For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓસ્ટ્રેલિયા 5મી વાર બન્યું વિશ્વકપ ચેમ્પિયન

|
Google Oneindia Gujarati News

મેલબર્ન, 30 માર્ચ: ઓસ્ટ્રેલિયા એકવાર ફરીથી ક્રિકેટ વિશ્વકપ વિજેતા બની ગયું છે. ઓસ્ટ્રેલિયાએ 2015ના વિશ્વકપને પણ પોતાના નામે કરી લીધો છે. મેલબર્નમાં રમાયેલી ફાઇનલમાં કાંગારૂએ આખી મેચમાં કિવિયો પર દબાણ બનાવી રાખ્યું હતું. એટલું જ નહીં ન્યૂઝીલેંડને મેચમાં પાછા ફરવાનો પણ ઓસ્ટ્રેલિયાએ તક આપી નહી. ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝિલેંડને 7 વિકેટથી જોરદાર માત આપી.

ઓસ્ટ્રેલિયન ટીમના કપ્તાન માઇકલ ક્લાર્કે પોતાના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાને વર્લ્ડકપ અપાવી વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે. ક્લાર્કે મેદાનમાં દળો વાગવાથી મોતને ભેટેલા પોતાના સાથી ખેલાડી ફિલિપ હ્યુઝના નામે વિશ્વકપ કર્યો હતો.

આ પહેલા ફાઇનલ મુકાબદાલમાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 45 ઓવરમાં માત્ર 183 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સ્કોરને ઓસ્ટ્રેલિયન ટીમે 33.1 ઓવરમાં માત્ર 3 વિકેટના નુકસાન પર 186 રન બનાવીને વર્લ્ડકપને પોતાના નામે કરી લીધો.

ઓસ્ટ્રેલિયા તરફથી જેમ્સ ફોકનરને તેમની શાનદાર બોલિંગના કારણે મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા, તેણે ત્રણ વિકેટ ઝડપી હતી. મિસેલ સ્ટાર્કને મેન ઓફ ધ સીરિઝનો ખિતાબ આપવામાં આવ્યો. ઓસ્ટ્રેલિયા તરફથી કપ્તાન માઇકલ ક્લાર્કે સર્વાધિક 72 રનોની પારી ખેલી.

આવો એક નજર કરીએ ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી કેટલા વિશ્વકપ જીત્યા....

ક્રિકેટ વર્લ્ડકપ 1987

ક્રિકેટ વર્લ્ડકપ 1987

1987ના વિશ્વકપનું આયોજન ભારત અને પાકિસ્તાને કર્યું હતું. જેની ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેંડ વચ્ચે કલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં 8 નવેમ્બરના રોજ રમાઇ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેંડને સાત રને હરાવીને પહેલીવાર વિશ્વકપ પોતાના નામે કર્યો હતો.

ક્રિકેટ વર્લ્ડકપ 1999

ક્રિકેટ વર્લ્ડકપ 1999

1999ના વિશ્વકપના ફાઇનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાની સામે પાકિસ્તાન હતું. પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે માત્ર 133 રનોનું લક્ષ્ય આપ્યું હતું. જેને ઓસ્ટ્રેલિયાની ટીમે માત્ર 20.1 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર હાસલ કરી લીધું હતું. અને બીજી વખત વિશ્વકપ વિજેતા બની ગયું હતું.

ક્રિકેટ વર્લ્ડકપ 2003

ક્રિકેટ વર્લ્ડકપ 2003

2003ના વર્લ્ડકપના ફાઇનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાની સામે ભારતની ટીમ હતી. ભારતે ટોસ જીત્યો અને કપ્તાન સૌરવ ગાંગુલીએ પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો. ઓસ્ટ્રેલિયાએ ભારતને અધધ 359 રનોનું લક્ષ્ય આપ્યું જોકે ભારતીય ટીમ માત્ર 39.1 ઓવરમાં 234 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ અને ઓસ્ટ્રેલિયાએ 125 રનોના વિજય સાથે ત્રીજીવાર વિશ્વકપનો ખિતાબ પોતાના નામે કરી લીધો.

ક્રિકેટ વર્લ્ડકપ 2007

ક્રિકેટ વર્લ્ડકપ 2007

આ વખતે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની સામે શ્રીલંકન ટીમ હતી. વરસાદના કારણે મેચ મોડી શરૂ થતા ઓવરની સંખ્યા 38 કરી દેવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટીંગ કરી 282 રનોનું લક્ષ્ય આપ્યું હતું. જેને શ્રીલંકા નિર્ધારિત ઓવરમાં ચેજ કરી શક્યું નહીં અને વર્લ્ડકપથી હાથ ધોઇ બેઠ્યું.

ક્રિકેટ વર્લ્ડકપ 2015

ક્રિકેટ વર્લ્ડકપ 2015

ઓસ્ટ્રેલિયન ટીમે પહેલીવાર પોતાની જમીન પર વિશ્વકપ પોતાના નામે કર્યો છે. વિશ્વકપ 2015માં તેણે ન્યૂઝીલેન્ડને 7 વિકેટે માત આપી વર્લ્ડકપને સર્વાધિક પાંચમી વાર પોતાના નામે કરી લીધો છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Australia wins ICC world cup 2015 beats New Zealand in final by 7 wickets, becomes fifth time world cup champion. How many times Australia win the cricket world cup?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X