For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ind Vs Ban: ભારતના બોલરોએ બાંગ્લાદેશને હંફાવ્યું...

ચેમ્પિયન્સ ટ્રોફી 2017 બાંગ્લાદેશ વિ. ભારત બીજી સેમિ-ફાઇનલ.

By Shachi
|
Google Oneindia Gujarati News

બર્મિંઘમના એજબેસ્ટનમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની બીજી સેમિ-ફાઇનલ મેચ રમાઇ હતી. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત પહેલાં પોતાની બીજી વોર્મ-અપ મેચમાં બાંગ્લાદેશના 240 રનથી માત આપી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની પોતાની પહેલી મેચમાં પણ બાંગ્લાદેશ ઇંગ્લેન્ડ સામે હાર્યું હતું. જો કે, આ પછી આ ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશની ટીમે પાછળ ફરીને નથી જોયું.

team india

બાંગ્લાદેશની ઑસ્ટ્રેલિયા સામેની બીજી મેચ વરસાદને કારણે કોઇ પરિણામ વગર રદ્દ જાહેર કરવામાં આવી હતી. પોતાની ત્રીજી મેચમાં બાંગ્લાદેશે ન્યૂઝિલેન્ડને હરાવીને ઇતિહાસ રચ્યો હતો અને આ સાથે જ બાંગ્લાદેશની ટીમ પહેલીવાર સેમિ-ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી.

બીજી બાજુ ભારતની ટીમે પોચાની પહેલી અને ત્રીજી લીગ મેચમાં વિજય પ્રાપ્ત કર્યો છે. પહેલી મેચમાં પાકિસ્તાનને 124 રનથી હરાવ્યા બાદ બીજી મેચમાં ભારતને શ્રીલંકા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પોતાની ત્રીજી મેચમાં ભારતે આ ટૂર્નામેન્ટની સૌથી મજબૂત ટીમ મનાતી દ.આફ્રિકાને હરાવી પોતાની તાકાતનો પરચો આપ્યો હતો.

પાકિસ્તાનની ટીમ સામેની મેચમાં શાનદાર રમતનું પ્રદર્શન કરી મેન ઓફ ધ મેચ બનનાર ખેલાડી યુવરાજ સિંહ પર આજે સૌની નજર છે. યુવરાજ સિંહની આ 300મી વનડે મેચ છે.

સ્કોર અપડેટ

  • ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
  • ભારતીય બોલરો બાંગ્લાદેશના બેટ્સમેન પર ભારે પડ્યા છે.
  • પહેલી જ ઓવરમાં બાંગ્લાદેશની એક વિકેટ પડી હતી અને સૌમ્યા સરકાર આઉટ થયા હતા.
  • બાંગ્લાદેશની ટીમના 31મા રન પર સબ્બીર રહેમાન આઉટ થયા.
  • બીજી વિકેટ બાદ બાંગ્લાદેશે સંતુલિત બેટિંગ કરતાં સ્કોર 100ની પાર પહોંચાડ્યો.
  • બાંગ્લાદેશના સ્ટાર બેટ્સમેન તમીમ ઇકબાલે અર્ધસદી પૂર્ણ કરતાં 20 ઓવર બાદ બાંગ્લાદેશનો સ્કોર 105/2
  • મુશફિકર રહીમે પણ શાનદાર રમતનું પ્રદર્શન કરતાં અર્ધસદી પૂર્ણ કરી હતી અને બાંગ્લાદેશનો સ્કોર 150 પર પહોંચાડ્યો હતો.
  • બાંગ્લાદેશના 154 રન થયા બાદ તમીમ ઇકબાલના રૂપમાં ત્રીજી વિકેટ ગઇ
  • 177ના સ્કોર પર શાકીબ અલ હસન આઉટ થયા અને 179ના સ્કોર પર મુશફિકર રહીમ આઉટ થવાની સાથે બાંગ્લાદેશની અડધી ટીમ પેવેલિયન પહોંચી ગઇ હતી.
  • 45 ઓવર બાહ બાંગ્લાદેશની 7 વિકેટ
  • મુશફિકર રહીમ બાદ મોસ્સાદેક અને મહમદુલ્લા પણ આઉટ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Champions Trophy 2017 Bangladesh VS India 2nd Semi Final.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X