• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચેન્નઇ અને લખનઉ સામે એક જ પરેશાની, બંને ટીમના કેપ્ટન ખાતું ખોલવા ઉતરશે

|
Google Oneindia Gujarati News

ચેન્નઇ સુપર કિંગ્સ અને લખનઉ સુપર ઝાયન્ટ્સ બંને ટીમે આઇપીએલ 2022નો પોતાનો પહેલો મેચ ગુમાવવો પડ્યો હતો. જેનું મોટું કારણ છે ટીમના ટૉપ ઓર્ડરનિ નિષ્ફળતા. ગુરુવારે જ્યારે બંને ટીમ આમને સામને થશે તો તેમની કોશિશ આ કમી દૂર કરવાની રહેશે. બંને ટીમ ઈચ્છશે કે તેઓ પોતાના ખાતાં ખોલે. બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાનાર મેચમાં તેઓ આમાં સુધાર કરવાની કોશિશ કરશે. આઇપીએલના હાલનું સત્ર હજી ચાલુ છે પરંતુ ટૉસ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યો છે, એવામાં કોઈપણ ટીમ ટૉસ જીતવા પર ફીલ્ડિંગ લેવાનું જ પસંદ કરી રહી છે.

ચેન્નઈ અને લખનઉ બંનએ વાનખેડે સ્ટેડિયમમાં પહેલાં બેટિંગ કર્યા બાદ મેચ ગુમાવવો પડ્યો હતો અને બ્રેબોર્ન સ્ટેડિયમમાં પણ પરિસ્થિતિ અલગ નથી , જ્યાં બીજી ઈનિંગ દરમિયાન ડ્યૂ પણ પ્રભાવ નાખી શકે છે.

લખનઉના કેપ્ટન અને સ્ટાર સલામી બેટ્સમેન ક્વિંટન ડિકૉક પહેલી મેચમાં ચાલી નહોતા શક્યા અને તેઓ તેની ભરપાઇ આ મેચ જીત સાથે કરવા માંગશે. રાહુલે આગળ આવી નેતૃત્વ કરવાની જરૂરત છે કેમ કે આઇપીએલમાં તેમના કપ્તાની કૌશલ્યનું પણ આંકલન કરવામાં આવી રહ્યું છે. મનીષ પાંડે અને ઈવિન લુઇસ પણ જલદી આઉટ થયા બાદ મધ્યક્રમમાં દીપક હુડ્ડા, આયુષ બદોની અને કૃણાલ પંડ્યાએ જવાબદારી સંભાળી હતી જે લખનઉ માટે સારા સંકેત છે.

જો કે લખનઉના બોલર્સે તરત સુધારો કરવો પડશે જેમને ગુજરાત ટાઇટન્સના બેટ્સમેનોએ હંફાવી દીધા હતા. ફાસ્ટ બોલર દુશમંત ચમીરાએ પ્રભાવ છોડ્યો પરંતુ આવેશ ખાન ના ચાલી શક્યા. આ ઉપરાંત મેચનો ફેસોલ નક્કી કરવામાં રવિ બિશ્નોઈ, હુડ્ડા અને કૃણાલની સ્પિન તિકડીની ભૂમિકા મહત્વની હશે.

ચેન્નઈને બેટિંગમાં સારું પ્રદર્શન કરવાની જરૂરત છે કેમ કે પહેલી મેચમાં તેઓ માત્ર 131 રન જ બનાવી શક્યા હતા. મોઈન અલીની વાપસીથી ટીમને મજબૂતી મળી છે. તેમના ઉપરાંત ડ્વેન પ્રિયોરિયસ પણ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. પહેલી મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની જૂની ઝલક દેખાડી પરંતુ રૂતુરાજ ગાયકવાડ, રોબિન ઉથાપ્પા, ડેવોન કૉનવે અને અંબાતી રાયડૂ ચાલ્યા નહોતા. નવનિયુક્ત કેપ્ટન રવિન્દ્ર જાડેજા પણ જબરો સ્કોર બનાવવાની કોશિશ કરશે, પરંતુ એ જોવું દિલચસ્પ હશે કે મોઇનને કોની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવશે અને નંબર ત્રણ પર કોણ બેટિંગ કરશે. કોલકાતા નાઇટ રાઇડર્સ સામે પાછલી મેચમાં ઑલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ ત્રણ વિકેટ ખેરવી હતી પરંતુ અન્ય બોલર નિયંત્રિત બોલિંગ નહોતા કરી શક્યા. ચેન્નઈના બોલર્સે પણ સારું પ્રદર્શન કરવાની જરૂરત છે.

સ્થળઃ બ્રેબોર્ન સ્ટેડિયમ, મુંબઈ

આ પ્રકારે છે બંને ટીમ

ચેન્નઈ સુપર કિંગ્સઃ એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, મોઈન અલી, રુતુરાજ ગાયકવાડ, ડ્વેન બ્રાવો, દીપક ચાહર, અંબાતી રાયડૂ, રૉબિન ઉથપ્પા, મિશેલ સેંટનર, ક્રિસ જોર્ડન, એડમ મિલ્ને, જેવોન કૉનવે, શિવમ દુબે, ડ્વેન પ્રિયોરિયસ, મહેશ તીક્ષ્ણા, રાજવર્ધન હૈંગરગેકર, તુષાર દેશપાંડે, કેએમ આસિફ, સી હરિ નિશાંત, એન જગદીશન, સુબ્રંશુ સેનાપતિ, કે ભગત વર્મા, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, મુકેશ ચૌધરી

લખનઉ સુપર ઝાયન્ટ્સઃ કેએલ રાહુલ, મનન વોહરા, ઈવિન લુઈસ, મનીષ પાંડે, ક્વિંટન ડિકોક, રવિ બિશ્નોઈ, દુષ્મંથ ચમીરા, શાહબાજ નદીમ, મોહસિન ખાન, મયંક યાદવ, અંકિત રાજપૂત, આવેશ ખાન, એંડ્ર્યૂ ટાય, માર્ક્સ, સ્ટોઈનિસ, કાઇલ મેયર્સ, કરણ શર્મા, કૃષ્ણપ્પા ગૌતમ, આયુષ બદોની, દીપક હુડ્ડા, કૃણાલ પંડ્યા, જેસન હોલ્ડર.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Chennai super kings and lucknow super giants will hope to win their first match of ipl 2022
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X