For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જગમોહન દાલમિયા કમર્શિયલ ક્રિકેટના ગોડફાધરે દુનિયાને કરી અલવિદા

|
Google Oneindia Gujarati News

કોલકાતા: બીસીસીઆઈ અધ્યક્ષ જગમોહન દાલમિયાનું 75 વર્ષની વયે કોલકાતાના બિરલા હાર્ટ રિસર્ચ સેન્ટરમાં નિધન થયું છે. પાછલા ત્રણ દિવસથી દાલમિયાને છાતીનાં ભાગે દુઃખાવો થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ કોઇને ખબર ન હતી, કે આખરે જગમોહન દાલમિયાનું હ્રદય આખરે તેમને દગો દઈ દેશે.

દાલમિયાના નિધનથી બીસીસીઆઇ અને ક્રિકેટ જગતમાં શોકની લાગણીનો માહોલ છે. તેમના નિધન પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી તેમજ અન્ય નેતાઓ, રમતજગત સાથે સંકળાયેલા મહાનુભાવોએ ઉંડો શોક વ્યક્ત કર્યો છે.

હ્રદયની બિમારી કારણ

હ્રદયની બિમારી કારણ

ICCના ભૂતપૂર્વ અધ્યક્ષ અને BCCIના વર્તમાન અધ્યક્ષ જગમોહન દાલમિયાને ગુરૂવારે રાત્રે તપાસ બાદ કોલકાતાના બી.એમ.બિરલા હાર્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી જ તેઓ ICUમાં દાખલ હતા. તેમની હાર્ટ સર્જરી પણ કરવામાં આવી હતી.

જગમોહન દાલમિયાનું વ્યક્તિત્વ

જગમોહન દાલમિયાનું વ્યક્તિત્વ

વર્ષ 1979માં તેઓ બીસીસીઆઇ સાથે જોડાયા હતા. 1983માં તેમને બીસીસીઆઇના ટ્રેજર બનાવવામાં આવ્યા હતા. વર્ષ 1987 અને 1996ના વર્લ્ડકપનું સફળ આયોજન પણ તેમણે જ કર્યું અને તે તેમનું મોટું અચિવમેન્ટ છે. ત્યારબાદ વર્ષ 1996માં તેઓ આઇસીસીના ચેરમેન બન્યા હતા. આઇસીસીને મજબૂત અને એક દિશા તરફ આગળ વધારવાનો શ્રેય પણ દાલમિયાને જ જાય છે.

દાલમિયાનું નિધન.....

જગમોહન દાલમિયાનું રવિવારે 75 વર્ષની વયે કોલકાતાની એક હોસ્પિટલમાં નિધન થયું છે. આ અંગેની જાણકારી બિરલા હોસ્પિટલના પ્રશાસને આપી હતી.

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી

જગમોહન દાલમિયાના નિધનની જાણ થતા જ મમતા બેનર્જીએ ટ્વીટ કર્રીને જણાવ્યું હતુ કે દુખદ. જગમોહન દાલમિયાનું નિધન થયુ છે. તેઓ રમત જગતમાં દિગ્ગ્જ નામ હતા. તેમને બંગાળ સાથે ઘણો લગાવ હતો. ઇશ્વર તેમની આત્માને શાંતિ આપે.

સચિન તેડુંલકર

માસ્ટર બ્લાસ્ટર સચિને પણ ટ્વીટ કરીને જણાવ્યું હતુ કે તેમના પરિવાર અને તેમના મિત્રો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરૂં છું. જૂન મહિનામાં જ મારી તેમની સાથે મુલાકાત થઈ હતી, તે સમયે બિલકુલ અંદાજ ન હતો કે આ તેમની સાથેની છેલ્લી મુલાકાત હશે. ઘણાં વર્ષોથી દાલમિયાનું જે સમર્થન અને પ્રોત્સાહન મળતા રહ્યાં છે, તેનો હું આભારી છું.

ICC

ICCએ પણ ટ્વીટ કરીને જણાવ્યું હતુ કે બીસીસીઆઇના અધ્યક્ષ અને આઇસીસીના ભૂતપૂર્વ અધ્યક્ષ દાલમિયાના નિધન પર આઇસીસી ઉંડી સંવેદના વ્યક્ત કરે છે.

અનુરાગ ઠાકુર

બીસીસીઆઇ સચિવ અનુરાગ ઠાકુરે પણ ટ્વીટ કરીને તેમના નિધન પર ઉંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે ભારતના સર્વ શ્રેષ્ઠ ખેલ પ્રશાસક નથી રહ્યાં, અને તે સાથે જ એક યુગની સમાપ્તિ થઇ ગઈ. ભારતીય ક્રિકેટ માટે આ એક મોટી ખોટ છે.

કિર્તી આઝાદ

ભૂતપૂર્વ ક્રિકેટર કિર્તી આઝાદે પણ દાલમિયાના નિધન પર ઉંડો શોક વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે આ માત્ર ક્રિકેટની જ નહીં પરંતુ મને પણ તેમની ખોટ પડી છે.

સુરેશ રૈના

દાલમિયાની ચિર વિદાય ક્રિકેટ જગતને મોટી ખોટ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન મોદીએ પણ જગમોહન દાલમિયાના નિધન પર ટ્વીટ કરીને દુખની લાગણી વ્યક્ત કરી હતી. વડાપ્રધાને જણાવ્યું હતુ કે દુખના સમયે તેઓ દાલમિયાના પરિવાર સાથે છે, દાલમિયાની આત્માને ભગવાન શાંતિ આપે.

રાજીવ શુક્લા

દાલમિયાના નિધનની ખબર સાંભળીને આઘાતમાં છું.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
BCCI has condoled the death of their President Jagmohan Dalmiya. Jagmohan Dalmiya, the president of India’s powerful cricket board, died Sunday at a hospital in Kolkata. He was 75.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X