For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL Auctionમાં 17.5 કરોડમાં ખરીદાયો આ ખેલાડી, મેદાનમાં ઉતરતા જ કરી ધમાલ

ચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાના બોલરોએ દક્ષિણ આફ્રિકાની ટીમને 189 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. જવાબમાં દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ એક વિકેટ ગુમાવીને 45 રન બનાવી લીધા હતા.

|
Google Oneindia Gujarati News

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ શરૂ થઈ ગઈ છે. બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાના બોલરોએ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાના બોલરોએ દક્ષિણ આફ્રિકાની ટીમને 189 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. જવાબમાં દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ એક વિકેટ ગુમાવીને 45 રન બનાવી લીધા હતા.

કેમરન ગ્રીને લીધી 5 વિકેટ

કેમરન ગ્રીને લીધી 5 વિકેટ

આઈપીએલની હરાજીમાં કેમરન ગ્રીનને મુંબઈ ઈન્ડિયન્સે 17 કરોડ 50 લાખમાં ખરીદ્યો હતો. કેમરન ગ્રીને હરાજી બાદ મેદાનમાં ઉતરતાની સાથે જ પોતાની આગ ફેલાવી દીધી છે. કેમરન ગ્રીન તેની ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ વખત એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેવામાં સફળ રહ્યો છે. કેમેરોન ગ્રીને પ્રથમ ટેસ્ટમાં આફ્રિકાના બેટ્સમેનોને મોટો સ્કોર કરતા રોક્યા હતા. ગ્રીનની મજબૂત બોલિંગના કારણે ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે.

બોલિંગ કરી જીત્યુ ફેન્સનુ દિલ

કેમરન ગ્રીને 10.4 ઓવરમાં માત્ર 27 રન આપીને મેચમાં પાંચ વિકેટ લીધી હતી. તેની ટેસ્ટ કારકિર્દીમાં આ પ્રથમ વખત છે કે તેણે એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી હોય. ગ્રીનનું આ પ્રદર્શન જોઈને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પણ ઘણી ખુશ થઈ જશે. દક્ષિણ આફ્રિકા સામેની બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ગ્રીને બોલિંગ વિભાગમાં સાથી ખેલાડી મિચેલ સ્ટાર્કને પણ પાછળ છોડી દીધો છે. મિચેલ સ્ટાર્કે આ મેચમાં બે વિકેટ ઝડપી છે.

દિલ્હી અને મુંબઇએ ખરીદવા લગાવી હતી બોલી

દિલ્હી અને મુંબઇએ ખરીદવા લગાવી હતી બોલી

IPL ઓક્શન 2023માં કેમેરોન ગ્રીનને ખરીદવા માટે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સખત લડાઈ જોવા મળી હતી. દિલ્હીની ટીમે ગ્રીન માટે 17 કરોડ 25 લાખ સુધીની બોલી લગાવી હતી. પરંતુ તે આનાથી આગળ વધી શક્યો નહીં અને અંતે મુંબઈની ટીમ જીતી ગઈ. કેમરન ગ્રીન હવે રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા જોવા મળશે. ટીમને કેમેરોન ગ્રીન પાસેથી ઘણી આશાઓ હશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Cameron Green took 5 wickets after being bought for 17.5 crores in the IPL Auction
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X