ક્રિકેટમાંથી આરામ બાદ કોહલીએ શેર કર્યો અનુષ્કા સાથે સુંદર લોકેશનનો ફોટો
ભારતીય ક્રિકેટ બોર્ડે ગુરુવારે બાંગ્લાદેશના ભારત પ્રવાસ માટે પોતાની ટીમોની ઘોષણા કરી દીધી જેમાં ટી20 ટીમમાંથી વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે અને તેમની જગ્યાએ રોહિત શર્માના હાથોમાં કમાન સોંપવામાં આવી છે. આ પ્રવાસ 3 નવેમ્બરથી ચાલુ થશે ત્યારબાદ 14 નવેમ્બરથી શરૂ થી બે ટેસ્ટ મેચોની સીરિઝમાં કોહલી પાછા કેપ્ટનશીપ સંભાળી લેશે. વિરાટ કોહલીએ છેલ્લી વાર ફેબ્રુઆરીમાં બ્રેક લીધો હતો. ભારતીય ટીમે ઓક્ટોબર 2018થી બધા ફોર્મેટમાં 56 મેચો રમી જેમાંથી 48 મેચોમાં વિરાટ કોહલી રમ્યા છે. એવામાં કોહલી આવનારા પ્રવાસો પર પોતાની ઉપસ્થિતિ માટે આ સમય એક સારી રજાના હકદાર છે. વિરાટ કોહલીએ પોતાના ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અનુષ્કા સાથે પોતાનો ફોટો શેર કર્યો છે જેમાં આ જોડી સંપૂર્ણપણે રજાના મૂડમાં દેખાઈ રહી છે અને પાછળ બેકગ્રાઉન્ડ પર નજર નાખીએ ચો આ લોકેશન પણ ઘણુ સુંદર જણાઈ રહ્યુ છે.

અનુષ્કા સાથે પોતાનો ફોટો શેર કર્યો
ભારતીય ટીમે ઓક્ટોબર 2018થી બધા ફોર્મેટમાં 56 મેચો રમી જેમાંથી 48 મેચોમાં વિરાટ કોહલી રમ્યા છે. એવામાં કોહલી આવનારા પ્રવાસો પર પોતાની ઉપસ્થિતિ માટે આ સમય એક સારી રજાના હકદાર છે. વિરાટ કોહલીએ પોતાના ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અનુષ્કા સાથે પોતાનો ફોટો શેર કર્યો છે જેમાં આ જોડી સંપૂર્ણપણે રજાના મૂડમાં દેખાઈ રહી છે અને પાછળ બેકગ્રાઉન્ડ પર નજર નાખીએ ચો આ લોકેશન પણ ઘણુ સુંદર જણાઈ રહ્યુ છે.
|
શું રજાઓ પર જતા રહ્યા છે વિરાટ
ફોટો જોઈને લાગી રહ્યુ છે કે કોહલી પોતાની પત્ની અનુષ્ક સાથે રજાઓ માણવા માટે કોઈ સુંદર લોકેશન પર જતા રહ્યા છે. પરંતુ કોહલીએ આ જ લોકેશનનો એક ફોટો પોતાના સોશિયલ મીડિયા પર ગઈ જાન્યુઆરીમાં પણ શેર કર્યો હચો અને બધાને હેપ્પી ન્યૂ યર વિશ કર્યા હતા. આ ફોટો જોયા બાદ લાગે છે કે વિરાટ-અનુષ્કાનો આ ફોટો જૂનો છે અને ભારતીય કેપ્ટન અનુષ્કા સાથે પોતાની કેમેસ્ટ્રીને સાર્વજનિક રીતે શેર કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ KBC 11: કન્ટેસ્ટન્ટે ઐશ્વર્યાની આંખોની પ્રશંસા કરી તો અમિતાભને લાગી ગયુ ખોટુ અને....
|
ટી-20 અને ટેસ્ટ ટીમ
જ્યાં સુધી ભારતીય ટીમની વાત છે તો બાંગ્લાદેશ સામે ટી-20 અને ટેસ્ટ ટીમ આ પ્રકારે છે.
ટી-20
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, સંજૂ સૈમસન, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, કૃણાલ પાંડ્યા, યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, દીપક ચાહર, ખલીલી અહમદ, શિવમ દૂબે, શાર્દૂલ ઠાકુર
ટેસ્ટ ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સારા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, શુભમન ગિલ અને ઋષભ પંત
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો