For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: પ્રેકટીસ મેચમાં કોહલીની બેટિંગ અને અર્જુન તેંડુલકરની બોલિંગ

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સિરીઝ માટે જોરદાર તૈયારી કરી રહી છે. વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ સિરીઝ ખુબ જ અગત્યની માનવામાં આવી રહી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સિરીઝ માટે જોરદાર તૈયારી કરી રહી છે. વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ સિરીઝ ખુબ જ અગત્યની માનવામાં આવી રહી છે. આવી પરિસ્થિતિમાં વિરાટ સેના કોઈ પણ કસર બાકી રાખવા નથી માંગતી. આ દરમિયાન ટીમ જયારે પ્રેકટીસ સેશન માટે પહોંચી. ત્યારે લોકોની નજર ક્રિકેટના મહાનાયક સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકર પર મંડાયેલી હતી. સૌથી ખાસ બાબત હતી કે અર્જુન તેંડુલકર અહીં વિરાટ કોહલીની ટીમ માટે આયોજિત કરવામાં આવેલા નેટ સેશન માટે પ્રેકટીસ કરી રહ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી ઘ્વારા અર્જુન તેંડુલકરને કેટલીક ટિપ્સ પણ આપવામાં આવી. આપણે જણાવી દઈએ કે અર્જુન તેંડુલકરને જુલાઈમાં શ્રીલંકા પ્રવાસ પર ભારતની અંડર 19 ટીમ માટે પસંદગી કરવામાં આવી છે. તેને શ્રીલંકામાં રમાઈ રહેલી ચાર દિવસની રમાઈ રહેલી બે ,મેચ માટે પસંદ કરવામાં આવ્યા છે. પરંતુ પાંચ મેચ રમનાર વનડે અંડર 19 ટીમનો હિસ્સો નહીં હોય.

પ્રેકટીસ સેશનમાં અર્જુન તેંડુલકર

પ્રેકટીસ સેશનમાં અર્જુન તેંડુલકર

આપણે જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ બોલિંગ કોચ સનથ કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારા માટે અર્જુન ટીમના બીજા સદસ્ય જેવો જ છે. સનથ કુમારને પૂછવામાં આવ્યું હતું કે તેઓ અર્જુન તેંડુલકર સાથે કેવો વ્યવહાર કરશે કારણકે તેના સિલેક્શને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેના જવાબમાં તેમને કહ્યું કે તેઓ તેના વિશે કઈ નથી જાણતા. તેના વિશે વિચારવું તેમનું કામ નથી. કોચ તરીકે મારા માટે બધા જ એકસરખા છે. મારુ કામ તેમના ઘ્વારા સારું પ્રદર્શન કરાવવાનું છે. આ પ્રેકટીસ સેશનમાં અર્જુન તેંડુલકર ભારતના કેપ્ટન વિરાટ કોહલી સામે બોલિંગ કરતા નજરે પડ્યા હતા.

કોચિંગ ટિપ્સ

અર્જુન પહેલા પણ ભારતીય મહિલા અને પુરુષ બંને ટીમ સાથે ટ્રેનિંગ કરી ચુક્યા છે. બીસીસીઆઈ ઘ્વારા ટ્વિટર પર કોચ રવિ શાસ્ત્રી અને અર્જુન તેંડુલકરની ફોટો કરી તેના વિશે જાણકારી આપવામાં આવી.

ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે

ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે

ભારતીય ટીમ પોતાની લાંબી સિરીઝ માટે ઇંગ્લેન્ડ પહોંચી ચુકી છે. અહીં ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત 3 જુલાઈ દરમિયાન થશે, જ્યાં તેમને 3 ટી20, 3 વનડે અને 5 ટેસ્ટ મેચ સિરીઝ રમવાની છે. ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઇન્ડિયા 27 અને 29 જૂને આયર્લેન્ડ સાથે બે ટી20 મેચ રમશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Arjun tendulkar practiced with virat kohli and ravi shastri
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X