For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Preview: કરો યા મરોની સ્થિતિમાં બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ

ચેમ્પિયન્સ ટ્રોફી 2017 મેચ પ્રિવ્યુઃ ન્યૂઝિલેન્ડ વિ. બાંગ્લાદેશ

By Shachi
|
Google Oneindia Gujarati News

ચેમ્પિયન્સ ટ્રોફીમાં 9 જૂન, 2017ને શુક્રવારે બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે. આ મેચમાં બંન્ને ટીમો વચ્ચે ત્રણ સમાનનતા છે. એક, પહેલી વોર્મઅપ મેચમાં બંન્ને ટીમોને ભારતે માત આપી હતી. બે, બંન્ને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની પોતાની પહેલી મેચમાં ઇંગ્લેન્ડ સામે પણ હારી છે. ત્રણ, બંન્ને ટીમોની ઑસ્ટ્રેલિયા સામેની મેચ કોઇ પરિણામ વિના રદ્દ જાહેર કરવામાં આવી હતી.

ઑસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચ રદ્દ થતાં બંન્ને ટીમો પાસે હાલ 1-1 અંક છે. પોઇન્ટ ટેબલમાં રન રેટના આધારે બાંગ્લાદેશ ન્યૂઝીલેન્ડથી આગળ છે. બાંગ્લાદેશ વિ. ન્યૂઝીલેન્ડની આ મેચથી સેમિ-ફાઇનલનું સમીકરણ સ્પષ્ટ થશે.

NZ vs Ban

બાંગ્લાદેશ આ મેચમાં ફરી એકવાર શાનદાર બેટિંગનું પ્રદર્શન કરશે એમ મનાઇ રહ્યું છે. બાંગ્લાદેશના તમીમ ઇકબાલે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 223 રન બનાવ્યા છે, જેમાં તેમણે એક સદી પણ ફટકારી છે. ઇંગ્લેન્ડ સામેની મેચમાં ઇકબાલે સાદી ફટકારી હતી, જ્યારે ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં તેમણે 95 રન બનાવ્યા હતા. વર્ષ 2005માં બાંગ્લાદેશની ટીમ ઑસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને હરાવવામાં સફળ રહી હતી.

ન્યૂઝીલેન્ડ ટીમમાં બધો આધાર કપ્તાન વિલિયમસન પર રહેલો છે. ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં તેમણે સદી ફટકારી હતી તથા ઇંગ્લેન્ડ સામેની મેચમાં તેમણે 97 રન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વિલિયમસન પર સ્લો ઓવર કરાવવાના આરોપ હેઠળ મેચ ફીના 40 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ન્યૂઝીલેન્ડના ખેલાડી ટ્રેંટ બોલ્ટનું કહેવું છે કે, બાંગ્લાદેશ સામેની મેચ રસપ્રદ રહેશે. જુઓ વીડિયો...

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Champions Trophy 2017 Match Preview New Zealand vs Bangladeh on june 9.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X