ભારત સાથે 5 ટેસ્ટની સીરિઝ રમવા માંગે છે ઓસ્ટ્રેલિયા, BCCIએ આવી પ્રતિક્રિયા આપી
નવી દિલ્હીઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા એક સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે એક જ શહેરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રૃંખલા રમવા અંગે વિચારી રહી છે. હકીકત છે કે સીએ અને બીસીસીઆઈ એક મજબૂત બંધન શેર કરે ચે અને બંને ક્રિકેટ સંસ્થા ભવિષ્યમાં પાંચ ટેસ્ટ મેચની શ્રૃંખલાનું આયોજન કરવા માટે પ્રતિબદ્ધ છે.
જો કે બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે બોર્ડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમવાના તથ્ય પર કોઈ વિચાર કર્યો નથી. તેમણે એ તથ્યને પણ જોડ્યું કે ટી 20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને ઓસ્ટ્રેલિયા હાલ સપ્ટેમ્બર સુધી લૉકડાઉનમાં છે, દેશમાં કોઈપણ નવા વિદેશીને મંજૂરી નથી. તેમના મુજબ બોર્ડ જોવા માંગે છે કે ભવિષ્યમાં કેવી ચીજો ચાલે છે. જે બાદ જ તેઓ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દ્વિપક્ષીય શ્રૃંખલાથી સંબંધિત નિર્ણય લઈ શકે છે.
બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે, "આ વિશે હજી અમે કંઈ વિચાર્યું નથી. અમારી પાસે વિશ્વ કપ છે અને ઓસ્ટ્રેલિયા લૉકડાઉનમાં છે (દેશે છ મહિના માટે બદા વિદેશીઓ માટે પોતાની બોર્ડર બંધ કરી દીધી છે). સપ્ટેમ્બરના અંત સુધી લૉકડાઉન યથાવત રહેશે. અમારે જોવું પડશે કે તેઓ ટી20 વર્લ્ડ કપ માટે કેવી રીતે જાય છે. જેના આધારે દ્વિપક્ષીય શ્રૃંખલા પર કામ કરવામાં આવશે."
જણાવી દઈએ કે મંગળવારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ કેવિન રોબર્ટ્સે કહ્યું કે તેઓ પાંચ ટેસ્ટ મેચની શ્રૃંખલા યોજવા પર વિચાર કરી રહ્યા છે.
મંગળવારે રોબર્ટ્સે વીડિયો કોન્ફરન્સ દ્વારા જણાવ્યું કે, ઈંગ્લેન્ડ સામે રમ્યા હતા તેવી જ રીતે અમે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રૃંખલા માટે BCCI સાથે ચર્ચા કરી છે. જેને ભવિષ્યમાં સિદ્ધાંત રૂપે કરવામાં પ્રતિબદ્ધ છીએ.
8 વર્ષના લગ્ન, 1 દીકરો, શું ખરેખર પતિથી અલગ થઈ રહી છે સુનિધિ, જાણો સત્ય
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો