For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેમી ફાઈનલમાં પાકિસ્તાન હાર્યુ તો બલૂચિસ્તાનમાં ફૂ્ટ્યા ફટાકડા, અફઘાનોએ કર્યા ભાંગડા, પાક.માં માતમ

ટી-20 વિશ્વકપ સેમીફાઈનલમાં પાકિસ્તાનની હાર બાદ સૌથી વધુ ઉજવણી અફઘાનિસ્તાન અને બલૂચિસ્તાનમાં કરવામાં આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

કાબુલ/ઈસ્લામાબાદઃ ટી-20 વિશ્વકપ સેમીફાઈનલમાં પાકિસ્તાનની હાર બાદ સૌથી વધુ ઉજવણી અફઘાનિસ્તાન અને બલૂચિસ્તાનમાં કરવામાં આવી રહી છે. ભારતીય ક્રિકેટ ફેન્સ તો માત્ર ટ્વિટર પર મઝા લઈ રહ્યા છે પરંતુ અફઘાનિસ્તાન અને બલૂચિસ્તાનના લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે ત્યારબાદ પાકિસ્તાનમાં તણાવ ફેલાવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પાકિસ્તાનની કારમી હાર

પાકિસ્તાનની કારમી હાર

એમાં કોઈ શંકા નથી કે આ વિશ્વકપમાં પાકિસ્તાની ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યુ છે અને પાકિસ્તાનના ઘણા ખેલાડીઓએ આ વિશ્વકપમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ખાસ કરીને કેપ્ટન બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, શાહીન શાહ આફરીદીએ પોતાની ટીમની જીતમાં મહત્વનુ યોગદાન આપ્યુ છે પરંતુ પાકિસ્તાની ટીમને શરૂઆતની મેચોમાં ટૉસ જીતવાનો બહુ મોટો ફાયદો મળ્યો હતો. ખાસ કરીને ભારત અને ન્યૂઝીલેન્ડ સામે પાકિસ્તાનની જીતમાં ટૉસે ઘણી મહત્વની ભૂમિકા નિભાવી હતી. પરંતુ કહેવાય છે ને કે નસીબ હંમેશા સાથ નથી આપતુ, મહત્વની સેમીફાઈનલમાં પાકિસ્તાની ટીમ ટૉસ હારી ગઈ અને પાકિસ્તાની ટીમ સાથે પણ એ જ થયુ જે ભારત અને ન્યૂઝીલેન્ડ સાથે થયુ હતુ અને મેચમાં પાકિસ્તાની ટીમની કારમી હાર થઈ ગઈ પરંતુ આ સાથે જ પાકિસ્તાન અધિગ્રહિત બલૂચિસ્તાનમાં ફટાકડા ફુટવા લાગ્યા.

બલૂચિસ્તાનમાં હાર પર ઉજવણી

બલૂચિસ્તાન ઉપર સૈન્ય શક્તિથી તો પાકિસ્તાનો કબ્જો કરી લીધો છે પરંતુ બલૂચિસ્તાનના લોકો પર પણ પાકિસ્તાન એ રીતે હુમલો કરી રહ્યુ છે. બલૂચિસ્તાનમાં પાકિસ્તાન જોરદાર દમન કરી રહ્યુ છે માટે જેવી પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ઑસ્ટ્રેલિયામાં મેચ હારી તેવુ તરત જ બલૂચિસ્તાનના લોકોએ ડાંસ કરવાનુ શરૂ કરી દીધુ. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. બલૂચ કાર્યકર્તા શાયઝાદ બલોચે એક વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે જેમાં બલૂચિસ્તાનના લોકો પાકિસ્તાનની હાર બાદ ડાંસ કરતા જોવા મળી રહ્યા છે.

તાળીઓથી પાકિસ્તાનની હારનુ સ્વાગત

તાળીઓથી પાકિસ્તાનની હારનુ સ્વાગત

વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે જેવુ ઑસ્ટ્રેલિયન ખેલાડી મેથ્યુ વેડે શાહીન શાહ આફરીદીને 19મી ઓવરમાં ત્રણ ગગનચુંબી છક્કા મારીને પાકિસ્તાનને હરાવ્યુ, બરાબર એ જ રીતે બલૂચિસ્તાનમાં તાળીઓના ગડગડાટથી પાકિસ્તાનની હારનુ સ્વાગત થવા લાગ્યુ. ખુશીના કારણે લોકો પોતાની ખુરશીઓ પર ઉછળવા લાગ્યા અને એકબીજાને અભિનંદન આપવા લાગ્યા. બલૂચિસ્તાનના લોકો પાકિસ્તાનની હાર પર જોરદાર ખુશી મનાવવા લાગ્યા. આ ફોટા સ્પષ્ટ રીતે જણાવે છે કે પાકિસ્તાનના સામે બલૂચિસ્તાનના લોકોમાં કેટલી નફરત અને કેટલો ગુસ્સો ભરેલો છે.

પાકિસ્તાની નેતાઓએ વ્યક્ત કરી હતી ખુશી

પાકિસ્તાની નેતાઓએ વ્યક્ત કરી હતી ખુશી

યાદ કરો, આ જ વિશ્વકપની ભારતની પહેલી મેચ, જ્યારે પાકિસ્તાન સામે ભારતીય ક્રિકેટ ટીમ હારી ગઈ હતી અને ભારતમાં હાજર અમુક 'તત્વો'એ જોરદાર ઉજવણી કરી હતી અને ફટાકડા ફોડ્યા હતા એ વખતે જ્યારે ભારતીય સુરક્ષા એજન્સીએ જ્યારે કાર્યવાહી કરી હતી ત્યારે પાકિસ્તાની નેતાઓએ તેને જુલમ ગણાવ્યુ હતુ અને ભારતમાં ફટાકડા ફોડવા પર ખુશી વ્યક્ત કરી હતી પરંતુ હવે જ્યારે બલૂચિસ્તાનમાં ફટાકડા ફૂટી રહ્યા છે અને લોકોના ઉજવણીના વીડિયો સામે આવી રહ્યા છે તો પાકિસ્તાનમાં શોક પ્રસરી ગયો છે.

અફઘાનિસ્તાનમાં પણ ઉજવણી

માત્ર બલૂચિસ્તાનમાં જ નહિ પરંતુ અફઘાનિસ્તાનમાં પણ પાકિસ્તાનની હારપર જોરદાર ઉજવણી કરવામાં આવી છે અને જેવુ પાકિસ્તાન ટીમની હાર પર મેથ્યુ વેડના છક્કાએ મહોર લગાવી અફઘાનિસ્તાનના ઘણા વિસ્તારોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને ડાંસ કરવા લાગ્યા. અફઘાનિસ્તાનના પત્રકાર હબીબ ખાને ખોસ્ત પ્રાંતથી એક વીડિયો શેર કર્યો છે જેમાં પાકિસ્તાનની હાર પર લોકો ઉજવણી કરતા જોવા મળ્યા. વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે પાકિસ્તાનની હારમાં અફઘાનિસ્તાનના લોકો પારંપરિક નૃત્ય કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન સામે ભયાનક ગુસ્સો છે અને લોકો દેશની બરબાદ સ્થિતિ માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવે છે અને પાકિસ્તાન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહ્યા છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Balochistan and Afghanistan celebrating Pakistan's defeat in the T20 World Cup.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X