For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર 2 મેચોનો બેન લાગી શકે છે

કોફી વિથ કરણ શૉ દરમિયાન હાર્દિક પંડ્યાના નિવેદન પછી ઉપજેલા વિવાદને કારણે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર 2 મેચોનો બેન લગાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

કોફી વિથ કરણ શૉ દરમિયાન હાર્દિક પંડ્યાના નિવેદન પછી ઉપજેલા વિવાદને કારણે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર 2 મેચોનો બેન લગાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સીઓ ચીફ વિનોદ રાયે આ મુદ્દે પોતાનો પક્ષ રાખતા બંને પર 2 મેચનો બેન લગાવવાની વાત કહી છે. પોતાના નિવેદનને કારણે હાર્દિક પંડ્યા ઘણા વિવાદોમાં ચાલી રહ્યા હતા. તેની સાથે કેએલ રાહુલ પણ શૉમાં જવાને કારણે તેમની પણ આલોચના કરવામાં આવી રહી છે.

હાર્દિકના જવાબથી સંતુષ્ટ નથી

હાર્દિકના જવાબથી સંતુષ્ટ નથી

વિનોદ રાયનું કહેવું છે કે તેઓ હાર્દિકના જવાબથી સંતુષ્ટ નથી. આ મામલે ડાયના એડુલઝી અંતિમ નિર્ણય લેશે. વિનોદ રાયે જણાવ્યું કે તેમના અનુસાર હાર્દિક પંડ્યાનું નિવેદન ખરાબ અને અસહનીય હતું. ડાયના એડુલઝી કાનૂની રીતે પોતાનો સુઝાવ આપશે અને ખેલાડીઓ પર બેન લગાવવાનો અંતિમ નિર્ણય પણ તેઓ જ લેશે.

કેમ ચગ્યો વિવાદ?

કેમ ચગ્યો વિવાદ?

ખરેખર હાર્દિક પંડ્યાએ શૉ દરમિયાન પોતાની મહિલા મિત્રો સાથે નાઈટ ક્લબોમાં મળવા અને વાતચીત વિશે જણાવ્યું. તેને જણાવ્યું કે તેઓ વાતચીત કરતા વધારે તેમને જોવામાં વધારે ફોકસ કરે છે. હાર્દિક પંડ્યાએ તેના વિશે પણ વાત કરી કે કઈ રીતે તેમનો પરિવાર તેની યૌન ગતિવિધીઓને સહજ રીતે લે છે. હાર્દિક પંડ્યાના નિવેદન પણ વિવાદ વધી ગયો, જે હજુ પણ ચાલુ જ છે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પંડ્યા નહીં રમી શકે

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પંડ્યા નહીં રમી શકે

ભારતીય ટીમના સદસ્યોમાં હાર્દિક પંડ્યાનું નામ પણ શામિલ હતું. પરંતુ હાલના બેનને કારણે તેઓ મેચ નહીં રમી શકે. તેવી સ્થિતિમાં સિરીઝની ત્રીજી મેચમાં તે ટીમનો ભાગ બની શકશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
CoA Recommends two match ODI ban on KL Rahul and Hardik Pandya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X