For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ફિર તુમ્હારી યાદ આઈ, એ સનમ...', ભારતની હાર બાદ ટ્રેન્ડ થયો બુમરાહ

'ફિર તુમ્હારી યાદ આઈ, એ સનમ...', ભારતની હાર બાદ ટ્રેન્ડ થયો બુમરાહ

|
Google Oneindia Gujarati News

ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર ટાંકાનો મુકાબલો જોવા મળ્યો. જો કે આ વખતે પાકિસ્તાનની જીત થઈ. રવિવારે રમાયેલ સુપર-4 રાઉન્ડની મેચમાં પાકિસ્તાને ભારનતે 5 વિકેટે માત આપી. ટીમ સમક્ષ 182 રનનો ટાર્ગેટ હતો, જેને પાકિસ્તાને 19.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો. ટીમ ઈન્ડિયાની હાર બાદ સોશિયલ મીડિયા પર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટ્રેન્ડ થવા લાગ્યા.

ફેન્સને બુમરાહની યાદ આવી

ફેન્સને બુમરાહની યાદ આવી

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન વિરુદ્ધ અંતિમ ઓવર્સમાં ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહની કમી સ્પષ્ટ પણે જોવા મળી. તેઓ જખમી થવાના કારણે ટૂર્નામેન્ટનો ભાગ નથી. અંતિમ 6 બોલ પર પાકિસ્તાનને જીતવા માટે 7 રનની જરૂરત હતી. આ ઓવર યુવા પેસર અર્શદીપ સિંહે ફેંકી અને 5મી બોલ સુધી ગેમ લઈ ગયા, પરંતુ ટીમને જીત ના અપાવી શક્યા. ત્યારે જો બુમરાહ અત્યારે ટીમ સાથે હોત, તો તેમનો અનુભવ ટીમને બહુ કામ આવી શકતો હતો.

ફેન્સ શું બોલ્યા

ફેન્સ શું બોલ્યા

જસપ્રીત બુમરાહને મિસ કરતાં એક યૂઝરે લખ્યું, 'ફિર તુમ્હારી યાદ આઈ, એ સનમ, એ સનમ', જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું, 'બુમરાહથી સારો ટી20 બોલર ભારત પાસે નથી.' એક ફેને લખ્યું કે ટીમને નિશ્ચિત રૂપે પોતાના અનુભવી બોલર્સની કમી જણાઈ રહી છે, બુમરાહ હોત તો મેચનું પરિણામ કંઈક વિપરિત જ હોત.

બહાર કેમ થયા?

બહાર કેમ થયા?

જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહ કમરની ઈજાને પગલે એશિયા કપની ટીમનો ભાગ ના બની શક્યા. સ્ટાર પેસરે પોતાનો અંતિમ ઈન્ટરનેશનલ મેચ ઈંગ્લેન્ડ પ્રવાસ દરમ્યાન રમ્યો હતો. જે બાદ વેસ્ટઈન્ડીઝ અને જિમ્બાબ્વે સીરીઝ માટે તેમને આરામ આપવામાં આવ્યો હતો. જસપ્રીત ઉપરાંત હર્ષલ પટેલ પણ ઈજાને પગલે એશિયા કપમાં નથી રમી શક્યા. બંને ખેલાડી હાલ બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ કરી રહ્યા છે અને બંને આગામી ટી20 વર્લ્ડ કપ પહેલાં ફિટ થઈ જાય તેવી અપેક્ષા છે.

મુકાબલાનો હાલ કેવો રહ્યો

મુકાબલાનો હાલ કેવો રહ્યો

ટોસ હારી પહેલાં બેટિંગ કરવાની સાથે ભારતે મેચની શરૂઆત થઈ અને ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 181 રનનો સ્કોર ખડક્યો. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ સારું પ્રદર્શન કરતાં 44 બોલમાં 60 રન બનાવ્યા, જ્યારે રોહિત શર્મા અને કેએલ રાહુલે 28-28 રનની ઈનિંગ રમી. પાકિસ્તાન તરફથી શાબાદ ખાને સૌથી વધુ 2 વિકેટ ખેરવી.

પાકિસ્તાનની ટીમે 5 વિકેટ ગુમાવી એક બોલ બાકી રહેતાં 182 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. મોહમ્મદ રિઝવાન (71) ટૉપ સ્કોરર રહ્યા, જ્યારે મોહમ્મદ નવાજે આક્રમક બેટિંગ કરી 20 બોલમાં 42 રન ફટકાર્યા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Asia cup: fans missed burah against pakistan, result would have been different
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X