For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CSK Vs MI : ગયા વર્ષે ચેન્નઈ H2H એકેય મેચ નહોતી જીતી શકી, મુંબઈનું પલડું ભારે

CSK Vs MI : ગયા વર્ષે ચેન્નઈ H2H એકેય મેચ નહોતી જીતી શકી, મુંબઈનું પલડું ભારે

|
Google Oneindia Gujarati News

ક્રિકેટ ચાહકો છેલ્લા એક મહિનાથી આઈપીએલ સીઝન 13ની રાહ જોઈ રહ્યા હતા તેને હવે માત્ર 2 દિવસ જ બાકી રહ્યા છે. આગામી 2 દિવસમાં એટલે કે 19 સપ્ટેમ્બરે IPL 2019ની ફાઈનલ મેચ રમના બે ટીમ જ આ વખતે IPL 2020નો પ્રારંભ મેદાન-એ-જંગથી કરશે. બધા જાણીએ જ છીએ તેમ પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ (MI Vs CSK) વચ્ચે રમાશે. આબુધાબીના શેખ ઝૈયદ સ્ટેડિયમમાં આ મેચ રમાશે. તે પહેલાં ગયા વર્ષની Mumbai Indians Vs Chennai Super Kings વચ્ચે રમાયેલી કેટલીક મેચ પર પૂનઃ નજર ફેરવીએ...

મુંબઈ ઈન્ડિયન્સનું પલડું ભારે

મુંબઈ ઈન્ડિયન્સનું પલડું ભારે

ગયા વર્ષે મુંબઈ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે કુલ ચાર H2H મેચ રમાઈ હતી જેમાં મુંબઈ ઈન્ડિયન્સનું પલડું ભારે રહ્યું. ચારેય વખત મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને માત આપી હતી. પહેલી મેચમાં મુંબઈએ 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો ચેન્નઈ માત્ર 133 રન જ બનાવી શક્યું. બીજી મેચમાં મુંબઈએ 155 રનનો ટાર્ગેટ આપ્યો હતો જ્યારે ચેન્નઈ 17.4 ઓવરમાં જ 109 રન બનાવી ઑલઆઉટ થઈ ગયું હતું. ત્રીજી મેચમાં ચેન્નઈએ 132 રનનો ટાર્ગેટ આપ્યો હતો મુંબઈએ 18.3 ઓવરમાં 4 વિકેટના નુકસાન સાથે ટાર્ગેટ મેળવી લીધો હતો. ચોથી અને આઈપીએલ 2019ની ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે 150 રનનો ટાર્ગેટ આપ્યો હતો જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ માત્ર 148 રન જ બનાવી શકી હતી અને મુંબઈ ઈન્ડિયન્સ 1 રને ફાઈનલ મુકાબલો જીતીને ખિતાબ પોતાના નામે કરી લીધો હતો.

MI Vs CSK H2H Best Players

MI Vs CSK H2H Best Players

જો હેડ ટૂ હેડ મેચની વાત કરીએ તો ગયા વર્ષે આ બંને ટીમ વચ્ચે રમાયેલી ચાર મેચમાં કુલ 5 ફીફ્ટી લાગી હતી. મુંબઈ તરફથી ચેન્નઈ સામે સૌથી વધુ સફળ સુર્યકુમાર યાદવ રહ્યા. સુર્યકુમાર ચેન્નઈ સામે કુલ 3 મેચ રમ્યો જેમાં તેણે ક્રમશઃ 59 રન, 71 રન અને 15 રનની ઈનિંગ રમી હતી. રોહિત શર્માએ પણ ચાર મેચમાંથી એક વખત ફીફ્ટી લગાવી હતી જો કે ત્રણ મેચમાં ફેલ સાબિત થયા હતા. ચેન્નઈ સામે ક્વિંટન ડિકોકનો મહત્તમ સ્કોર 29 રનનો રહ્યો હતો.

ચેન્નઈના બેટ્સમેનનો મુંબઈ સામે રેકોર્ડ

ચેન્નઈના બેટ્સમેનનો મુંબઈ સામે રેકોર્ડ

જ્યારે ચેન્નઈના ખેલાડીઓની વાત કરીએ તો ગયા વર્ષે રમાયેલી ચાર મેચમાં ચેન્નઈના માત્ર બે ખેલાડી જ ફીફ્ટી લગાવી શક્યા. પહેલો ખેલાડી કેદાર જાધવ જેણે 58 રનની શાનદાર ઈનિંગ રમી હતી જો કે બાકીની બે મેચમાં કેદાર જાધવ ફ્લોપ રહ્યો હતો અને એક મેચ રમ્યો નહોતો. બીજી ફીફ્ટી બની હતી ફાઈનલ મેચમાં જ્યારે શેન વૉટ્સને 80 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આ સિવાય ચેન્નઈના એકેય ખેલાડી મુંબઈ સામે ફીફ્ટી નથી લગાવી શક્યા. ફાફ ડૂ પ્લેસિસ અને ધોની મુંબઈ સામે ફ્લોપ સાબિત થયા હતા. અંબાતી રાયડૂએ એક મેચમાં 42 રનનો સ્કોર બનાવ્યો હતો એટલે જો ટૉપ ઓર્ડર ફ્લોપ થાય તો અંબાતી રાયડૂ ચેન્નઈનિં ઈનિંગ સંભાળી શકે તેવો બેટ્સમેન સાબિત થઈ શકે છે.

ચેન્નઈ સામે મુંબઈના બોલિંગ ડિપાર્ટમેન્ટનું પરફોર્મન્સ

ચેન્નઈ સામે મુંબઈના બોલિંગ ડિપાર્ટમેન્ટનું પરફોર્મન્સ

આ વખતે લસિથ મલિંગા અંગત કારણોસર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હોવાથી તેની જગ્યાએ ટ્રેન્ટ આ વખતે ચેન્નઈની મુશ્કેલીઓ વધારશે. ગયા વખતે લસિથ મલિંગાએ ચેન્નઈ સામે રાયેલી ચાર મેચમાં કુલ 8 વિકેટ ચટકાવી હતી. જે બાજ જસપ્રિત બુમરાહે, કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યાએ 4 મેચમાં 4-4 વિકેટ ચટકાવી હતી. રાહુલ ચહરે 3, જેસન બેહરનડ્રોફે 2, અને અનુકુલ રોયે 1 વિકેટ ચટકાવી હતી.

મુંબઈ સામે ચેન્નઈના બોલિંગ ડિપાર્ટમેન્ટનું પરફોર્મન્સ

મુંબઈ સામે ચેન્નઈના બોલિંગ ડિપાર્ટમેન્ટનું પરફોર્મન્સ

જ્યારે મુંબઈ સામે ચેન્નઈના ટૉપ પરફોર્મિંગ બોલર્સની વાત કરીએ તો દિપક ચહરે મુંબઈ સામે રમાયેલી 4 મેચમાં કુલ 6 વિકેટ ચટકાવી હતી, ઈમરાન તાહિરે પણ 6 વિકેટ ચટકાવી હતી, મિશેલ સેન્ટનરે 2 વિકેટ ચટકાવી હતી, શાર્દુલ ઠાકુર 2, મોહિત શર્માએ 1, રવિન્દ્ર જાડેજાએ 1, ડ્વેન બ્રાવાએ 1 અને હરભજન સિંહે 1 વિકેટ ચટકાવી હતી.

આમ બોલિંગ બેટિંગ ડિપાર્ટમેન્ટની સાથે જ ગત વર્ષે ચેન્નઈનો બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ મુંબઈની સરખામણીએ કમજોર સાબિત થયો હતો, હવે આજે પહેલી મેચમાં કંઈ ફેરફાર થાય છે કે રાબેતા મૂજબ જ ખેલાડીઓનું પરફોર્મન્સ રહેશે તે તો મેચ જોયા બાદ જ માલૂમ પડશે.

IPLમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટ વાળા 5 બેટ્સમેન, યાદીમાં માત્ર એક જ ભારતીયIPLમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટ વાળા 5 બેટ્સમેન, યાદીમાં માત્ર એક જ ભારતીય

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
chennai super kings has very bad record against mumbai indians, have a look at records
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X