રેષ્ઠ ટીમ મોકલવા અને ટૂર્નામેન્ટ જીતવાની કોશિશ કરવાનો મુદ્દો છે.

36ના થયા એબી ડિવિલિયર્સ, આજે બર્થ ડે છે

36ના થયા એબી ડિવિલિયર્સ, આજે બર્થ ડે છે

પૂર્વ આફ્રિકી કેપ્ટન એબી ડિવિલિયર્સ સોમવારે પોતાનો 36મો જન્મદિવસ મનાવી રહ્યા છે. પોતાના કરિયર દરમિયાન તેઓ 78 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી ચૂક્યા છે જેમાં તેમણે 26.12ની એવરેજ અને 135.16ની સ્ટ્રાઈક રેટથી 1672 રન બના્યા છે.

તેઓ હાલમાં જ આયોજિત બિગ બેશ લિગમાં બ્રિસબેન હીટ તરફથી રમ્યા હતા જે બાદ તેઓ 29 માર્ચથી શરૂ થઈ રહેલ આઈપીએલમાં પણ રમતા જોવા મળશે.

જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયામાં થનાર ટી20 વર્લ્ડ કપનું આયોજન આ વર્ષે ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન આયોજીત થશે.

મેદાનમાં ફરી એકવાર ઉતરશે સચિન-સહેવાગની જોડી, બ્રેટ લી કરશે બોલિંગમેદાનમાં ફરી એકવાર ઉતરશે સચિન-સહેવાગની જોડી, બ્રેટ લી કરશે બોલિંગ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
AB devilliers will return in team south africa during world cup t20
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X