For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોહલીનું ખેલરત્ન અને ગાવસ્કરનું નામ ધ્યાનચંદ એવોર્ડ માટે પ્રસ્તાવિતઃ બીસીસીઆઈ

હાલમાં ચારેતરફ આઈપીએલની ધૂમ મચી છે. જ્યાં જુઓ ત્યાં લોકો આઈપીએલની જ વાત કરતાં નજરે પડે છે. એવામાં ખેલપ્રેમીઓ માટે બીજા એક સારા સમાચાર છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં ચારેતરફ આઈપીએલની ધૂમ મચી છે. જ્યાં જુઓ ત્યાં લોકો આઈપીએલની જ વાત કરતાં નજરે પડે છે. એવામાં ખેલપ્રેમીઓ માટે બીજા એક સારા સમાચાર છે. બીસીસીઆઈએ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું નામ ખેલરત્ન માટે અને ભારતના દિગ્ગજ બેટ્સમેન રહી ચૂકેલા સુનીલ ગાવસ્કરનું નામ મેજર ધ્યાનચંદ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવા માટે પ્રસ્તાવિત કર્યુ છે.

khelratn

શું છે ખેલ રત્ન

તમને જણાવી દઈએ કે દર વર્ષે હોકીના જાદૂગર મેજર ધ્યાનચંદના જન્મદિન 29 ઓગસ્ટને રાષ્ટ્રીય ખેલ દિવસ રુપે મનાવાવામાં આવે છે. આ દિવસે ખેલાડીઓને દેશનો સર્વોચ્ચ રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર ખેલરત્ન પણ આપવામાં આવે છે. આ વખતે આ પુરસ્કાર આપવા માટે બીસીસીઆઈએ વિરાટ કોહલીનું નામ રમતગમત મંત્રાલયને સોંપ્યું છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે જૂલાઈ કે ઓગસ્ટ મહિનામાં થનારી સ્પોર્ટ્સ સમિતિની બેઠકમાં ખેલ પુરસ્કાર પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ ખેલ પુરસ્કાર 1991 થી શરુ કરવામાં આવ્યો હતો.

BCCI is recommending Virat Kohli's name for Khel Ratna Award and Sunil Gavaskar's name for Dhyan Chand Award for Lifetime Achievement in Sports: BCCI Sources
- ANI (@ANI) April 26, 2018

ત્રીજા ક્રિકેટર હશે કોહલી

ખેલરત્ન પુરસ્કાર અત્યાર સુધીમાં માત્ર 34 ખેલાડીઓને આપવામાં આવે છે. આમાં માત્ર બે જ ખેલાડી ક્રિકેટના છે. 1997-98 માં આ પુરસ્કાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને મળ્યો હતો. જ્યારે 2007 માં આ રત્નથી મહેન્દ્રસિંહ ધોનીને નવાજવામાં આવ્યા હતા. જો વિરાટ કોહલીને આ પુરસ્કાર મળશે તો તે ત્રીજા ક્રિકેટર હશે જેમને આ પુરસ્કાર મળશે. આ તરફ જો સુનીલ ગાવસ્કરને ધ્યાનચંદ લાઈફ ટાઈમ અચીવમેન્ટ મળ્યો તો તે પહેલા ક્રિકેટર ખેલાડી હશે જેમને આ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે. અત્યાર સુધીમાં આ સમ્માન 51 ખેલાડીઓને આપવામાં આવ્યું છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
bcci recommend the name kohli gavaskar khelratn dhyanchand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X