For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CSK vs DC: અંબાતી રાયડૂએ ચેન્નઈની લાજ રાખી, દિલ્હીને જીતવા માટે 140 રનનો ટાર્ગેટ

CSK vs DC: અંબાતી રાયડૂએ ચેન્નઈની લાજ રાખી, દિલ્હીને જીતવા માટે 140 રનનો ટાર્ગેટ

By Desk
|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન પ્રિમિયર લીગની 50મી મેચ આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી ચેન્નઈ સુપર કિંગ્સને પહેલાં બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. અને દિલ્હીનો આ ફેસલો એકરીતે રામબાણ સાબિત થયો હતો. કેમ કે ચેન્નઈના એક પછી એક બેટ્સમેન પેવેલિયન ભેગા થયા હતા.

CSK vs DC

ચેન્નઈ તરફથી રુતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસે ચેન્નઈ માટે ઓપનિંગ કરી. રુતુરાજ ગાયકવાડ 13 બોલમાં 13 રન જ બનાવી શક્યો જ્યારે પાફ ડુ પ્લેસિસ 8 બોલમાં 10 રન બનાવી અક્ષર પટેલની ફીરકીમાં ફસાઈ ગયો. જે બાદ રોબિન ઉથાપાએ 19 બોલમાં 19 રનની ઈનિંગ રમી જેની વિકેટ અશ્વિને ખેરવી લીધી. મોઈન અલી 8 બોલમાં માત્ર 5 રન જ બનાવી શક્યો. ધોની 27 બોલમાં માત્ર 18 રન જ બનાવી શક્યા. અંબાતી રાયડુએ ચેન્નઈ સુપર કિંગ્સની લાજ રાખી. રાયડુએ 43 બોલમાં 55 રનની શાનદાર અણનમ ઈનિંગ રમી. અને જાડેજાએ 2 બોલમાં 1 રન બનાવી અણનમ રહ્યો. જીતવા માટે દિલ્હી કેપિટલ્સને 137 રનનો ટાર્ગેટ મળ્યો છે.

જ્યારે દિલ્હી કેપિટલ્સ તરફથી એનરિચ નોર્કિયાએ 4 ઓવરમાં 37 રન લૂંટાવી 1 વિકેટ ખેરવી. અક્ષર પટેલે 4 ઓવરમાં માત્ર 18 રન આપી 2 વિકેટ ખેરવી. કગિસો રબાડાએ 4 ઓવરમાં 21 રન લૂંટાવ્યા, જો કે રબાડાને એકેય વિકેટ ના મળી. રવિચંદ્રન અશ્વિને 4 ઓવરમાં 20 રન લૂંટાવી 1 વિકેટ ખેરવી અને આવેશ ખાને 4 ઓવરમાં 35 રન લૂંટાવી 1 વિકેટ ખેરવી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Chennai Super Kings gave target of 137 run to delhi capitals
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X