ભારત-પાક.ની ફાઇનલ મેચ પર લાગ્યો 2000 કરોડનો સટ્ટો

Posted By:
Subscribe to Oneindia News

ભારત અને પાકિસ્તાન આઇસીસી ચેમ્પિયન ટ્રોફી 2017 ની ફાઇનલ મેચ 18 જૂન એટલે કે કાલે રમશે. લંડનમાં આ ફાઇનલ મેચ રમાશે. ત્યારે આ મેચ પહેલા સટ્ટા બજારમાં પણ જોરદાર ગરમાવો જોવા મળ્યો છે. અને સાથે ક્રિકેટર વિરાટ કોહલી સટ્ટાબાજોના ફેવરેટ ખેલાડી બની રહ્યા છે. ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની એક રિપોર્ટ મુજબ 17 જૂને રમાનારી આ મેચમાં લગભગ 2,000 કરોડ રૂપિયાનો સટ્ટો લગાવવામાં આવી રહ્યો છે. છાપાએ અખિલ ભારતીય ગેમિંગ ફેડરેશનના આંકડાનો હવાલો આપી સટ્ટા બજારમાં ભારત ઓવલ સ્ટેડિયમમાં ટ્રોફી જીતશે તે વાત પર મોટા પ્રમાણમાં સટ્ટો લગાવવામાં આવી રહ્યો છે તેમ કહ્યું છે.

cricket

રિપોર્ટમાં બેટફેયર વેબસાઇટનો હવાલો આપી કહ્યું છે કે જો તમે ભારતમાં શરત લગાવો છો તો તમને 100 રૂપિયા માટે 147 રૂપિયા અને પાકિસ્તાન માટે 100 રૂપિયા લગાવો છો તો 300 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. નોંધનીય છે કે કુલ 10 વર્ષો પછી ભારત અને પાકિસ્તાન આઇસીસી ટૂર્નામેન્ટમાં ફાઇનલ મેચ રમી રહ્યા છે. 2007માં ભારત અને દક્ષિણ આફ્રિકાની વિશ્વ 20-20 ટૂર્નામેન્ટમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનસીમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.

English summary
Champions Trophy betting 2017: Rs 2,000 crore put on India-Pakistan final, says report.
Please Wait while comments are loading...