For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL Fixing: રૈના, જાડેજા અને બ્રાવોને મળી ક્લીન ચિટ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 29 જૂન: શનિવારે આઇપીએલના પૂર્વ કમિશ્નર લલિત મોદી દ્વારા બળાપો કાઢ્યા બાદ આજે બીસીસીઆઇએ સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા અને બ્રાવો ત્રણેયને ક્લીન ચિટ આપી દીધી છે અને જણાવ્યું છે કે તેમની પર લાગેલા આરોપો નિરાધાર છે. બીસીસીઆઇએ એક વાર ફરી લલિત મોદીને ખોટા સાબિત કર્યા છે.

suresh raina
બીસીસીઆઇ સચિવ અનુરાગ ઠાકુરે મીડિયાને જણાવ્યું કે લલિત મોદીએ આઇસીસીને લેટર લખ્યો હતો જેમાં જરા પણ સત્યતા નથી, ત્રણેય ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રાધિકાર હેઠળ આવે છે અને ત્રણેય ખેલાડીઓએ કોઇ નિયમ તોડ્યા નથી.

ravindra jadeja
નોંધનીય છે કે લલિત મોદી તરફથી કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2013માં ભારતીય ક્રિકેટર સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, અને વેસ્ટ ઇન્ડિઝના ડ્વેન બ્રાવોએ એક બુકી પાસેથી લાંચ લીધી હતી, જે એક બિલ્ડર હતો.

bravo
એટલા માટે બિહાર કાઉન્સિલના સેક્રેટરી આદિત્ય વર્માએ આઇસીસીના સીઇઓને એ માંગ કરી હતી કે તેઓ આઇપીએલના પૂર્વ પ્રમુખ લલિત મોદી દ્વારા ભારતીય ખેલાડી સુરેશ રેના, જાડેજા અને બ્રાવોને લાંચ આપવાની બાબતની તપાસ કરાવે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
The Board of Control of Cricket in India on Monday gave a clean chit to under-fire players Suresh Raina and Ravindra Jadeja for their betting links.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X