• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દશકાની 'બેસ્ટ ODI ઈલેવન'નો બેટિંગ ઑર્ડર, જેમાં સામેલ છે 3 ભારતીય બેટ્સમેન

|

2019 નું વર્ષ ક્રિકેટની દુનિયામાં મોટી ઉથલપાથલ વાળું રહ્યું. આ દાયકામાં સૌથી મોટી વાત એ જોવા મળી કે, મેદાન પર ચાલતો ઓસ્ટ્રેલિયાનો દબદબો ખતમ થયો. આ દાયકામાં ભારત ક્રિકેટમાં એક સુપર પાવર તરીકે ઉભર્યું, એટલું જ નહિ ઘણા બધા શ્રેષ્ઠ ખેલાડીઓ મેદાનમાં આવ્યા. આ દાયકામાં ત્રણ જુદા જુદા વર્લ્ડ ચેમ્પિયન, બે ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ કપ 2019ની યાદગાર અંતિમ મેચ જોવા મળી. જો કે તે જે વિવાદાસ્પદ રહી. દાયકાના અંતમાં એ જાણીએ કે આ દાયકાની શ્રેષ્ઠ વન ડે ઇલેવન બને તો કોણ કોણ બેટ્સમેન તેમાં સ્થાન પામી શકે?

રોહિત શર્મા

રોહિત શર્મા

રોહિત આ દાયકાનો સૌથી મોટા વનડે ઓપનર તરીકે ઉભરી આવ્યો છે. શરૂઆતમાં જે રોહિત સંઘર્ષ કરી રહ્યો હતો એ પાછલા કેટલાક વર્ષોમાં ભારતનો સૌથી આધારભૂત બેટ્સમેન બની રહ્યો છે. છેલ્લા 6 વર્ષથી તેણે એક અલગ મુકામ મુકામ હાંસિલ કર્યો છે. આ સમયમાં જ વર્લ્ડ કપમાં 6 સદી ફટકારી સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે.

આંકડાઓ પર નજર કરીયે તો રોહિતે 177 મેચમાં 52.92 ની સરેરાશથી 7,991 રન બનાવ્યા છે. સૌથી મોટી વાત એ કે કોઈ પણ ઓપનર બેટ્સમેને એટલા રન બનાવ્યા નથી. આ ઉપરાંત રોહિત 27 સદી, 3 બેવડી સદી અને 200 થી વધુ ફટકારનારો એકમાત્ર ખેલાડી છે.

હાશિમ આમલ

હાશિમ આમલ

વેન ડે ક્રિકેટમાં વિસ્ફોટક બેટ્સમેન હાશિમ અમલાએ હમણાં હમણાં જ સન્યાસની જાહેરાત કરી છે. હાશિમ અમલાને તેની એકધારી બેટિંગ માટે યાદ કરવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાના આ ખેલાડીના નામે વનડેમાં સૌથી ઝડપી 2000, 3000, 4000, 5000, 6000 અને 7000 રન બનાવવાનો રેકોર્ડ છે. આ તમામ રેકોર્ડ આ દાયકામાં પોતાના નામે કર્યા છે. આ ઉપરાંત તે દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે.

આંકડા પર નજર કરીયે તો, 159 મેચમાં અમલાએ લગભગ 50 ની સરેરાશ અને 89.11 ના સ્ટ્રાઈક રેટથી 7265 રન બનાવ્યા છે. તેણે આ 10 વર્ષમાં 26 સદી ફટકારી હતી. જે કોહલી અને રોહિત પછી ત્રીજા સ્થાને છે.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

વિરાટ કોહલી વિશે વધુ કઈ કહેવાનું રહેતું નથી. વિરાટ કોહલીની ગણતરી વન ડે ક્રિકેટના મહાન ખેલાડીમાં થવા લાગી છે. વિવાદો વગર આગળ વધી રહેલા કોહલીની સરખામણી સચિન તેંડુલકર સાથે થઈ રહી છે એનાથી મોટું સન્માન શું હોઈ શકે?

વિરાટ કોહલીના આ દાયકાની શરૂઆત જ વર્લ્ડકપ વિજય સાથે થઇ. વર્લ્ડકપમાં બાંગ્લાદેશ સામે સદી અને ફાઇનલમાં 35 રન ફટકારનાર વિરાટ કોહલીનું 2015 ના વર્લ્ડકપમાં પ્રદર્શન અપેક્ષા મુજબ ન રહ્યું પરંતુ ત્યારબાદ તેને પાછા વળીને જોયું નથી.

આ દાયકામાં 10,000 થી વધુ રન બનાવનાર એકમાત્ર ક્રિકેટર કોહલીએ 61.31 ની સરેરાશથી 11036 રન બનાવ્યા છે. તેણે આ દાયકામાં 42 સદી અને 51 અડધી સદી ફટકારી છે. જેમાં પાકિસ્તાન સામે ફટકારેલા કારકિર્દીના સર્વશ્રેષ્ઠ અણનમ 183 રનની ઇનિંગનો પણ સમાવેશ થાય છે.

એબી ડી વિલિયર્સ

એબી ડી વિલિયર્સ

ક્રિકેટની દુનિયાનો કોઈ જ એવો ચાહક હશે જે એબી ડી વિલિયર્સની બેટિંગથી પ્રભાવિત ન હોય. આ એક માત્ર એવો ખેલાડી છે જે મેદાનમાં દરેક દિશામાં બોલને મેદાન બહાર મોકલી શકે છે. જેના કારણે મેદાન પર એની ઓળખ મિસ્ટર 360 છે. એવું કહેવામાં અતિશયોક્તિ નહિ હોય કે એબી ડી વિલિયર્સે શરૂ કરેલી આક્રમક રમતને ઘણા ખેલાડીઓ ફોલો કરે છે. એબી ડી વિલિયર્સની કપ્તાનીના કારણે 2015માં આફ્રિકા વર્લ્ડકપ જીતવા સુધી પહોંચી ગયું હતું, પરંતુ સેમિફાઇનલમાં થોડા માટે બહાર થઈ ગયું. જો કે નિવૃત્તિ જાહેર કરી હવે ડી વિલિયર્સ હવે 20 લીગમાં રમે છે.

એબી ડી વિલિયર્સે આ દાયકા સરેરાશ મુદ્દે મેદાન માર્યું છે. સૌથી મોટી વાત એ કે તેની એવરેજ વિરાટ કોહલી કરતા પણ સારી છે. તેણે 64.20 ની એવરેજ અને 109.76 ની સ્ટ્રાઈક રેટથી 6485 રન બનાવ્યા છે. આ દાયકામાં તેણે 21 સદી અને 33 અર્ધસદી પણ ફટકારી છે.

રોસ ટેલર

રોસ ટેલર

એમ કહી શકાય કે જેટલું સન્માન રોસ ટેલરને મળવું જોઈએ એટલું એને નથી મળ્યું. રોસ ટેલર 2015 અને 2019 માં ન્યૂઝીલેન્ડ માટેના બે વર્લ્ડ કપ ફાઇનલ્સનો અભિન્ન ભાગ હતો. ટીમ 2011 માં સેમિફાઇનલમાં પહોંચી ત્યારે પણ ટેલરે કેટલીક વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી.

155 વન ડે મેચમાં મ 54.01 ની સરેરાશથી 6428 રન સાથે 17 સદી અને 39 અડધી સદી ફટકારી છે. રોસ ટેલરની આંકડા કરતા પણ દરેક પરિસ્થિતિમાં સ્કોર કરવાની આવડત તેને ખાસ બનાવે છે.

'કેપ્ટન' મહેન્દ્રસિંહ ધોની

'કેપ્ટન' મહેન્દ્રસિંહ ધોની

આ દાયકાની ક્રિકેટની વાત ધોનીની વાત વગર અધૂરી છે. માત્ર બેટ્સબેન જ નહિ પરંતુ એક કપ્તાન તરીકે એ આ લિસ્ટમાં સ્થાન પામે છે. ધોની એક માત્ર એવો કપ્તાન છે જેને 3 વિશ્વ વિજેતા ટ્રોફી ઉઠાવી છે. જોકે આ દાયકામાં ધોની પહેલાની જેમ આક્રમક અવાજવાળો બેટ્સમેન નથી રહ્યો પણ તેને એક શિલ્પી તરીકેની ભૂમિકા નિભાવી છે.તે ઉપરાંત સમયે સમયે મિડલ ઓર્ડરમાં તેને મહત્વની ભૂમિકા નિભાવી છે.

ધોનીએ આ દાયકામાં 196 મેચમાં 50.35 ની સરેરાશથી અને 85 કરતા વધુના સ્ટ્રાઈક રેટથી 5640 રન બનાવ્યા. જેમાં 4 સદી અને 39 અડધી સદી સામેલ છે. સૌથી મોતી વાત એ છે કે આ સ્કોર ધોનીએ 5 નંબ કે તે પછીના ક્રમ પર રમીને બનાવ્યો છે.

Year Ender 2019: ટ્વીટર પર કોહલી રહ્યા નંબર વન, આ ટ્વીટ થયું સૌથી વધુ રિટ્વીટ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
best odi batting order of ODI, included 3 indian batsman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more