For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CT 2017: હવેની મેચમાં આ ભૂલો રિપીટ નહીં કરે ટીમ ઇન્ડિયા

ચેમ્પિયન્સ ટ્રોફી 2017: ભારત વિ. શ્રીલંકા મેચમાં ભારતની હાર પાછળના કરાણો.

By Shachi
|
Google Oneindia Gujarati News

ભારત વિ. શ્રીલંકાની ચેમ્પિયન્સ ટ્રોફી મેચમાં ભારતની જીત નિશ્ચિત મનાઇ રહી હતી, પરંતુ ટીમ ઇન્ડિયાએ ફેન્સને નિરાશ કર્યા. ટોસ હારીને બેટિંગ કરવા મેદાનમાં આવેલ ટીમ ઇન્ડિયાએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતાં 6 વિકેટ ગુમાવી 321 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 48.4 ઓવરમાં માત્ર 3 વિકેટના નુકસાન સાથે 322 રન ફટકારી ભારતને માત આપી.

શ્રીલંકા સામે પ્રમાણમાં મજબૂત ગણાતી ભારતીય ટીમ આખરે ક્યા કારણે મેચ હારી ગઇ?

m s dhoni

ભારતની શાનદાર બેટિંગ

  • ભારતીય ટીમની શરૂઆત શાનદાર હતી. શિખર ધવન અને રોહિતે રેકોર્ડ બ્રેકિંગ 138 રનની ભાગીદારી નોંધાવી હતી. આ મેચમાં શિખર ધવને પોતાના કરિયરની 10મી સદી ફટકારી. શિખરે 128 બોલમાં 15 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારતા કુલ 125 રન બનાવ્યા. રોહિતે 79 બોલમાં 78 રન બનાવ્યા.
  • જો કે, કપ્તાન વિરાટ કોહલી અને યુવરાજે લોકોને નિરાશ કર્યા. કોહલી તો ખાતું ખોલ્યા વિના જ આઉટ થઇ ગયા અને યુવરાજ સિંહને ગુણરત્ને બોલ્ડ કર્યા.
  • ત્યાર બાદ ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ 52 બોલમાં 63 રન ફટકારી ટીમનો સ્કોર જાળવવામાં ફાળો આપ્યો. ચોથી વિકેટ માટે ધોની અને ધવને 82 રનની ભાગીદારી નોંધાવી. અંતિમ ઓવરોમાં જાધવે 13 બોલમાં 25 રન ફટકારી ટીમના સ્કોરમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

શ્રીલંકાની સ્થિર બોલિંગ

  • શ્રીલંકાના બોલર્સે બહુ જલ્દી વિકેટ તો ન લીધી, પરંતુ ભારતની ટીમને ઝડપથી સ્કોર પણ ન કરવા દીધો. શ્રીલંકાના લસિથ મલિંગાએ 70 રન આપી 2 વિકેટ ઝડપી, જ્યારે થિસારા પરેરા, નુવાન પ્રદીપ, સુરંગા લકમલ અને અસેલા ગુણરત્ને 1-1 વિક્ટ લીધી.

ભારતીય બોલર્સ ધીરા પડ્યા

  • બોલિંગની માફક જ શ્રીલંકાની ટીમે બેટિંગમાં સ્થિર શરૂઆત કરી. પાંચમાં ઓવરમાં ડિકવેલા 18 બોલમાં માત્ર 7 રન બનાવી આઉટ થયા, ત્યાર બાદ શ્રીલંકાએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું.
  • પહેલી વિકેટ બાદ ગુનાથિલકા અને કુસલ મેંડિસે શાનદાર પ્રદર્શન કર્યું. ગુનાથલિકાએ 72 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારતા 76 રન બનાવ્યા. 28મા ઓવરમાં ધોનીએ ગુનાથિલકાને રનઆઉટ કર્યા.
  • શ્રીલંકાની ત્રીજી અને છેલ્લી વિકેટ કુસલ મેંડિસના રૂપમાં પડી. કુસલ મેંડિસે 93 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 89 રન બનાવ્યા હતા, ભુવનેશ્વરે એક ગજબનો થ્રો મારી તેમને રનઆઉટ કર્યા.
  • જો કે, આઉટ થતાં પહેલાં બંન્ને બેટ્સમેન પોતાનું કામ કરી ચૂક્યાં હતા. ભારત તરફથી લગભગ તમામ બોલર્સ મોંઘા સાબિત થયા. ભુવનેશ્વર કુમારે 10 ઓવરમાં 54 રન આપી માત્ર 1 વિકેટ લીધી, ઉમેશ યાદવે 9.4 ઓવરમાં 67 રન આપ્યા પરંતુ કોઇ વિકેટ ન લઇ શક્યા. કપ્તાન વિરાટ કોહલીએ પણ બોલિંગ કરી અને તેમણે 3 ઓવરમાં 17 આપ્યા. ડેથ ઓવર સ્પેશ્યાલિસ્ટ ગણાતા જસપ્રીત બુમરાહે પણ 10 ઓરમાં 52 રન આપી કોઇ વિકેટ ન લીધી. પંડ્યાએ 7 ઓવરમાં 51 રન આપ્યા.

શ્રીલંકાની શાનદાર બેટિંગ

  • ત્યાર બાદ ફિલ્ડ પર આવેલ કપ્તાન મેથ્યૂઝ અને કુસલ પરેરાએ બેટિંગ કરી. પરેરા ઝડપથી રન બનાવી રહ્યા હતા, પરંતુ તેમણે રિટાયર્ડ હર્ટ લેવાની જરૂર પડી. તેમણે 44 બોલમાં 47 રન ફટકાર્યા હતા. શ્રીલંકાના આ બેટ્સમેન સામે ભારતના સ્પિનર રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા ધીરા પડ્યા.
  • પરેરા બાદ ગુણરત્ને ફિલ્ડ પર આવ્યા અને તેમણે 21 જ બોલમાં 34 રન બનાવી કમાલનું પ્રદર્શન કર્યું. કપ્તાન એંજિલો મેથ્યૂઝે પણ 45 બોલમાં 52 રન ફટકાર્યા હતા.

શ્રીલંકા ટીમના કપ્તાન એંજિલો મેથ્યૂઝનું કહેવું છે કે, આવા પ્રદર્શન સાથે શ્રીલંકાની ટીમ કોઇ પણ ટીમને હરાવવા સક્ષમ છે. જુઓ વીડિયો...

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Champions Trophy 2017 Match Highlights of India vs Sri Lanka 8th match.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X