છેલ્લા બોલે સિક્સર ફટકારીને બન્યો સ્ટાર, જાણો રાશિદ ખાનની પ્રોફાઇલ
નવી દિલ્હી, 28 એપ્રીલ : IPL 2022માં ઉત્સાહ પૂરજોશમાં છે. અહીં દરરોજ આકર્ષક મેચ જોવા મળે છે. બુધવારના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જે રીતે મેચ રમાઇ તે લોકોના હૃદયના ધબકારા વધારી દેનારી હતી. તિવેટિયા અને રાશિદ ખાનની બેટિંગે ઉમરાન મલિકની તમામ મહેનત પર પાણી ફેરવી નાખ્યું હતું. જ્યારે રાશિદ ખાને છેલ્લા બોલ પર સિક્સર ફટકારી, ત્યારે આખું સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાશિદ ખાને માત્ર ચાર ઓવરમાં 59 રનની અણનમ ભાગીદારી કરીને ટીમને પાંચ વિકેટે જીત અપાવી હતી. સોશિયલ મીડિયા પર રાશિદ ખાનનો દબદબો છે. આજે રાશિદ ખાન ભલે હીરો બની ગયો હોય, પરંતુ તેની અહીં સુધીની સફર એટલી સરળ રહી નથી.

રાશિદ ખાનનું બાળપણ આતંકના ડરમાં પસાર થયું
20 સપ્ટેમ્બર, 1998ના રોજ જન્મેલા રાશિદ ખાન અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં જન્મેલા રાશિદ ખાનનું બાળપણ આતંકના ભયમાં વીત્યું અને આ માટે તેણેઅફઘાનિસ્તાન છોડીને પાકિસ્તાન જવું પડ્યું હતું.
રાશિદ નાનપણથી જ ક્રિકેટર બનવા માંગતો હતો અને બેટ્સમેન બનવાનું સપનું જોતો હતો, પરંતુ તેના ભાઈઓએકહ્યું કે, બોલિંગ કરવી જોઈએ, જેના બાદ રાશિદનું ધ્યાન બોલિંગ તરફ ગયું હતું.

રાશિદનો પહેલો છે પ્રેમ ક્રિકેટ
જોકે, રાશિદની માતા ઈચ્છતી હતી કે, તે ડૉક્ટર બને, પણ રાશિદને ક્રિકેટ પ્રત્યે લગાવ હતો, તેથી તેની માતાએ તેનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ ડાયવર્ટ ન કર્યો અને તેને દરેકરીતે પ્રોત્સાહિત કર્યા અને તેને તેની માતાના આશીર્વાદ કહી શકો કે, રાશિદની મહેનત ફળી. 17 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો અને રાશિદ ટેસ્ટક્રિકેટનો સૌથી યુવા કેપ્ટન પણ બન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જ્યારે તેણે 5 સપ્ટેમ્બર, 2019ના રોજ બાંગ્લાદેશ સામે ટીમની કેપ્ટનશીપ કરી, ત્યારે તેની ઉંમર 20 વર્ષઅને 350 દિવસની હતી.

હૈદરાબાદને ગુજરાતે પાંચ વિકેટે હરાવ્યું
શાહિદ આફ્રિદીને પોતાનો આદર્શ માનતા રાશિદ ખાનને જૂન 2018માં ભારત સામે અફઘાનિસ્તાનની ડેબ્યૂ મેચમાં ભાગ લેવાની તક મળી મળી હતી.
ઉલ્લેખનીય છે કે,IPL ની ખૂબ જ રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સે છેલ્લા બોલે સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સ આઠમાંથી સાત મેચજીતીને 14 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગઈ છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો