BCCIએ નક્કી કર્યો ધોનીનો એક્ઝિટ પ્લાન, આ ટીમ સામે હોય શકે આખરી મેચ
નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડ કપ 2019ના સેમીફાઈનમાં ભારતને મળેલ હાર બાદ સતત મેદાનથી દૂર રહેલ ભારતના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર એમએસ ધોનીના ભવિષ્યને લઈ અવારનવાર ક્રિકેટ પંડિતો વચ્ચે નિયમિત રૂપે દલીલો થતી રહે છે. જેમાં મોટો સવાલ હોય છે તેમના ભવિષ્યને લઈને કે ધોનીએ આગામી શ્રેણીમાં ભારત માટે રમવું જોઈએ કે નહિ આ બધાની વચ્ચે ધોનીની રિટાયરમેન્ટને લઈ ઉઠી રહેલ અંદાજાઓ પર પૂર્ણ વિરામ લાગી ગયો છે. અંગ્રેજી અખબાર મુંબઈ મિરરના રિપોર્ટ મુજબ ધોનીને ફરી એખવાર ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવશે પરંતુ આ વખતે ક્રિકેટને અલવિદા કહેવા માટે.

ધોનીનો એક્ઝિટ પ્લાન નક્કી
ગુરુવારે બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમ સિલેક્શન બાદ સિલેક્ટર્સે ધોનીના ભવિષ્ય પર પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે તે હવે માત્ર યુવાઓને આગળ વધારવા પર ધ્યાન આપશે. એવાાં ધોની ક્રિકેટથી અલવિદા કહે તે નક્કી જ છે. રિપોર્ટ મુજબ ધોનીને વિદાય તરીકે માત્ર એક અંતિમ શ્રેણીમાં સામેલ કરવામાં આવશે.

ક્રિકેટમાંથી લીધી બ્રેક
વર્લ્ડ કપ 2019ની સેમીફાઈનલથી બહાર થયા બાદ ધોનીએ ભારતની એકપણ શ્રેણીમાં ભાગ નથી લીધો. તેમણે ક્રિકેટથી બ્રેક લીધી અને હજુ સધી વાપસીની કોઈ ઘોષણા નથી કરી. એવી ઉમ્મીદ હતી કે ધોની આઈસીસી વર્લ્ડકપ બાદ વિદાઈની ઘોષણા કરી દેશે પરંતુ તેમણે આવું ન કર્યું. રિપોર્ટ મુજબ ધોનીએ પોતાના સાથીઓને પણ ટીમમાં સામેલ થવાના કોઈ સંકેત નથી આપ્યા. જો કે કેપ્ટન વિરાટ કોહલીએ એમ જરૂર કહ્યં કે જો ધોની ભવિષ્યની યોજનાઓમાં ભારતીય ટીમનો ભાગ બનશે તો તેમાં કોઈ આશ્ચર્ય નહિ થાય, યુવાઓ માટે તેમનો અનુભવ ઘણો જરૂરી હશે.

આ મેદાનમાં રમશે અંતિમ મેચ?
પરંતુ મુખ્ય સિલેક્ટર એમએસકે પ્રસાદના શબ્દો અને વિવિધ સ્રોતોથી રિપોર્ટ માત્ર એમ કહે છે કે ધોનીને ફરી એકવાર લીલા રંગમાં રમતાં જોઈ શકીએ છીએ. બાંગ્લાદે બાદ ભારત પ્રવાસ પર આવી રહેલ વેસ્ટઈન્ડીઝ 3 ટી20 અને 3 વનડે મેચની સીરિઝ રમશે. એવી ઉમ્મીદ છે કે 6 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલ આ સીરિઝ માટે ધોનીની પસંદગી થાય અને તે સીરિઝ દરમિયાન જ તેઓ ક્રિકેટને અલવિદા કહી દે. અંદાજા મુજબ ધોની વાનખેડે સ્ટેડિયમમાં રમાનાર પહેલી ટી20 મેચ અથવા ચેન્નઈમાં આયોજિત થનાર પહેલી વનડે મેચ દરમિયાન ક્રિકેટને અલવિદા કહી શકે છે. કેમ કે વાનખેડેમાં ભારતે 2011નો વર્લ્ડ કપ જીત્યો હતો અને ચેન્નઈ ધોનીનું હોમ ગ્રાઉન્ડ છે.
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય ટીમ ઘોષિત, કોહલી પણ નહિ રમે
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો